NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

અમેરિકામાં કાર્ય કરતી ભારતીય દુતાલય અને કોન્‍સ્‍યુલેટ ઓફિસો વચ્‍ચે OCI ના નિયમો અંગે એક રાગીતા ન હોવાથી ભારતીયો દ્વિધાભરી પરિસ્‍થિતિમાંથી પસાર થઇ રહી છે.: ભારતીય પાસપોર્ટ ખોવાઇ ગયો હોય તો ન્‍યુર્યોક અને હ્યુસ્‍ટનની કોન્‍સ્‍યુલેટ ઓફિસોના ભીન્ન ભીન્ન નિયમોઃ ભારતીય એલચી નિરૂપમા રાવ આ વિષય પરિસ્‍થિતીનો અંત લાવે એવી લોક લાગણીઃ ૫૦ વર્ષની પછીની વયના લોકોએ OCI રીન્‍યુ કરાવવાનુ રહેશે નહી

અમેરિકામાં કાર્ય કરતી  ભારતીય દુતાલય  અને કોન્‍સ્‍યુલેટ ઓફિસો વચ્‍ચે OCI ના નિયમો અંગે એક રાગીતા ન હોવાથી ભારતીયો દ્વિધાભરી પરિસ્‍થિતિમાંથી  પસાર થઇ રહી છે.: ભારતીય પાસપોર્ટ ખોવાઇ ગયો હોય તો ન્‍યુર્યોક  અને હ્યુસ્‍ટનની કોન્‍સ્‍યુલેટ ઓફિસોના ભીન્ન ભીન્ન નિયમોઃ ભારતીય એલચી નિરૂપમા રાવ આ વિષય પરિસ્‍થિતીનો અંત લાવે એવી લોક લાગણીઃ ૫૦ વર્ષની  પછીની વયના લોકોએ OCI રીન્‍યુ કરાવવાનુ રહેશે નહી

       

      

            (પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)બાર્ટલેટ (શિકાગો): ઓવરસીસ સીટીઝન ઓફ ઈન્‍ડિયા કે જે અમેરિકામાં       OCI ના નામે  ઓળખાય છે તે અંગેની જરૂરી માહીતીઓ અમો અમારા વાંચક વર્ગ માટે અગાઉ વિસ્‍તારથી  પ્રસિધ્‍ધ કરી ચૂક્‍યા છીએ. પરંતુ અમે રીકામાં વસવાટ કરતા ભારતીયો હજુ પણ દ્વિધા ભરી પરિસ્‍થિતિઓમાંથી પસાર થઇ રહ્યા છે. અમેરિકામાં આવેલ ભારત દેશની કોન્‍સ્‍યુલેટો        OCI       અંગે જુદા જુદા નિયમોનો અમલ કરે છે. અને તેનાથી અત્રે વસવાટ કરતા ભારતીય પ્રજાને  અનેક ્‌પ્રકારની  યાતનાનો  સામનો કરવો પડે છે. આ અંગે જાણવા મળે છે. તેમ  થોડા સમય પહેલા  ન્‍યુયોર્કની  કોન્‍સ્‍યુલેટ ઓફિસના અધિકારીઓ  અને ભારતીય સમાજના સભ્‍યોની  એક ટાઉન હોલ મીટીંગ યોજવામાં આવી હતી. અને તે વેળા       OCI       અંગે ૫૦ વર્ષે પછીની ઉમરે તે મેળવેલ હોય તો શુ કરવુ એ પુછવામાં આવેલ પ્રજાનો કોઇ ઉત્તર પ્રાપ્ત થયો ન હતો. પરંતુ ભારતીય દુત્તાવાસ તરફથી હાલમાં       OCI ના જે નિયમો છે તેની નકલ રજુ કરવામાં આવેલ છે.  કવીનમાં મળેલ સભામાં સમાજના આગેવાનોએ જે પ્રશ્ન રેલ હતો તેનો કોઇ જવાબ પ્રાપ્ત થયો હતો.

            પરંતુ આનંદના સમાચાર એવા છે કે ન્‍યુયોર્કની કોન્‍સ્‍યુલેટ ઓફિસના સત્તાવાળાઓએ   જાહેર કર્યુ છે કે ૫૦ વર્ષની ઉંમર  પછીના લોકો કે જેમણે OCI મેળવેલ છે. તેવી વ્‍યકિતઓએ હવેથી નવો અમેરિકન પાસપોર્ટ મળતા તે રીન્‍યુ કરાવવાનુ રહેશે નહી. પરંતુ આવી વ્‍યકિતઓએ  ભારત જતી વખતે જુનો તથા નવો અમેરિકન પાસપોર્ટ તેમજ       OCI ની બુકલેટ એમ આ ત્રણ દસ્‍તાવેજો  સાથે રાખવા પડશે.

            અમેરિકામાં ભારતીય કોન્‍સ્‍યુલેટ આવેલી છે. તેમા પણ OCI અંગે ભીન્ન ભીન્ન પ્રકારના પાલન કરવામાં આવે છે. જો  કોઇપણ  ્‌વ્‍યકિતનો પોતાનો ભારતીય પાસપોર્ટ ખોવાઇ ગયો હોય તો તેવી વ્‍યકિતઓએ  સરન્‍ડર  સર્ટીફીકેટ મેળવવા માટે  નોટરાઇઝ એફીડેવીડ  કરવાની રહે છે અને આવી  પ્રથા હાલમાં ન્‍યુયોર્કની કોન્‍સ્‍યુલેટમા ચાલે છે. પરંતુ હ્યુસ્‍ટનમાં આવેલ કોન્‍સ્‍યુલેટ ઓફિસમાં પોલીસ રિપોર્ટ રજુ કરવો પડે છે. આ અંગે કોઇપણ પ્રકારનુ કારણ જણાવવામાં આવતુ નથી. બે કોન્‍સ્‍યુલેટ ઓફિસો વચ્‍ચે       OCI ના નિયમોમાં શા માટે ભીન્ન ભીન્ન  પ્રકારની  નિતિઓ  અખત્‍યાર  કરવામાં આવી   રહી છે. તે સમજી શકાતુ નથી. આ અંગે  એક જ  પ્રકારના નિયમોમાં હોવા  જરૂરી છે. અને સત્તાવાળાઓએ  તે અંગે  વિચારી તેનો અમલ શરૂ કરે એ હિતાવહ છે.

            અમેરિકાની દુતાલયની  એક જાહેરાત દ્વારા  જણાવવામાં આવેલ છે કે ભારતમાં પાનકાર્ડની અરજી વખતે ઓળખ માટે       OCI કાર્ડનો ઉપયોગ થઇ શકે છે તેમજ ડ્રાઇવર લાઇસન્‍સ મેળવવામાં પણ સરળતા રહે છે.

            OCI       કાર્ડ પ્રાપ્‍ત કરેલ વ્‍યક્‍તિ જો ભારતમાં રહેવા ઇચ્‍છતો હોય તો તે બેંકમાં પોતાનું ખાતુ પણ ખોલાવી શકે છે. જેમાં ઓળખ-પત્ર તરીકે આ બુકલેટનો ઉપયોગ થઇ શકે છે. કોઇપણ વ્‍યક્‍તિ વારંવાર ભારત જવા ઇચ્‍છતો હોયતો વીના રોકટોક તે સરળતાથી જઇ શકે છે. અને જો તે વ્‍યક્‍તિ ભારતમાં લાંબા સમય સુધી રહેવા ઇચ્‍છતો હોયતો સ્‍થાનિક પોલીસ સ્‍ટેશને કરાવવાની નોંધણીમાંથી મુક્‍તિ મેળવી શકે છે.

            વિશેષમાં જોકોઇપણ વ્‍યક્‍તિ જયારે નવો અમેરીકન પાસપોર્ટ મેળવે ત્‍યારે દરેક વખતે નવો       OCI       કાર્ડ મેળવી લેવો એવી સુચના આપવામાં આવેલ છે પરંતુ શા માટે તેમ કરવુ તે અંગે કોઇપણ પ્રકારનુ કારણે જણાવવામાં આવેલ નથી.

            ૨૦ વર્ષ અથવા તેનાથી નાની વયના તમામ OCI કાર્ડ હોલ્‍ડર જયારે નવો અમેરીકન પાસપોર્ટ મેળવે ત્‍યારે દરેક વખતે દરેક સમયે તે રી ઇસ્‍યુ કરાવી લેવો જોઇએ શા મટે તેનો કોઇ ખુલાશો કરવામાં આવેલ નથી. તો સસ્‍તાવાળાઓ આ અંગે કોઇ ખુલાશો કરશે કેમ?

            વિદેશોમાં વસવાટ કરતા .ભારતીય પરિવારના સભ્‍યોને કો.કોન્‍સ્‍યુલેટના કાર્ય માટે કોઇપણ જાતની અગવડતા ન પડે તે માટે રાજકીય નેતાઓ હૈયા ધરપત આપે છે. અને પ્રતિ વર્ષે જાન્‍યુઆરી માસની ૯મી તારીખ પ્રવાસી ભારતીય દિવસની શાનદાર રીતે ઉજવાણી કરવામાં આવે છે. અને સમયે ત્રણ દિવસો માટે એક ભવ્‍ય સંમેલનનુ આયોજન કરવામાં આવે છે આ સમયે તેવી પ્રતિતિ સંમેલનમાં કરવામાં આવે છે તો પછી વિદેશમાં વસવાટ કરતા ભારતીય પરિવારો બીજી બાજુ શા માટે હાલાકી અનુભવે છે તેનો રાજકીય નેતાઓ લેશ માત્ર વિચાર કરતા નથી.

            અમારે અત્રે દુઃખ સાથે જણાવવુ પડે છે કે જયારે ભારતથી રાજકીય આગેવાનો અમેરીકાની મુલાકાતે આવે છે ત્‍યારે જુદા જુદા શહેરોમાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોને જો કોઇપણ પ્રકારની અગવડતા પડતી હોય તો તેનો જરૂરી ઉકેલ લાવવા કોઇપણ પ્રકારના પ્રયાસો કરવામાં આવતા નથી. આ પ્રક્રિયા કોઇપણ રાજકીય તેનાઓ માટે શોભાસ્‍યક નથી. અને અત્રે વસવાટ કરતા ભારતીય પરિવારો માટે આવી રાજકીય વિચારસરણી ધરાવતા નેતાઓ ખરેખર ધૃણાને પાત્ર છે. ભારતીય સમાજના લોકોની જો લોહચાહના પ્રાપ્‍ત કરવી હોય તો તમામ રાજકીય આગેવાનોએ ભારતીય સમુદાય વચ્‍ચે જવું જોઇએ અને તેમને પડતી અગવડતાને સાંભળીને તેનો યોગ્‍ય ઉકેલ લાવવા પ્રયવ્‍સો હાથ ધરવા જોઇએ રાજકીય નેતાઓ અત્રે આવ્‍યા બાદ આટલું કરતા થશે તો તેઓ લોક ચાહના પ્રાપ્‍ત કરી શકશે અને તેમ કરવામાં તેઓ નિષ્‍ફળ જશે તો પછી તેઓ ધૃણાને પાત્ર ઠરેતો નવાઇની વાત નથી OCI અંગે કોન્‍સ્‍યુલેટ ઓફિસો વચ્‍ચે જે એક રાગીતા નથી તે લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે તો જનતાનું ઘણું કામ થયેલું ગણાશે.

      
 (01:47 am IST)
[social_media]
 
 
[all_news_right_side]