NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

ગુજરાતમાં આવેલા ‘‘મૃનિ સેવા આશ્રમ'' સંચાલિત ‘‘કૈલાસ કેન્‍સર હોસ્‍પિટલ એન્‍ડ રીસર્ચ સેન્‍ટર'' ના ચેરમેન શ્રી ડો. વિક્રમભાઇ પટેલ સાથે USA ના ન્‍યુજર્સીમાં યોજાઇ ગયેલો ‘‘મીટ એન્‍ડ ગ્રીટ'' કાર્યક્રમઃ USA માં આવેલા મુનિ સેવા ચેરિટેબલ ફાઉન્‍ડેશન દ્વારા ચલાવાઇ રહેલી વિવિધ સેવાકિય પ્રવૃતિઓનો જરૂરિયાતમંદ પરિવારોને મળી રહેલો લાભ

ગુજરાતમાં આવેલા ‘‘મૃનિ સેવા આશ્રમ'' સંચાલિત ‘‘કૈલાસ કેન્‍સર હોસ્‍પિટલ એન્‍ડ રીસર્ચ સેન્‍ટર'' ના ચેરમેન શ્રી ડો. વિક્રમભાઇ પટેલ સાથે USA ના ન્‍યુજર્સીમાં યોજાઇ ગયેલો ‘‘મીટ એન્‍ડ ગ્રીટ'' કાર્યક્રમઃ USA માં આવેલા મુનિ સેવા ચેરિટેબલ ફાઉન્‍ડેશન દ્વારા ચલાવાઇ રહેલી વિવિધ સેવાકિય પ્રવૃતિઓનો જરૂરિયાતમંદ પરિવારોને મળી રહેલો લાભ

      

      

            (દિપ્તીબેન જાની દ્વારા)ન્‍યુજર્સીઃ સ્‍વ.અનુબેન ઠક્કર સ્‍થાપિત ગુજરાતમાં વડોદરા પાસે આવેલા ગોરજમાં ‘‘મુનિ સેવા આશ્રમ'' સંચાલિત કૈલાસ કેન્‍સર હોસ્‍પિટલ એન્‍ડ રીસર્ચ સેન્‍ટર કાર્યરત છે. જેના ચેરમેન શ્રી ડો.વિક્રમભાઇ પટેલ સાથે મુલાકાત તથા ચર્ચાનો કાર્યક્રમ તાજેતરમાં ૧૮ મે ૨૦૧૩ શનિવારના રોજ અમેરિકામાં યોજાઇ ગયો.

            ન્‍યુજર્સીના એડિસનમાં ૭૬,નેશનલ રોડ ઉપર આવેલા ટી.વી. એશિયા ઓડિટોરીયમમાં  ‘‘મીટ એન્‍ડ ગ્રીટ'' કાર્યક્રમ યોજાયો હતો.

            યુ.એસ.અ. સ્‍થિત ‘‘મુનિ સેવા ચેરિટેબલ ફાઉન્‍ડેશન'' નોનપ્રોફીટ સંસ્‍થા છે. જેના નેજા હેઠળ ચાલતી પ્રવૃતિઓમાં કેન્‍સર એન્‍ડ જનરલ હોસ્‍પિટલ, રેડિએશન સેન્‍ટર, બ્‍લડ બેંક ચાલે છે.કે.જી.થી હાઇસ્‍કુલ સુધીના શિક્ષણની વ્‍યવસ્‍થા, વોકેશ્‍નલ ટ્રેનિંગ સેન્‍ટર્સ તથા નર્સિંગ કોલેજનું સંચાલન વિદ્યાર્થીઓ તથા વોલન્‍ટીયર્સ માટે સમયાંતરે કેમ્‍પ, સિનીયર સિટીઝન માટે રહેવાની વ્‍યવસ્‍થા (ઘરડા ઘર) તેમજ જરૂરિયાતમંદ પરિવારોની યુવતિઓ માટે હોસ્‍ટેલ, ખેતીવાડી, પશુ ચિકિત્‍સા તથા સારવાર ઉપરાંત મુલાકાતીઓ માટે ઉતારાની વ્‍યવસ્‍થા તેમજ  બાયોગેસ, ગ્રીન ફાર્મીંગ  અને સોલાર પાવર જનરેશન સુવિધાનો સમાવેશ થાય છે.

            ડો.વિક્રમભાઇ પટેલ સાથે યોજાયેલ ‘‘મીટ એન્‍ડ ગ્રીટ'' કાર્યક્રમ બાદ ડીનરની વ્‍યવસ્‍થા કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમની જવાબદારી શ્રી જ્‍યોતિન્‍દ્રપટેલ રાજ પરીખ, કેન્‍ની દેસાઇ, કિરણ દેસાઇ, ભરત પટેલ, અમોલ પરીખ, કિર્તીકાંત શાહ, સી.ઝેડ પટેલ, પંકજ શેઠ, અશ્વિન પટેલ, રવિ પટેલ, તથા ડો. ઈલા સુખડિયાએ  સંભાળી હતી.  તેવુ શ્રી જયેશ પટેલની યાદી જણાવે છે

 (01:40 am IST)
[social_media]
 
 
[all_news_right_side]