NRI Samachar

News of Tuesday, 21st May, 2013

દુબઇની પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા ભારતીય મૂળના લેકચરર ઉપર કરાયેલો બદનક્ષીનો દાવોઃ કોન્‍ટ્રાકટ પુરો થઇ ગયો ત્‍યાં સુધી નાણાં ન મળ્‍યા હોવાનું બ્‍લોગ ઉપર લખનાર લેકચરરની ધરપકડ

      દુબઇઃ દુબઇની પ્રાઇવેટ યુનિવર્સિટીના પૂર્વ કર્મચારી ભારતીય મૂળના એક લેકચરર ઉપર યુનિવર્સિટીએ બદનક્ષીનો દાવો કરતા દુબઇ ખાતે તેની ધરપકડ થઇ હોવાનું સ્‍થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

      એક વર્ષ પહેલા યુનિવર્સિટી સાથેનો કોન્‍ટ્રાકટ પુરો થઇ ગયા બાદ ભારત પરત ફરેલા લેકચરર બ્‍લોગ ઉપર યુનિવર્સિટી વિરૂધ્‍ધ  કોમેન્‍ટ કરતા લખ્‍યુ હતું કે કોન્‍ટ્રાકટ પૂર્ણ થઇ ગયા પછી પણ યુનિવર્સિટીએ તેને નાણાં ચૂકવ્‍યા નથી. તેમજ તેના અનુસંધાને તેણે ભારતથી એક વીડિયો પણ પોસ્‍ટ કર્યો હતો.

      દુબઇ પરત ફરતા વેંત યુનિવર્સિટીએ  લેકચરર ઉપર કરેલા બદનક્ષીના દાવા અનુસંધાને તેની ધરપકડ થઇ છે.

       

 (12:08 am IST)
[social_media]
 
 
[all_news_right_side]