NRI Samachar

News of Tuesday, 21st May, 2013

સાઉદી અરેબિયા સ્‍થિત ભારતીયો માટે નવી સમસ્‍યાનું નિર્માણઃ જુના પાસપોર્ટમાં બીજા પાને ફોટોઃ નવા પાસપોર્ટમાં ત્રીજા પાનેઃ સત્તાવાળાઓએ જુનો પાસપોર્ટ સુધારવાનું જણાવે છે જ્‍યારે દુતાવાસ કચેરી નવો પાસપોર્ટ માન્‍ય હોવાનું જણાવેઃ સાઉદી મિનીસ્‍ટ્રી ઓફ ફોરેન અફેર્સના નિર્ણયની જોવાતી રાહ

      દુબઇઃ  સાઉદી અરેબિયા સ્‍થિત ભારતીયો માટે નવી વિમાસણ ઉભી થઇ હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં અમલી બનાવાયેલા નિતાક્‍ત કાનૂન હેઠળ  ગેરકાયદે વીઝાધારકો માટે ૩ મહિનાનો  સમય અપાયો છે. જે દરમિયાન તેઓ વતન પરત ફરી શકશે અથવા કાયદેસર વીઝાધારક બની રોજી મેળવી શકશે.

      ભારતીયો માટે મુંઝવતી સમસ્‍યા મુજબ જુના પાસપોર્ટમાં બીજા પાને પાસપોર્ટ ધારકનો ફોટો છે. જ્‍યારે નવા પાસપોર્ટમાં ત્રીજા પાને છે. જેના અનુસંધાને  સત્તાવાળાઓ જુનો પાસપોર્ટ સુધારવાનું જણાવે છે. જ્‍યારે દુતાવાસ કચેરી નવો પાસપોર્ટ માન્‍ય રહેશે તેવું જણાવે છે.

      આખરી નિર્ણય સાઉદી મિનિીસ્‍ટ્રી ઓફ ફોરેન અફેર્સ દ્વારા લેવાશે તેવું જાણવા મળે છે.

       

 (12:07 am IST)
[social_media]
 
 
[all_news_right_side]