NRI Samachar

News of Thursday, 9th May, 2013

USના ગ્રેટર હ્યુસ્‍ટનમાં આવેલા ૧૮ જેટલા હિન્‍દુ મંદિરોના ૧,૦૦,૦૦૦ જેટલા અનુયાયીઓ એક છત્ર હેઠળ સંગઠિત થયાઃ એડવાઇઝર્સ બોર્ડની રચનાઃ આર્યસમાજ, ચિન્‍મય મિશન,હરે રામ હરે ક્રિશ્ના, હિન્‍દુ સ્‍વયંસેવક સંઘ તથા ઇન્‍ડિયા હાઉસ સહિતના પ્રતિનિધિઓ બોર્ડ ઓફ એડવાઇઝર્સમાં સમાવિષ્ટઃ સંગઠિત બની હિંદુઓના હિતોની રક્ષા કરાશેઃ સાથે મળી ઉત્‍સવો ઉજવશે

USના ગ્રેટર હ્યુસ્‍ટનમાં આવેલા ૧૮ જેટલા હિન્‍દુ મંદિરોના ૧,૦૦,૦૦૦ જેટલા અનુયાયીઓ એક છત્ર હેઠળ સંગઠિત થયાઃ એડવાઇઝર્સ બોર્ડની રચનાઃ આર્યસમાજ, ચિન્‍મય મિશન,હરે રામ હરે ક્રિશ્ના, હિન્‍દુ સ્‍વયંસેવક સંઘ તથા ઇન્‍ડિયા હાઉસ સહિતના પ્રતિનિધિઓ બોર્ડ ઓફ એડવાઇઝર્સમાં સમાવિષ્ટઃ સંગઠિત બની હિંદુઓના હિતોની રક્ષા કરાશેઃ સાથે મળી ઉત્‍સવો ઉજવશે

      

      હ્યુસ્‍ટનઃ ટેકસાસઃ યુ.એસ. અમેરિકાના ગ્રેટર હ્યુસ્‍ટન વિસ્‍તારમાં વસતા હિંન્‍દુઓના હિતોની રક્ષા માટે તાજેતરમાં એપ્રિલ માસમાં ચિન્‍મય મિશનમાં સૌપ્રથમવાર મીટીંગ મળી ગઇ.

      મીટીંગમાં બોર્ડના ચેરમેન શ્રી દેવ મહાજનએ હિંદુઓના જુદા જુદા ૬૦ જેટલા સમુહોના પ્રતિનિધિઓને આવકાર્યા હતા. તથા તમામ હિન્‍દુ સમુહોના પ્રતિનિધિઓ એક છત્ર હેઠળ કામ કરી હિન્‍દુઓના હિતો માટે કામ કરે તેવો અનુરોધ કર્યો હતો. જેના સમર્થનરૂપે આવેલા જુદા જુદા મંદિરોમાંથી આવેલા પ્રતિનિધિઓએ પુષ્‍પ ગુચ્‍છ અર્પણ કરી કટિબધ્‍ધતા વ્‍યક્‍ત કરી હતી.

      તમામ હિંદુ સમુહોનું પ્રતિનિધિઓ ધરાવતા ઉપરોક્‍ત સંગઠન દ્વારા હયુસ્‍ટન વિસ્‍તારમાં હિંદુઓની સંસ્‍કૃતિ તહેવારો, યુવા સંગઠન વિગેરે કાર્યક્રમો સાથે મળીને ઉજવાનું તથા હિન્‍દુઓના પ્રશ્નોનો નિકાલ પણ સંગઠિત રીતે કરવાનું નક્કી કર્યુ હતું

      મીટીંગમાં બોર્ડ ઓફ એડવાઇઝર્સના સભ્‍યો તરીકે શ્રી દેવ મહાજન (આર્ય સમાજ ગ્રેટર હયુસ્‍ટન) શ્રી ગૌરાંગ નાણાંવટી, (ચિન્‍મય મિશન) શ્રી રમેશ ભુટાડા (હિંદુ સ્‍વયંસેવક સંઘ) શ્રી પ્રભાત સી.શર્મા (હિન્‍દુ વર્શીય સોસાયટી) શ્રી જુગલ માલાણી (ઇન્‍ડિયા હાઉસ) ડો. હંસા મેડલે (હરે ક્રિશ્ના ટેમ્‍પલ) તથા ડો. વેણુગોપાલ મેનન (શ્રી મિનાક્ષી ટેમ્‍પલ)નો સમાવેશ થતો હતો.

      નવનિયુક્‍ત બોર્ડ દ્વારા ગ્રેટર હયુસ્‍ટનમાં ૧૮ જેટલા હિંદુ મંદિરોના ૧ લાખ જેટલા હિંદુ અનુયાયીઓ એક છત્ર નીચે એકત્રિત થઇ સંગઠિત બની, હિન્‍દુઓના હિતો માટેનો અવાજ બુલંદ બનાવે તેવું નક્કી કરાયુ હતું. તેમજ દરેક હિન્‍દુ સમુદાયોનો યુવા સમુહ સ્‍વામી વિવેકાનંદજીનું ૧૫૦ મી જન્‍મજયંતિ વર્ષ ઉજવે તેમ નક્કી કરાયુ હતું.

       

 (12:13 am IST)
[social_media]
 
 
[all_news_right_side]