NRI Samachar

News of Tuesday, 21st May, 2013

સિંગાપોરમાં રિસામણે બેઠેલી ભારતીય મુળની ૩૨ વર્ષીય મહિલા શિવાનીને મારઝુડ કરવાના આરોપસર પતિ જ્‍યોર્જ રાજને ૯ માસની જેલસજા તથા ૨૦૦૦ ડોલરનો દંડઃ ગાળાગાળી, મારામારી, હુમલો, બળજબરી સહિતના આરોપોને ધ્‍યાને લઇ ચૂકાદો ફરમાવતા જજશ્રી લિજા ત્‍સે

       સિંગાપોરઃ સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળના બેરોજગાર ૪૨ વર્ષીય યુવાનને પત્‍ની ઉપર હુમલો કરી માર મારવાના, તથા બળજબરી કરવાના આરોપસર ૯માસની જેલસજા  ફરમાવાઇ હોવાનું જાણવા મળે છે.

      ભારતીય મૂળની ૩૨ વર્ષીય મહિલા શિવાની પ્રિયદર્શિની દિનેશકુમાર વેલાયપ્‍પનને  તેનો પતિ અવારનવાર મારઝુડ કરી ત્રાસ આપતો હોવાથી તે પોતાની માતા સાથે સુબર્બન હાઉસીંગ એસ્‍ટેટમાં રહેવા ચાલી ગઇ હતી. તથા કોર્ટ મારફત ૨૦૧૧ની સાલમાં રક્ષણ પણ માંગ્‍યુ હતું.

      પરંતુ ડિસે.૨૦૧૨માં તેના પતિ ૪૨ વર્ષીય એસ.આઇ.જ્‍યોર્જ રાજએ અચાનક તેની પત્‍ની પાસે જઇ ગાળાગાળી કરી છરી કાઢી મોઢા તથા ગરદન ઉપર કાપા પાડી દેવાની કોશિષ કરી હતી. ઉપરાંત પંખા અને બોટલ જેવા સાધનો વડે માર મારવાનું શરૂ કરી દઇ બળજબરી કરવાની કોશિષ કરી હતી.

      પત્‍ની શિવાનીએ પતિ ઉપર કોર્ટના હુકમનો અનાદર કરવાનો તથા પોતાના ઉપર હુમલા કરી માર મારવાનો, ગાળા ગાળી કરવાનો તથા બળજબરી કરવાનો આરોપ મૂક્‍તા કોર્ટએ પતિ રાજને ૯ માસની જેલસજા ફરમાવી હતી. તથા ૨૦૦૦ સિંગાપોર ડોલર ચૂકવવાનો હુકમ કર્યો  હતો.

 (12:14 am IST)
[social_media]
 
[all_news_right_side]