NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

ગેરકાયદેસર વસાહતીઓને કાયમી વસવાટ કરવાનો તથા સીટીઝનનો હક્ક પ્રાપ્‍ત ન થાય તેવી જોગવાઇ વિનાના ઇમીગ્રેશન સુધારણા બીલ પર સહી કરીશ નહીં : પ્રમુખ ઓબામાનો રણટંકાર : હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યો નવેમ્‍બરની ચૂંટણી જનતાના આદેશને ધ્‍યાનમાં રાખી આગળ વધે : સેનેટના આઠ સભ્‍યોએ રજુ કરેલા ઇમીગ્રેશન સુધારણા બીલની જોગવાઇઓની કરેલી પ્રશંસા : સેનેટની કમીટીમાં આ બીલ અંગે ૯ મી મે થી ચર્ચા હાથ ધરાશે અને ત્‍યારબાદ મતદાન થશે

ગેરકાયદેસર વસાહતીઓને કાયમી વસવાટ કરવાનો તથા સીટીઝનનો હક્ક પ્રાપ્‍ત ન થાય તેવી જોગવાઇ વિનાના ઇમીગ્રેશન સુધારણા બીલ પર સહી કરીશ નહીં : પ્રમુખ ઓબામાનો રણટંકાર : હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યો નવેમ્‍બરની ચૂંટણી જનતાના આદેશને ધ્‍યાનમાં રાખી આગળ વધે : સેનેટના આઠ સભ્‍યોએ રજુ કરેલા   ઇમીગ્રેશન સુધારણા બીલની જોગવાઇઓની કરેલી પ્રશંસા : સેનેટની કમીટીમાં  આ બીલ અંગે ૯ મી મે થી ચર્ચા હાથ ધરાશે અને ત્‍યારબાદ મતદાન થશે

      

            (અમારા પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા) : બાર્ટલેટ (શિકાગો) : અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા તાજેતરમાં મેકસીકોના બે દિવસના પ્રવાસે ગયા હતા. તે પ્રસંગે ત્‍યાંની નેશનલ ટી.વી. ચેનલ યુનીવીઝનના પ્રતિનિધિને આપેલ એક મુલાકાતમાં સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે અમેરિકામાં આશરે ૧૧ મીલીયન લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને તે તમામ લોકોને અમેરીકામાં વસવાટ કરવાનો કાયમી હક પ્રાપ્‍ત થાય અને ત્‍યારબાદ તે સર્વેને અમેરિકન નાગરિકત્‍વ પ્રાપ્‍ત થાય તેવા અમારા પ્રયાસો છે સેનેટના આઠ સભ્‍યો જેમાં ચાર ડેમોક્રેટીક પાર્ટીના અને ચાર રીપબ્‍લીકન પાર્ટીના અગ્રગણીય રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે તેમણે તાજેતરમાં ઇમીગ્રેશન સુધારણા બીલ સેનેટમાં રજુ કરેલ છે અને તેમાં દીધે દ્રષ્ટિ વાપરીને અમેરિકન પ્રજાએ ચૂંટણી દરમ્‍યાન જે આદેશ આપેલ. તેને ધ્‍યાનમાં લઇ તેવી જોગવાઇઓના આ બીલમાં સમાવેશ કરેલ છે આથી આ આઠે સેનેટરો ખરેખર  અભિનંદનને પાત્ર છે અને મને આશા છે કે આઠ સેનેટરોએ જે રીતે સંયુકત ભાવનાથી ઇમીગ્રેશન સુધારણા બીલ રજુ કરેલ છે. તે મુજબ આઠ હાઉસના પ્રતિનિધિઓ પણ પડદા પાછળ ઘણા લાંબા સમયથી તેવું બીલ તૈયાર કરી રહ્યા છે. અને હવે આપણે નજીકના ભવિષ્‍યમાં તેઓ દ્વારા હાઉસમાં ચર્ચા માટે સંયુકત રીતે એક સુધારણા બીલ રજૂ થયેલુ જોઇશું. મને આશા છે કે હાઉસના પ્રતિનિધિઓ પણ સમયના એંધાણ સમજી તે મુજબનું સુધારણા બીલ રજુ કરશે એવી મને આશા છે.

             અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ યુનીવીઝન નેશનલ ટી.વી. ચેનલના પ્રતિનિધિને આપેલ મુલાકાતમાં જણાવ્‍યું હતું કે સેનેટના પ્રતિનિધિઓએ કાયમી હક્ક તથા ત્‍યારબાદ સીટીઝન થવાનો જે લાભ મળશે તેવી જોગવાઇ બીલમાં કરેલ છે તેવી જોગવાઇ હાઉસના પ્રતિનિધિઓ દ્વારા તૈયાર થઇ રહેલા બીલમાં પણ કરવામાં આવશે અને જો આવી શરતો વિનાનું બીલ તેઓ દ્વારા પસાર કરવામાં આવશે તો હું તે બીલ પર કોઇપણ સંજોગોમાં સહી કરી કાયદાનું સ્‍વરૂપ આપીશ નહીં. એવો રણટંકાર તેમણે વિશેષમાં કર્યો હતો.

            આ પ્રસંગે તેમણે ઇમીગ્રેશનની જોગવાઇઓ અંગે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે અમેરીકામાં જે મેકસીકન લોકો વસવાટ કરે છે તેઓને આ નવા ઇમીગ્રેશન સુધારણા બીલથી અનેક ગણો ફાયદો થનાર છે તેમણે એવી પણ આશા વ્‍યકત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં કોંગ્રેસના સભ્‍યો ઇમીગ્‌ગ્રેશન સુધારણા બીલ પોતાના ટેબલ પર સહી કરવા માટે મુકશે. આ બીલ અંગે રીપબ્‍લીકન પાર્ટીના સેનેટર માર્કો રૂબીઓ અમેરિકાની સરહદો પર ચાંપતા બંદોબસ્‍ત અંગે રજૂઆત કરી રહ્યા છે અને તેવી જોગવાઇઓ વીના આ બીલને કદાચ હાઉસમાં હારનો સામનો પણ કરવાનો સમય આવે તો નવાઇની વાત નથી. સેનેટર માર્કો રૂબીઓએ સરહદ પર યોગ્‍ય સખતાઇ રાખવા રજુઆત કરેલ છે કે જેથી પડોશી દેશોમાંથી કોઇપણ વ્‍યકિત ગેરકાયદેસર રીતે અમેરીકામાં પ્રવેશ મેળવી ન શકે અને જો આવો પ્રબંધ અથવા જોગવાઇ કરવામાં આવે તો તે હાઉસના રૂઢિચુસ્‍ત સભ્‍યોનો નવા ઇમીગ્રેશન સુધારણા બીલને જરૂરી ટેકો મળી રહેશે અને તે સહેલાઇથી પસાર થઇ શકે.

            પ્રમુખ ઓબામાને ટીવી ચેનલના પ્રતિનિધિને આપેલ મુલાકાતમાં વધારામાં જણાવ્‍યું હતું કે બીલમાં સુધારા વધારાને આવશ્‍યકતા છે અને તેવા સુધારાને આપણે આવકાર પણ આપવો જોઇએ  પરંતુ આવા સુધારા દ્વારા જો બીલનું હાર્દ સંપૂર્ણ પણે બદલાઇ જતુ઼ હોય તો તેવા સુધારાઓને આ સમયે લેશમાત્ર અવકાશને સ્‍થાન નથી. ડેમોક્રેટીક પાર્ટીના રાજકીય નેતાઓ તથા ઇમીગ્રેશન બીલ અંગે સુધારવાદી વલણ ધરાવતા આગેવાનો એવું માની રહ્યા છે કે બીલ વધુ પડતી સખતાઇ રાખવામાં આવશે તો કદાચ હાઉસ અને સેનેટમાં જોઇએ તેમણે સભ્‍યોને સહકાર પ્રાપ્‍ત ન પણ થઇ શકે પરંતુ આપણે સાવચેતી ભર્યા માર્ગે પ્રમાણ કરી બીલ કઇ રીતે પસાર થઇ શકે તે દિશામાં જરૂરી વિચાર કરવાનો રહેશે.

            ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે તેમણે જણાવ્‍યું હતું કે હાઉસના પ્રતિનિધિઓ કાયમી હક અને સીટીઝનશીપ પ્રાપ્‍ત થાય તેવી જોગવાઇઓ સહીતનું બીલ પસાર કરશે પછી ભલેને હાઉસના રૂઢી ચુસ્‍ત વલણ ધરાવતા સભ્‍યો આ સમગ્ર પ્રક્રિયાને ક્ષમા આપી હોય તેમ ગણના હોય, આપણી ઇચ્‍છ મુજબની જો જોગવાઇઓનો આ બીલનો સમાવેશ કરવામાં આવશે તો તે સર્વે માટે લાભકારક અને ફાયદા રૂપ બની રહેશે. આ કરવું઼ એ સાચી દિશાનું પગલું છે એવું તેમણે ટી.વી. ચેનલને આપેલા ઇન્‍ટરવ્‍યુમાં અંતમાં જણાવ્‍યું હતું.

            સેનેટની જયુડીસરી કમીટીમાં આ ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે જરૂરી રજુઆતો પણ થઇ ગઇ છે અને તે સતત ત્રણ દિવસો સુધી ચાલુ હતી. મે મહિનાની ૭ મી તારીખ સુધીમાં જે આ બીલ અંગે સુધારાઓ રજૂ કરવા હોય તો તે કરી શકશે અને મે માસની ૯મી તારીખથી જયુડીસરી કમીટીમાં આ બીલ પર સુધારા વધારાની રજૂઆત બાદ તે અંગે મતદાન હાથ ધરવામાં આવશે.

            સેનેટરમાં જે પ્રમાણે આઠ સેનેટરો દ્વારા જે બીલ રજૂ કરવામાં આવેલ છે અને તે બીલ અંગે સેનેટની જયુડીસરી કમીટીમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવેલ છે તે મુજબ હાઉસના આઠ પ્રતિનિધિઓ પણ એક બીલ તૈયાર કરી રહ્યા છે. અને સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતા સમાચાર અનુાસર આ બીલ પણ તૈયારીના અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને હવે તે હાઉસના ફલોર પર રજૂ થશે અને ત્‍યારબાદ જયુડીસરી કમફટીના સભ્‍યો તેની સુનાવણી હાથ ધરશે. આ બીલમાં રજુ કરવામાં આવેલી કઇ જોગવાઇઓ પર સુનાવણી હાથ ધરવામાં આવશે તે નક્કી નથી પરંતુ આ અંગેના સમાચારો અગાઉ અમો વાંચક વર્ગ માટે પ્રસારિત કરી ચુકયા છીએ.

            સેનેટની જયુડીસરી કમીટીમાં નવમી માર્ચે જયારે રજુઆતો અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે અને જોગવાઇઓ પર સુધારા વધારા બાદ જે પ્રક્રિયા પસાર કરવામાં આવશે તેની સંપૂર્ણ વિગતો અમો અમારા વાંચક વર્ગ માો અંગે પ્રસિધ્‍ધ કરીશું તેની સૌ ખાત્રી રાખો.

            આગામી ર૦૧૪ના વર્ષથી ધ અફોર્ડેબલ કેર એકટનો અમલ શરૂ થનાર છે અને તે અંગેની સંપૂર્ણ માહિતી અમો અમારા વાંચક વર્ગ માટે અત્રે પ્રસિધ્‍ધ કરનાર છીએ. આ નવા કાયદાની અસર દરેક લોકોન કયા અને કઇ રીતે થઇ શકે તેની છણાવટ કરવામાં આવશે અને તે કાયદાઓ દ્વારા જે ફેરફારો થનાર છે તેની સંપૂર્ણ વિગતો રજુ કરવામાં આવશે.

      
 (01:38 am IST)
[social_media]
 
 
[all_news_right_side]