NRI Samachar

News of Thursday, 9th May, 2013

સાઉથ આફ્રિકામાં વંશીય ભેદભાવનો ભોગ બનતા ભારતીય મૂળના મેયરઃ લાયસન્‍સ રીન્‍યુ કરાવવા માટે રોડ ટ્રાન્‍સપોર્ટ ઓફિસમાં ગયેલા ન્‍યુકાસ્‍ટલના મેયરશ્રી અફઝલ રેહમાનને ભારત પરત જતા રહેવાનું સુણાવી દેતા અધિકારીઃ મેયર દ્વારા પોલીસ ફરિયાદઃ હાઇકોર્ટના દ્વારા ખખડાવવા સુધીની તૈયારી

      ડરબનઃ આફ્રિકામાં ન્‍યુ કાસ્‍ટલના ભારતીય મૂળના મેયરશ્રી અફઝલ રહેમાનને રોડ ટ્રાન્‍સપોર્ટ ઇન્‍સ્‍પેકટોરેટ (RTI)ના એક અધિકારીના મુખેથી વંશીય ભેદ ભાવ સાથેના શબ્‍દો સાંભળી હડહડતુ અપમાન થવાનો અનુભવ થયો છે. જાહેર ક્ષેત્રના જવાબદાર અધિકારી દ્વારા ખુદ મેયર સાથે વંશીય ભેદભાવ રાખવામાં આવે તો સામાન્‍ય પ્રજાજનની શી હાલત થતી હશે તેવું વિચારી મેયરશ્રી અફઝલએ RTI અધિકારી સામે લોકલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ ઇકવાલીટી કોર્ટ અને હયુમન રાઉટસ કમિશન સમક્ષ પણ રજુઆત કરવાનું નક્કી કર્યુ છે. ઉપરાંત તેઓ હાઇકોર્ટના પણ દ્વારા ખખડાવશે તેવું જણાવ્‍યું હતું.

       બનાવની જાણવા મળતી વિગતો મુજબ ભારતીય મૂળના મેયરશ્રી અફઝલ પોતાનું લાયસન્‍સ રીન્‍યુ કરાવવા માટે રોડ ટ્રાન્‍સપોર્ટ ઓફિસમાં ગયા ત્‍યારે ત્‍યાના અધિકારીએ તેમને ‘ગુપ્‍તા ' કહી સંબોધ્‍યા હતા. કહીકતમાં તેઓ ગુપ્‍તા પરિવારને ત્‍યાં પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા તે સામે રોષ વ્‍યક્‍ત કરવા માટે અધિકારીએ તેમને ગુપ્‍તા કહી સંબોધ્‍યા હતા. એટલુંજ નહિ મેયરે વાંધો લેતા અધિકારીએ તેમને ભારત પરત જતા રહેવા સંભળાવી દીધુ હતું.

      અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુપ્‍તા પરિવારમાં ઉજવાયેલા લગ્ન પ્રસંગે અનેક વિવાદો સજર્યા છે.   

 (12:29 am IST)
[social_media]
 
[all_news_right_side]