NRI Samachar

News of Monday, 20th May, 2013

US સ્‍ટેટ, ડીસ્‍ટ્રીક્‍ટ ઓફ કોલમ્‍બીઆ તથા ઈન્‍ટરનેશનલ વોલન્‍ટીયર્સનું બહુમાન કરવા માટે વોશીંગ્‍ટનમાં યોજાઇ ગયેલો એવોર્ડ વિતરણ સંમારભઃ ભારતના ૨ વોલન્‍ટીયર્સ સુશ્રી શુભિ અરોરા તથા શ્રી ઉદય સિંઘનો સમાવેશઃ પ્રુડેન્‍શીયલ ફાઇનાન્‍શીયલના CEOશ્રી જોહન સ્‍ટ્રેન્‍ગફેલ્‍ડના હસ્‍તે ટ્રોફી અર્પણ

            તાજેતરમાં યુ.એસ.ના  વોશીંગ્‍ટનમાં આવેલા સ્‍મિથ સોનીઆ નેશનલ મ્‍યુઝીયમમાં પ મે ૨૦૧૩ના રોજ યુ.એસ. સ્‍ટેટ, ડિસ્‍ટ્રીકટ ઓફ કોલમ્‍બીઆ તથા ઈન્‍ટરનેશનલ વોલન્‍ટીયર્સનું બહુમાન કરવા માટેનો  ૧૮મો  વાર્ષિક  ‘‘પ્રુડેન્‍શીયલ સ્‍પિરિટ ઓફ કોમ્‍યુનિટી  એવોર્ડસ'' વિતરણ સમારંભ યોજાઇ ગયો. જેમાં ભારતના ૨ યુવા વોલન્‍ટીયર ૧૬ વર્ષીય સુશ્રી શુભિ અરોરા તથા ૧૭ વર્ષીય ઉદયસિંઘને  એવોર્ડ અર્પણ કરી બંનેનું સન્‍માન કરાયુ હતું.

            પ્રુડેન્‍શીયલ ફાઇનાન્‍શીયલના  સી.ઇ.ઓ. શ્રી જોહન સ્‍ટ્રેન્‍ગફેલ્‍ડના હસ્‍તે ટ્રોફી  અર્પણ કરાઇ હતી. એક્‍ટર કેવીન સ્‍પેસે અને ઓલમ્‍પીક ગોલ્‍ડ મેડાલીસ્‍ટ એલીસોન ફેલીકસ દ્વારા અભિનંદન પાઠવાયા હતા.

            ન્‍યુ દિલ્‍હીના  જનકપુરીમાં આવેલી સેંટ માકર્સ સિનીયર સેકન્‍ડરી સ્‍કુલની વિદ્યાર્થીની  શુભીને તમાકુ વિરૂધ્‍ધ ઝુંબેશ ચલાવવા માટે તથા ગુરગાવમાં આવેલી શ્રી રામ સ્‍કુલના વિદ્યાર્થી ઉદય સિંઘને લડાખમાં વિદ્યાર્થીઓને  અક્ષરજ્ઞાન તથા શિક્ષણ આપવાની ઝુંબેશ ચલાવવા માટે સન્‍માનિત કરાયા હતા.

 (12:02 am IST)
[social_media]
 
[all_news_right_side]