NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

કેનેડાની સરકાર સને ૨૦૧૪ ના વર્ષની ૨ જી જાન્‍યુઆરીથી પેરન્‍ટ ત્‍થા ગ્રાન્‍ડ પેરેન્‍ટ અને નામનો પ્રોગ્રામ પાછો શરૂ કરશે અને આ સમય દરમ્‍યાન જે અરજીઓનો ભરાવો થયેલ છે તે અર્ધો થઇ જશેઃ કેનેડાની સરકારે સુપર વીઝા પ્રોગ્રામને કાયમનું સ્‍વરૂપ આપ્‍યુ અને અરજદાર બે વર્ષ સુધી કેનેડામાં રહી શકશેઃ ૨૦૧૪ની સાલમાં ફક્‍ત પ૦૦૦ સ્‍પોન્‍શરશીપ અરજીઓ સ્‍વીકારવામાં આવશે અને તમામ જવાબદારીઓ સ્‍પોન્‍સર કરવાની રહેશે

કેનેડાની સરકાર સને ૨૦૧૪ ના વર્ષની ૨ જી જાન્‍યુઆરીથી  પેરન્‍ટ ત્‍થા ગ્રાન્‍ડ પેરેન્‍ટ અને નામનો પ્રોગ્રામ પાછો શરૂ કરશે અને આ સમય દરમ્‍યાન જે અરજીઓનો ભરાવો થયેલ છે તે અર્ધો થઇ જશેઃ કેનેડાની સરકારે  સુપર વીઝા પ્રોગ્રામને કાયમનું સ્‍વરૂપ આપ્‍યુ અને અરજદાર બે વર્ષ સુધી કેનેડામાં રહી શકશેઃ  ૨૦૧૪ની સાલમાં ફક્‍ત પ૦૦૦ સ્‍પોન્‍શરશીપ અરજીઓ સ્‍વીકારવામાં આવશે અને તમામ જવાબદારીઓ સ્‍પોન્‍સર  કરવાની રહેશે

      

      

            (પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): કેનેડાની સીટીઝનશીપ ્‌ત્‍થા ઈમી્‌ગ્રેશન ખાતાના પ્રધાન જેસન કેનીએ એક સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્‍યુ હતુ કે કેનેડાની સરકારે અરજીઓનો ભરાવો થઇ જતાં પેરન્‍ટ ત્‍થા ગ્રાન્‍ડ પેરન્‍ટ પ્રોગ્રામ  બંધ કર્યો હતો. પરંતુ આવતા વર્ષે ૨૦૧૪ની સાલની ૨જી જાન્‍યુઆરીથી તે પ્રોગ્રામ પાછો શરૂ કરવામાં આવશે અને આ સમયે દરમ્‍યાન આ વિભાગમાં અરજીઓનો  જે ભરાવો થઇ  ગયેલ છે તેની સંખ્‍યા અડધી થઇ જશે. આ વિભાગમાં પરિવારના સભ્‍યો એક બીજાની સાથે ઝડપથી મળી શકે તે પ્‍લાન હાલમાં સુંદર રીતે આગળ વધી રહ્યો છે. અમો આ પ્રોગ્રામ ઝડપથી કાર્ય કરે તેવા અમારા પ્રયાસો રહ્યા છે. અને તે પાછી અસલ સ્‍થિતિએ ન પહોંચી જાય તેની સતત કાળજી લઇ રહ્યા છે. અગાઉ પધ્‍ધતી મુજબ આ પ્રોગ્રામ ખાડે ગયેલ હતો પરંતુ તેની પધ્‍ધતીમાં તળીયા ઝાટક સુધારાઓ કરીને હવે તેને કાર્યવંત બનાવેલ છે. આ પ્રોગ્રામ હેઠળ પરિવારના  સભ્‍યો એક બીજાની સાથે દસ વર્ષના સમયગાળા દરમ્‍યાન  મળી શક્‍તા ન હતા. તે સમયમાં હવે જરૂરી ઘટાડો થયેલ છે. અને આ પ્રક્રિયામાં સતત ઘટાડો થાય એવા પગલા અમો લઇ રહ્યા છીએ. એવુ તેમણે વધારેમાં જણાવ્‍યુ હતું.

            કેનેડામાં વસવાટ કરતા રહીશો જો પોતાના પરિવારના સભ્‍યો માટે સ્‍પોન્‍સર કરવા માંગતા હોય  અને તે જેટલો સમય કેનેડામાં રહે તો તેનો સમગ્ર ખર્ચ સ્‍પોન્‍સર પોતાના  શીરે લેવા માંગતો હોય તો તેવા પરિવારના સભ્‍યોને લાંબા સમય સુધી રાહ ન  જોવી પડે તેવા અમારા સતત પ્રયાસો છે અને આવી અરજીઓની ઝડપથી નિકાલ આવે તે દિશામાં અમે કાર્ય કરીશું. એવુ ઈમીગ્રેશન ખાતાના પ્રધાન જેસન કેનીએ જણાવ્‍યુ હતું.

            તેમણે વધારામાં કહ્યુ હતુ કે ૨૦૧૨ તેમજ ૨૦૧૩ ના દરમ્‍યાન અમો પચાસ હજાર પેરન્‍ટ ત્‍થા ગ્રા્‌ન્‍ટ પેરન્‍ટોને કેનેડામાં કાયમી વસવાટ કરવાનો  હક આપીશું.  છેલ્લા વીસ વર્ષના સમય દરમ્‍યાનની જો આપણે સંખ્‍યા જોઇશુ તો આ સંખ્‍યા સૌથી વિશેષ પ્રમાણની છે. ૨૦૧૪ ના વર્ષના સમય દરમ્‍યાન  પણ કેનેડાની સરકાર સૌથી વિશેષ  પ્રમાણમાં રાખશે એવુ તેમણે  વધારામાં જણાવ્‍યુ હતું.

            જે પરિવારના સભ્‍ય પાસે દસ વર્ષનો વિઝા હશે તે વ્‍યકિત સુપર વીઝા પ્રોગ્રમનો લાભ લઇ શકશે અને આ પ્રોગ્રામ હવે કેનેડાની સરકારે કાયમ માટેનો બનાવ્‍યો છે. આ સુપર વીઝા પ્રોગ્રામ  હેઠળ  દસ વર્ષનો  વીઝા ધારક કેનેડા સરળતાથી  આવી  શકશે. અને પોતાના  પરિવારના સભ્‍યો સાથે ફક્‍ત બે વર્ષના  સમય માટે  રહી શકશે. ગયા ૨૦૧૧ ના ડીસેમ્‍બર માસથી  આ પ્રોગ્રામનો અમલ શરૂ કરવામાં આવ્‍યો હતો. અને અત્‍યાર સુધીમાં ૧૫૦૦૦ થી વધુ લોકોએ આ પ્રોગ્રામનો લાભ લીધો હતો.

            જે પેરન્‍ટો તથા ગ્રાન્‍ટપેરન્‍ટો કાયમી વસવાટ  કરવા માટે સ્‍પોન્‍સરશીપ મેળવી કેનેડા  આવ્‍યા હશે તેમની સંપુર્ણ જવાબદારી  સ્‍પોન્‍સર કરવાની રહેશે. અને તેવી વ્‍યકિતઓએ  સ્‍પોન્‍સર કરતી વખતે  તમામ પાસાઓનો અભ્‍યાસ કરી લેવાનો રહેશે.

            સને ૨૦૧૪ ની  સાલ દરમ્‍યાન ફક્‍ત પાંચ હજાર લોકોની સ્‍પોન્‍સરશીપ અરજીઓ સ્‍વીકારવામાં આવશે. ૨૦૧૪ની સાલ દરમ્‍યાન  આ અરજીઓનો સ્‍વીકાર કર્યા બાદ આ ભારણ વધી ન જાય તેની ખાસ ચોક્‍સાઇ રાખવામાં આવશે. કેનેડામાં હાલમાં હેલ્‍થકેર અને જનતાને  જે સામાજીક  લાભો આપવામાં આવે છે. તેમ કોઇ પણ જાતની અવળી અસર  ન થાય તે ધ્‍યાનમાં રાખીને સ્‍પોન્‍સર ફેમીલી પ્રોગ્રામ  ચાલુ રાખવામાં આવશે.

            સમગ્ર વિશ્વમાં કેનેડા એક એવો દેશ છે કે કૌટુમ્‍બીક ભાવનાનુ જતન કરે છે અને કુટુમ્‍બનો સભ્‍ય પોતાના પરિવારના સભ્‍યો સાથે ઝડપથી  કઇ રીતે  જોડાઇ શકે  તે ધ્‍યાનમાં જરૂરી કાયદાઓના અમલ કરવામાં સર્વોચ્‍ચ  સ્‍થાને છે. અમેરિકા, યુ.કે. ઓસ્‍ટ્રેલિયા અને  ન્‍યુઝિલેન્‍ડમાં પણ ઈમિગ્રેશન કાયદાઓ અસ્‍તીત્‍વ ધરાવે છે. પરંતુ કેનેડા દેશ જેવી ભાવનાવાળા  કાયદાઓ  આ દેશની  ઈમીગ્રેશન પધ્‍ધતીમાં જોવા મળતા નથી અને ધારકે તેવા કાયદાઓ હોય તો તેમાં અપાર બંધનો હોય છે.

            અમો રેફયુજી પ્રોટેકશનના  નિયમોમાં જરૂરી  સુધારાઓ કરવા ઈચ્‍છી રહ્યા છીએ અને તે એંગેની  માહિતી  ગેઝેટમાં પ્રસિધ્‍ધ કરવામાં આવશે. કેનેડાના  રહીશો ૩૦ દિવસની  સમય મર્યાદામાં જરૂરી લેખીત પોતાના વિચારો આ અંગે સરકારને  મોકલી શકશે. અને તનો અભ્‍યાસ  કર્યા બાદ અમો આગળ પગલુ ભરીશું એવું તેમણે અંતમાં જણાવ્‍યુ હતું.

      
 (01:45 am IST)
[social_media]
 
 
[all_news_right_side]