NRI Samachar

News of Thursday, 9th May, 2013

કેલિફોર્નિયામાં મૃત હાલતમાં મળી આવેલા ભારતીય મૂળના ધનપતિ સ્‍વ.રવિશ કુમરાના બંને સંતાનોના નિભાવ ખર્ચ માટે માસિક ૩૬૦૦ ડોલર મંજુર કરતી સાન્‍તા કલારા કાઉન્‍ટી કોર્ટઃ એક જ છત નીચે રહેતા પતિ-પત્‍ની વચ્‍ચે અણબનાવ હતોઃ પત્‍ની કૈના દ્વારા થઇ રહેલા બાળકોના ઉછેર માટે મંજુર કરાતી રકમ

      ૩૦ નવેં ૨૦૧૨ના રોજ કેલિફોર્નિયાના મોન્‍ટે સેરેનો ખાતેના ચુસ્‍ત બંદોબસ્‍ત ધરાવતા વિશાળ નિવાસ સ્‍થાનમાં મૃત્‍યુ પામેલી હાલતમાં મળી આવેલા ભારતીય મૂળના ધનપતિ રવિશ કુમરાના પત્‍ની કૈલા ગોગીન્‍સને તેમના બંને બાળકોની દેખભાળ તથા ઉછેર માટે બાળક દીઠ ૧૮૦૦ લેખે ૩૬૦૦ ડોલર દર મહિને આપવાનો હુકમ સાન્‍તા કલારા કાઉન્‍ટી સુપીરીયર કોર્ટ જજએ હુકમ કર્યો છે.

      રહસ્‍યમય સંજોગોમાં જેમની હત્‍યા થઇ છે તે સ્‍વ રવિશની હત્‍યાના આરોપસર અત્‍યાર સુધીમાં ૩ પુરૂષ તથા ૨ મહિલા આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. કુમરાના પત્‍ની પણ ઘાયલ થયેલ હાલતમાં મળી આવ્‍યા હતા. જેમને હોસ્‍પિટલમાં સારવાર અપાઇ હતી.

      જે કે માહિતગાર વર્તુળોએ જણાવ્‍યા મુજબ બંને પતિ પત્‍નિના જીવનમાં ઘર્ષણ હોવાથી તેઓ એક જ મકાનમાં રહેતા હોવા છતા અલગ હતા.     

 (12:12 am IST)
[social_media]
 
[all_news_right_side]