NRI Samachar

News of Thursday, 9th May, 2013

અમેરિકામાં એલ્યુમિનિ મીટ ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઃ સ્થળમાં ફેરફારઃ હવે ''આ મીટ સ્વામિનારાયણ મંદિર'' ખાતે મળશે

      નેવીન્ટનઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.મહેન્દ્રભાઇ પાડલીયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇ.કયૂ.એ.સી.ના કોઓર્ડીનેટર ડો.આલોક ચક્રવાલ હાલ અમેરિકામાં શૈક્ષણિક પ્રવાસે છે.અમેરિકામાં નિવાસ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ''એલ્યુમિનિ મીટ ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી''ના નેજા હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રણી શ્રી ભાસ્કરભાઇ સુરેજાના ખાસ પ્રયત્નને કારણે તા.૧૧-૫-૨૦૧૩ના રોજ બપોરે ૪ઃ૩૦ વાગ્યે સ્વામીનારાયણ મંદિર (BAPS), ૬૪૭-નોર્થ માઉન્ટેઇન રોડ, નેવીન્ટન,સીટી-૦૬૧૧ અમેરિકા ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલીયાની ખાસ  ઉપસ્થિતિમાં યોજાનાર છે.

      સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.મહેન્દ્રભાઇ પાડલીયા પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમેરિકામાં નિવાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અગાઉથી વેબસાઇટ, ઇમેઇલ આઇ.ડી.તેમજ અન્ય એલ્યુમીની એશોસીએશનના સહયોગથી સંપર્ક કરવામાં આવેલ હતો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજમાં અલગ-અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોશીએશનની વિધિવત રીતે  નોંધાણી પણ કરવામાં આવનાર છે.

      સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોશીએશનના માધ્યમમા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વચ્ચે સંપર્કનો સેતુ બનાવવાનો પ્રયાસ છે અને આ એસોશીએશનના માધ્યમથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રયત્નોને કારણે યુનિવર્સિટીને પણ ફાયદો થશે અને પ્રર્વતમાન વિદ્યાર્થીઓ અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓ વચ્ચે સંકલન થાય તે યુનિવર્સિટી અને વિદ્યાર્થીના હિતમાં છે.

      સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાં અનેક જવાબદાર હોદ્દાઓ અને સ્થાન ઉપર તેમની જવાબદારી નિભાવે છે.કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ડી.એચ.વાઘેલા, ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ આર.ડી.કોઠારી,આઇ.આઇ.ટી.ઇ ના કુલપતિ ડો.કમલેશ જોષીપુરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંં હાલ ઇન્ચાર્જ કુલપતિ તરીકે જવાબદારી સંભાળી રહેલ ડો.ગીરીશભાઇ ભીમાણી, ગુજરાત રાજયના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર શ્રી ડી.કે.રાવલ (આઇએએસ), હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત  યુનિવર્સિટીના પ્રો.વાઇસ ચાન્સેલર ડો.નિદતભાઇ બારોટ, એન.સી.ટી.ઇ.ના પૂર્વ ચેરમેન અને નોર્થ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.બળવંતભાઇ જાની સહિત વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જવાબદારીભર્યા સ્થાન શોભાવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના નામો નોંધાવા  ઇચ્છુક હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ www. saurashtrauniversity.edu પર નોંધાવી શકશે.

      સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂવ વિદ્યાર્થીઓનન આ કાર્યક્રમમાં મુખ્ય સંયોજક શ્રી ભાસ્કર સુરેજાના જણાવ્યા પ્રમાણે અધ્યક્ષસ્થાને જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો.વિઠલ ઘડુક, મુખ્ય વકતા બોચાસરણવાસ અક્ષરપુષોતમ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી પ.પુ.ત્યાગવત્સલ સ્વામિ (ગ્ખ્ભ્લ્), અતિથિ વિશેષ તરીકે ડો.કિશોરભાઇ નાર, ડો. અતુલભાઇ દલસાણીયા, જણીતા પત્રકાર શ્રી કૌશીક અમીન, પ્રો.ભરતભાઇ કોરાટ,શ્રી ભીમાભાઇ મોઠવાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે.

      આ બેઠકના સંયોજક શ્રી ભાસ્કરભાઇ સુરેજા ફોન નં.૦૦૧૮૬૦૭૯૮૨૮૮૬ તથા ઇમેઇલ-bhaskarsureja@hotmail.com તેમજ દિનેશભાઇ માણવર (ન્યુજર્સી) ૦૦૧૮૫૮૯૯૭૭૧૦૪, કલ્યાણ ચાવડા (ન્યુજર્સી)૦૦૧૯૭૩૬૧૫૧૧૯૭ સંપર્ક કરવા જણાવેલ છે.

       

 (04:25 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]