NRI Samachar

News of Tuesday, 21st May, 2013

USમાં યોજાઇ ગયેલી ‘‘૨૦૧૩ ડયુપોન્‍ટ ચેલેન્‍જ સાયન્‍સ એસ્‍સે કોમ્‍પીટીશન''માં પ્રથમ રનર્સ તરીકે વિજેતા થઇ ભારતનું ગૌરવ વધારતો ટેકસાસ સ્‍થિત વિદ્યાર્થી ગૌરવ ગર્ગઃ છેલ્લા ૨૭ વર્ષથી ભાવિ પેઢીને સાયન્‍સ તથા એન્‍જીનીયરીંગ ક્ષેત્રે પ્રોત્‍સાહિત કરતી સ્‍પર્ધામાં હજારો વિદ્યાર્થીઓ વચ્‍ચેની હરિફાઇમાં ઝળકી ઉઠતો ગૌરવ

      યુ.એસ.: યુ.અસ.માં ટેક્‍સાસના કેટીમાં  આવેલા બેકેનડોર્ફ જુનીયર હાઇસ્‍કુલમાં અભ્‍યાસ કરતો ભારતીય મૂળનો વિદ્યાર્થી ગૌરવ ગર્ગ ‘‘૨૦૧૩ ડયુપોન્‍ટ ચેલેન્‍જ સાયન્‍સ એસ્‍સે કોમ્‍પીટીશન''માં પ્રથમ રનર્સઅપ તરીકે વિજેતા થયો છે. છેલ્લા ૨૭ વર્ષથી ચલાવતી  કોમ્‍પીટીશનનો હેતુ નવી પેઢીને  સાયન્‍સ તથા એન્‍જીનીયરીંગ ક્ષેત્રે  પ્રોત્‍સાહિત કરી નવી શોધખોળના દ્વાર ખોલવાનો છે. આ સ્‍પર્ધાનો હજારો વિદ્યાર્થીઓ ભાગ લે છે.  જેમાં પ્રથમ રનર્સ અપ તરીકે વિજેતા બનનાર ગૌરવએ ‘‘આઇ વીશ માય ડેડ ગોટ એ ટટુ'' વિષય ઉપર નિબંધ લખ્‍યો હતો.

 (11:51 pm IST)
[social_media]
 
[all_news_right_side]