NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

ગુજરાતની સ્‍થાપના અને ગૌરવ દિવસની ઉજવણી

ગુજરાતની સ્‍થાપના અને ગૌરવ દિવસની ઉજવણી

      

      

       

            (સુભાષ શાહ) દલાસ :       DFW ગુજરાતી સમાજ અને એકતા મંદિરના ઉપક્રમે રવિવારના તા.૧૩ મેના દિવસે સાંજે ૬:૩૦ કલાકે  ગુજરાત સ્‍થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ હિન્‍દુ ટેમ્‍પલ (એકતા મંદિર)ના કલ્‍ચરલ હોલમાં ગુજરાતી સમાજ, અને હિંદુ ટેમ્‍પલ (એકતા મંદિર) સૌરાષ્‍ટ્ર પટેલ કલ્‍ચરલ સમાજ       DFW ચરોતર પાટીદાર સમાજ , ગુજરાતી કલ્‍ચરલ સોસાયટી, ૨૭ ગામ પાટીદાર સમાજ ઓફ નેટવર્ક ટેક્‍સાસ       DFW સીનીયર સીટીઝન સમાજ અને ગુજરાત ઓફ નોર્થ ટેક્‍સાસ       DFW       સીનીયર સીટીઝન સમાજ અને ગુજરાત દર્પણના સહયોગથી ગુજરાતના ચીફ મીનીીસ્‍ટર માનનીય શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ના સેટેલાઇટ કોન્‍ફરન્‍સ દ્વારા અમેરિકાના ૨૦ શહેરોમાં અને ડલાસમાં બધાને હિન્‍દીમાં સંબોધન કરેલ. કાર્યક્રમના       MO જાણીતા માનીતા રેડિયો આર્ટિસ્‍ટ નીલાબેન દવે હતા. મધર્સ ડે હોવાથી બહેનોએ ૧૨ દિવા  પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કરેલ.  ગુજરાત સમાજના પ્રમુખશ્રી જતિન પટેલ અને હિન્‍દુ ટેમ્‍પલના પ્રમુખ શ્રી ખેમચંદ નાગરાનીએ બધાને આવકાર આપેલ. અને મંદિરના નવા ઈવેન્‍ટની માહિતી આપેલ. શ્રી નિલમબેને મધર્સ ડે હોવાથી જનની જોડ સખી નહી જડે રે લોલ  ગીતો ગાયેલ, શ્રી પ્રેમ શાહે અને અમિત ત્રિવેદીએ જય જય ગરવી ગુજરાત , કસુંબીનો રંગ મને લાગ્‍યો, આજ બાપુની ભુમીની ઉપર ઉગ્‍યુ પ્રભાત  ગાઇને   બધાને  ભાવવિભોર કરી દીધેલ. બરાબર ૭.૪૦ કલાકે  (લોકલટાઇમ) શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું ઉદબોધન શરૂ થયુ. ગુજરાતના બધા ક્ષેત્રમાં પ્રગતિ , વિકાસ ની રૂપરેખા આપી બધાનો સાથ અને સૌનો વિકાસ કઇ રીતે થઇ શકે તેની જાણ કરેલ. પ્રવચન એક કલાક ચાલેલ.

      
 (01:46 am IST)
[social_media]
 
 
[all_news_right_side]