NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

જર્સીસીટી મેયર તરીકે ચૂંટાઇ આવતા શ્રી સ્‍ટીવન ફુલોપઃ નવનિયુક્‍ત મેયરને અભિનંદન આપી શુભેચ્‍છા પાઠવતા N.A.J.C ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રેસિડન્‍ટ શ્રી ભાવેશ દવે

જર્સીસીટી મેયર તરીકે ચૂંટાઇ આવતા શ્રી સ્‍ટીવન ફુલોપઃ નવનિયુક્‍ત મેયરને અભિનંદન આપી શુભેચ્‍છા પાઠવતા N.A.J.C  ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રેસિડન્‍ટ શ્રી ભાવેશ દવે

      

      

            દિપ્તીબેન જાની દ્વારાઃ ન્‍યુજર્સીઃ જર્સીસીટી મેયર તરીકે ડાઉન ટાઉન કાઉન્‍સીલમેન શ્રી સ્‍ટીવન ફુલોપ ચૂંટાઇ આવ્‍યા છે. તેમણે તેમના મુખ્‍ય હરીફ મેયર શ્રી જેરામીઆહ હેલીને પરાજીત કર્યા છે.

            જર્સીસીટીના રાજકારણને ચોકખુ કરી દેવાનો મતદારોને કોલ આપનાર શ્રી સ્‍ટીવનને પર ટકા મતો મળ્‍યા છે. જયારે તેમના મુખ્‍ય હરીફ શ્રી હેલીને ૩૮ ટકા તેમજ ત્રીજી ઉમેદવાર શ્રી જેરી વોકરને ૮ ટકા અને ચોથા ક્રમે આવનાર શ્રી અબ્‍દુલ મલીકને ૧ ટકો મતો મળ્‍યા છે.

            ૩૬ વર્ષીય શ્રી ફુલોપએ પોતાને મેયર તરીકે ચૂંટી કાઢવા બદલ સૌનો આભાર માન્‍યો હતો. તેમજ માત્ર પોતાના સમર્થકો માટે જ નહીં પરંતુ વિરોધીઓ ઉપરાંત સીટીના સમગ્ર નાગરિકો પ્રત્‍યે ફરજ બજાવવાનો કોલ આપ્‍યો હતો.

            નવનિયુક્‍ત મેયરશ્રી સ્‍ટીવન ફુલોયને NAJC ચેમ્‍બર ઓફ કોમર્સ વતી પ્રેસિડન્‍ટ શ્રી ભાવેશ દવેએ અભિનંદન આપી શુભેચ્‍છાઓ પાઠવી છે.

      
 (01:39 am IST)
[social_media]
 
 
[all_news_right_side]