NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

નવી દિલ્‍હીની બીએલએસ ઈન્‍ટરનેશનલ સર્વીસ લીમીટેડ ભારતીય પાસપોર્ટની સેવાઓ ૭ મી માર્ચથી શરૂ કરશેઃ વીએફએસ ગ્‍લોબલ કંપનીની સેવાઓનો આવનારો અંતઃ નવી કંપની સર્વીસ ચાર્જના અરજી દીઠ ૧૩ ડોલરને વીસ સેન્‍ટ ફી પેટે વસુલ કરશે

નવી દિલ્‍હીની બીએલએસ ઈન્‍ટરનેશનલ સર્વીસ લીમીટેડ ભારતીય પાસપોર્ટની સેવાઓ ૭ મી માર્ચથી શરૂ કરશેઃ વીએફએસ ગ્‍લોબલ કંપનીની સેવાઓનો આવનારો અંતઃ નવી કંપની સર્વીસ ચાર્જના અરજી દીઠ ૧૩ ડોલરને વીસ સેન્‍ટ ફી પેટે વસુલ કરશે

      

      

       

            (પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): અમેરિકામાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોએ જો પોતાના ઈન્‍ડિયન પાસપોર્ટ અંગે જો કોઇપણ પ્રકારની સેવાઓ જોઇતી હોય તો તેમણે વીએફએસ ગ્‍લોબલ કંપનીનો સંપર્ક સાધવો પડતો હતો પરંતુ ભારત સરકારે તેમનો કરાર રદ કરતા હવે તે તમામ કાર્યવાહી નવી દિલ્‍હીની  બીએલએસ ઈન્‍ટરનેશનલ સર્વીસ લીમીટેડને સોંપતા મે માસની ૭મી તારીખથી તેનો અમલ શરૂ થશે એવુ સત્તાવાર રીતે જાણવા મળેલ છે.

            મે મહિનાની ૭ મી તારીખથી અમેરિકાના જુદા જુદા  શહેરો જેમાં (૧) વોશીંગ્‍ટન ડીસી (૨) ન્‍યુયોર્ક (૩) શિકાગો  (૪) સાનફ્રાન્‍સીસ્‍કો (૫) એટલાન્‍ટા ત્‍થા (૬) હ્યુસ્‍ટન શહેરનો સમાવેશ થાય છે તે શહેરોમાં બીએલએસ ઈન્‍ટરનેશનલ સર્વીસ લીમીટેડ પોતાની નવી ઓફિસ શરૂ કરેલ છે. તો ભારતીય પાસપોર્ટ અંગે  જેમણે  સેવાઓ લેવી હોય તો  ઓફિસનો  સંપર્ક સાધવા વિનંતી કરવામાં  આવે છે.

            જુની કંપની વીએફએસ ગ્‍લોબલ  મે માસની છઠ્ઠી  તારીખ સુધી અરજી સ્‍વીકારશે અને ત્‍યાર બાદ નવી કંપની  પોતાની કાર્યવાહી શરૂ કરશે. અને અરજી દીઠ ૧૩ ડોલર અને ૨૦ સ્‍પેન્‍ટ સર્વીસ ફી તરીકે અરજદાર પાસેથી વસુલ કરશે. આ અંગેની જરૂરી માહિતી       www.blsindia-usa.com વેબસાઇટ પરથી મળી રહેશે.

      
 (01:42 am IST)
[social_media]
 
 
[all_news_right_side]