NRI Samachar

News of Thursday, 9th May, 2013

કેનેડાની ‘‘રોયલ બેંક ઓફ કેનેડા''માં ઉચ્‍ચ હોદાઓ ઉપર ભારતીયોની નિમણુંક સામે સ્‍થાનિક પ્રજાજનોએ ઉઠાવેલો જબ્‍બર વિરોધઃ બેંકનો બહિષ્‍કાર કરવા સુધીની ચીમકી : સ્‍થાનિક કર્મચારીઓ કરત વિદેશી કામદારો ઓછા વળતર સાથે વધુ કામ કરતા હોવાનું જણાવતું બેંક મેનેજમેન્‍ટ

કેનેડાની ‘‘રોયલ બેંક ઓફ કેનેડા\'\'માં ઉચ્‍ચ હોદાઓ ઉપર ભારતીયોની નિમણુંક સામે સ્‍થાનિક પ્રજાજનોએ ઉઠાવેલો જબ્‍બર વિરોધઃ બેંકનો બહિષ્‍કાર કરવા સુધીની ચીમકી : સ્‍થાનિક કર્મચારીઓ કરત વિદેશી કામદારો ઓછા વળતર સાથે વધુ કામ કરતા હોવાનું જણાવતું બેંક મેનેજમેન્‍ટ

       

           કેનેડાઃ કેનેડામા આવેલી ‘‘રોયલ બેંક ઓફ કેનેડા'' દ્વારા તાજેતરમાં સ્‍થાનિક કર્મચારીઓની જગ્‍યાએ વિદેશના ખાસ કરીને ભારતના કુશળ કર્મચારીઓને અપાયેલી નિમણુંક સાથે જબ્‍બર વિરોધ ઉઠવા પામ્‍યો છે.

      સ્‍થાનિક કર્મચારીઓના જણાવ્‍યા મુજબ તેઓને વિદેશથી આવતા કામદારો સામે વાંધો નથી. કારણકે તેમાંગ મોટા ભાગના ટેકસી ડ્રાઇવર કે મોટેલના વ્‍યવસાયી તરીકે કામ કરતા જોવા મળે છે. તેઓ કુશળ કામદાર તરીકે કેનેડામાં આવ્‍યા હોવા છતા તેમને ઉચ્‍ચ હોદાઓ ઉપર નિમણુંક અપાતી નથી.

      તાજેતરમાં રોયલ બેંક દ્વારા અપાયેલી નિમણુંકો સામે વિરોધ દર્શાવી સ્‍થાનિક પ્રજાજનોએ ઉપરોક્‍ત બેંક સાથેનો નાણાંકીય વહીવટ બંધ કરી દેવા સુધીની ચીમકી આપી હોવાનું જાણવા મળે છે. જયારે બેંકને સ્‍થાનિક કર્મચારીઓને ચૂકવવા પડતા વેતન કરતા ઓછી રકમ ચૂકવવાથી કુશળ વિદેશી કામદારો મળી રહે છે.

       

 (12:31 am IST)
[social_media]
 
 
[all_news_right_side]