NRI Samachar

News of Thursday, 9th May, 2013

કેનેડાની ૩૫ મિલીયન જેટલી વસતિમાં હિન્‍દુઓ માત્ર ૧.૫ ટકાઃ શીખો ૧.૪ ટકાઃ જયારે મુસ્‍લિમો ૩.૫ ટકાઃ ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન કેનેડામાં સ્‍થાયી થનાર વિદેશીઓ પૈકી મુસ્‍લિમોની સંખ્‍યામાં જોવા મળેલો જબ્‍બર વધારોઃ નેશનલ હાઉસ હોલ્‍ડ સર્વે દ્વારા ૨૦૧૧ ની સાલમાં કરાયેલા સર્વેની વિગતો

      ટોરોન્‍ટોઃ કેનેડામાં નેશનલ હાઉસ હોલ્‍ડ સર્વે દ્વારા જાણવા મળતી વિગતો મુજબ ૨૦૧૧ની સાલમાં કેનેડાની કુલ વસતિ ૩૫ મિલીયન હતી. જેમાં ૧.૫ ટકા જેટલા હિન્‍દુઓ, ૧.૪ ટકા જેટલા શીખો, તથા ૩.૫ ટકા જેટલા મુસ્‍લિમોનો સમાવેશ થતો હતો.

      ૨૦૦૧ થી ૨૦૧૧ ની સાલ દરમિયાન કેનેડામાં સ્‍થાયી થવા માટે આવેલા વિદેશીઓ પૈકી ત્રીજી ભાગના એટલે કે ૩૩ ટકા જેટલા લોકો હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ, તથા બૌધ્‍ધ ધર્મીઓ હતા.

      સર્વેમાં જાણવા મળ્‍યા મુજબ બધા જુદા જુદા ધર્મો અથવા તો કોઇપણ ધર્મના અનુયાયી ન હોય તેવા તમામ પ્રજાજનો પૈકી મુસ્‍લિમ ધર્મીઓની સંખ્‍યામાં સૌથી જબ્‍બર વધારો થયો છે.

      છેલ્લા દસકા દરમિયાન આવેલા વિદેશીઓમાં ૧૭.૪ ટકા જેટલા મુસ્‍લિમો હતા જયારે હિંદુઓની સંખ્‍યા ૬.૬ ટકા, શીખો ૪.૮ ટકા તથા બૌધ ધર્મીઓ ૨.૮ ટકા તેમજ જેવિસ ૦.૯ ટકા હતા. જયારે ખ્રિસ્‍તીઓ ૪૭.૫ ટકા જેટલા હતા.

 (12:11 am IST)
[social_media]
 
[all_news_right_side]