NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

યુકેમાં વેમ્‍બલીના શ્રી સનાતન હિન્‍દુ મંદિરે ૨૪ મેના રોજ કુંભયાત્રા નીકળેશેઃ યાત્રામાં હિન્‍દુષાીઓ ઉમટી પડશે

યુકેમાં વેમ્‍બલીના શ્રી સનાતન હિન્‍દુ  મંદિરે ૨૪ મેના રોજ કુંભયાત્રા નીકળેશેઃ યાત્રામાં હિન્‍દુષાીઓ ઉમટી પડશે

      

      

            ‘ગ્રીન કુંભ યાત્રા આંતરરાષ્ટ્રીય પહેલ છે, જેમાં ઘાતુનાં પવિત્ર કુંભને પર્યાવરણીય અને જૈવિક વૈવિધ્‍યના રક્ષણના મહત્‍વને ઉતેજન આપવાના હેતુથી અનેક રાષ્ટ્રોમાં યાત્રારુપે લઇ જવાય છે.ગત વર્ષે ભારતના હૈદરાબાદમાં યુએન કન્‍વેન્‍શન ઓન બાયોલોજિકલ ડાઇવર્સિટી ખાતે ‘ગ્રીન કુંભ યાત્રા'નો આરંભ કરાયો હતો અને ૨૦૧૪માં સાઉથ કોરિયા ખાતે આગામી કન્‍વેન્‍શન દરમિયાન તેનું સમાપન થશે.'

            આ પવિત્ર કુંભને ભારતમાં મહાકુંભ મેળા તથા અનેક પવિત્ર સ્‍થળો, નેપાળ અને જેરુસાલેમ લઇ જવાયો હતો.તે યુએસએ જતાં અગાઉ બ્રિટનમાં આવેલ છે.

      ગ્રીન કુંભ યાત્રા ના સ્‍થાપક કુસુમ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, ‘ગ્રીન કુંભ યાત્રામાં સામેલ થઇને દરેક ધર્મ-સંપ્રદાયના લોકો આપણું ભાવિ પૃથ્‍વી પરના જીવનનાં રક્ષણ પર આધારિત હોવાનો સંદેશો પ્રસારિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી શકે છે.'વેમ્‍બલીના શ્રી સનાતન હિન્‍દુ મંદિર ૨૪ મેના રોજ શોભાયાત્રામાં ૧૦૦થી વધુ હિન્‍દુસ્ત્રીઓ માથે કુંભ રાખીને સરઘસમાં સામેલ થશે.

      વધુ માહિતી માટે કુસુમ વ્‍યાસનો સંપર્ક ટેલીફોન નંબર ૦૭૪ ૩૮ ૭૭૪૩૧૬ પર કરશો  અથવા             kusumvyasusa@gmail.com       ઇમેઇલ કરશો.

      
 (01:51 am IST)
[social_media]
 
 
[all_news_right_side]