NRI Samachar

News of Tuesday, 21st May, 2013

ઘેર બેઠા વીઝા અરજી કરી શકાય તેવુ ઉપકરણ શોધાયુઃઅરજીની સાથે જરૂરી ફી મોકલી શકાશેઃ પહોંચ મેળવી વધતી રકમ પરત મેળવી શકાશેઃ ૩૬૦ ડીગ્રી સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ ઉપરાંત ડીજીટલ સિગ્નેચર તથા ટચ મેનુ સ્‍ક્રીનની સુવીધા સાથેનું ઉપકરણ ATMની માફક ઉપયોગમાં લઇ શકાશેઃ દુતવાસ કચેરી સુધી જવાનો ધક્કો બચાવી શકાશેઃ VFSગ્‍લોબલ દ્વારા પ્રાયોગીક ધોરણે મુંબઇમાં શરૂ કરાયેલી સેવા

      ન્‍યુદિલ્‍હીઃ વીઝા મેળવવા  માટે રાજદુતવાસ  કચેરી સુધી  ધક્કો ન ખાવો પડે  અને ઘેરબેઠા અરજી મોકલાવાય જાય, જરૂરી ફી ચૂકવાય જાય, પહોંચ તથા બાકીની રકમ  પરત આવી જાય, ઉપરાંત કોઇની મદદ વિના જાતે કામ કરી શકાય તેવું એ.ટીએમ. જેવું ઉપકરણ VFS ગ્‍લોબલ દ્વારા તૈયાર કરાયુ હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

      ‘‘વીકી''નામથી ઓળખાનારૂ ઉપકરણ ૩૬૦ ડીગ્રી સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ હશે. જેમાં ડીજીટલ સિગ્નેચર, ઉપરાંત ટચ મેનુ સ્‍ક્રીન પણ હશે. જેનો પ્રાયોગીક ધોરણે મુંબઇમાં અમલ શરૂ કરી દેવાયો છે. તેવું CEO શ્રી ઝુબીન કારકરીયાએ સમાચારસૂત્રોને જણાવ્‍યુ હતું. જે સેવા આગળ જતા દેશ તથા પરદેશ ક્ષેત્રે પણ વિસ્‍તરીત કરાશે.

      (ટાઇમ્‍સ ઓફ ઈન્‍ડીયામાંથી સાભાર

 (12:07 am IST)
[social_media]
 
 
[all_news_right_side]