NRI Samachar

News of Tuesday, 21st May, 2013

USની લોયોલા મેરી માઉન્‍ટ યુનિવર્સિટીમાં ૧૫ તથા ૧૬ જુન ૨૦૧૩ દરમિયાન ‘‘વેદાન્‍તા એન્‍ડ વેદાન્‍તીક ફિલોસોફી'' વિષયક દ્વિદિવસીય કોન્‍ફરન્‍સઃ સાંખ્‍યયોગ, તંત્ર, ભકિત, સંસ્‍કૃતિઓનું આદાન પ્રદાન સહિતના વિષયો ઉપર વિદ્વાનોના પ્રવચનોઃ ભારતના સાંસદ શ્રી કરણ સિંઘને ‘‘દોશી બ્રિજ બિલ્‍ડર એવોર્ડ''થી સન્‍માનિત કરાશે

      લોસ એન્‍જલસઃ ભારતના સાંસદ તથા પૂર્વ કેન્‍દ્રીય મિનીસ્‍ટર, તેમજ યુ.એસ.ના પૂર્વ ભારતીય રાજદૂત ઉપરાંત જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ ગવર્નર શ્રી કરણસિંઘને ‘‘દોશી બ્રિજ બિલ્‍ડર એવોર્ડ''થી સન્‍માનિત કરાશે.

      યુ.એસ.માં લોયોલા  મેરી માઉન્‍ટ યુનિવર્સિટીમાં ૧૫ થી ૧૬ જુન ૨૦૧૩ દરમિયાન યોજાનાર દ્વિદિવસીય ‘‘વેદાન્‍તા એન્‍ડ વેદાન્‍તીક ફિલોસોફી'' કોન્‍ફરન્‍સમાં શ્રી કરણ સિંઘને એવોર્ડ આપી તેમનું બહુમાન કરાશે.

      શ્રી સિંઘ દ્વારા પશુઓને રક્ષણ આપવા માટે ઉઠાવાયેલી જહેમત તથા આંતરરાષ્‍ટ્રિય ક્ષેત્રે તમામ ધર્મો વચ્‍ચે સુમેળ સાધવા માટે કરાયેલા પ્રવાસોને ધ્‍યાને લઇ ઉપરોક્‍ત એવોર્ડ આપવાનું નક્કી કરાયુ છે. તેવુ પ્રોફેસર  ક્રિસ્‍ટોફર કિ ચેપ્‍પલએ જણાવ્‍યુ હતું.

      અગાઉના વર્ષોમાં વેદાન્‍તા એવોર્ડથી સન્‍માનિત થઇ ચૂકેલા મહાનુભાવોમાં શ્રી દીપક ચોપરા, શ્રિ ઝુબીન મહેતા સહિતનાઓનો સમાવેશ થાય છે. જે અંતર્ગત દર વર્ષે ૧૦૦૦૦ ડોલર સ્‍ટાઇફન્‍ડ પેટે ચૂકવવામાં આવે છે.

      વેદાન્‍તા આયોજીત દ્વિદિવસીય કોન્‍ફરન્‍સમાં સાંખ્‍ય યોગ, તંત્ર, ભકિત, ઉપરાંત  વિશ્વક્ષેત્રે સંસ્‍કૃતિઓના આદાન પ્રદાન વિષયક વિદ્યાનોના પ્રવચનો થશે.

 (11:49 pm IST)
[social_media]
 
[all_news_right_side]