NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

શિકાગો નજીકના મદીના ટાઉનના હરિઓમ મંદિરમાં મધર્સ ડેની કરવામાં આવેલી શાનદાર ઉજવણી સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજન મોટી સંખ્‍યામાં બહેનોએ આપેલી હાજરી

શિકાગો નજીકના મદીના ટાઉનના હરિઓમ મંદિરમાં મધર્સ ડેની કરવામાં આવેલી શાનદાર ઉજવણી સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજન મોટી સંખ્‍યામાં બહેનોએ આપેલી હાજરી

      

      

            (સરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો):  શિકાગોથી નજીક મદીના ટાઉનમાં આવેલ હરિઓમ મંદિરમાં મધર્સ ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને તે પ્રસંગે આશરે ૧૪૫ જેટલી બહેનોએ હાજરી આપી  હતી.સામાન્‍ય રીતે મે મહિનાના બીજા રવીવારે મધર્સ ડેની ઉજવણી પ્રતિ વર્ષ કરવામાં આવે છે અને તે આધારે આ દિવસની ઉજવણી મે માસની ૮મી તારીખે ચાર દિવસ વહેલી કરવામાં આવી હતી.

            મધર્સ ડેની ઉજવણીની શરૂઆતમાં આ ઉજવણીના સંયોજક નિર્મલ બગ્‍ગાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું અને મધર્સ ડેની ઉજવણીમાં આનંદ અને ઉલ્લાસથી ભાગ લેવા બદલ સૌને આવકાર આપ્‍યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉદાર દિલે જરૂરી સહયોગ તથા ફાળો આપ્‍યો તે બદલ તેમણે હદય પૂર્વક આભાર માન્‍યો હતો. આ પ્રસંગે આ કાર્યક્રમનું વ્‍યવસ્‍થીત રીતે સંચાલન થઇ શકે માટે મધુબેન સલવાન તથા સુચીતા સસ્‍કારને આંમત્રણ આપી આ મધર્સ ડેના કાર્યક્રમોને આગળ પ્રયાણ કરાવવા વિનંતી કરી હતી.

            આ પ્રસંગે મહીલાઓ દ્વારા ભીન્‍ન ભીન્‍ન પ્રકારના સુંદર તાલમય રીતે ભજનો રજુ કરવામાં આવ્‍યા હતા અને તેમાં સર્વે બહેનોએ ભાગ લીધો હતો.ત્‍યાર બાદ જુદા જુદા વકતાઓએ મધર્સ ડે નું મહત્‍વ સમજાવું હતું.ત્‍યાર બાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં જોકસ, ડાન્‍સ તેમજ ફિલ્‍મી ગીતોની ધુન ઉપર સુંદર લોક નૃત્‍ય તેમજ જુદા જુદા પ્રકારના નૃત્‍યો રજુ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે રજુ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સ્‍નેહ ચૌધરીએ મધર્સ ડે અંગે સુંદર પ્રવચન કર્યું હતું. મધર્સ ડે ની ઉજવણી પ્રસંગે સુંદર ફેશન શોનું પણ આયોજન કરવામમં આવ્‍યું હતું અને તેમાં બહેનોએ આનંદ અને ઉલ્લાસથી ભાગ લઇ સફળ બનાવ્‍યો હતો.આવેલા અલ્‍પાહારનું ઉષાબેન વર્મા તથા પ્રેમ સલવાને સુંદર સંચાલન કરી સૌ બહેનોને તેનો લાભ મળે તેવી રીતે વ્‍યવસ્‍થીત આયોજન કર્યું હતું.આભારવિધિ બાદ આ મધર્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ સમાપ્‍ત થયો હતો.

      
 (01:48 am IST)
[social_media]
 
 
[all_news_right_side]