NRI Samachar

News of Thursday, 23rd May, 2013

અમેરિકામાં ગુજરાતનું નામ રોશન કરી રહેલા શ્રી જગદીશ પટેલઃ ગુજરાતની એમ.એસ. યુનિવર્સિટીમાંથી પર્ફોમીંગ આર્ટસ ફેકલ્‍ટીની માસ્‍ટર ડીગ્રી મેળવી USમાં એકટર પટેલ તરીકે ખ્‍યાતિ મેળવીઃ ન્‍યુયોર્ક લાઇફ ઈન્‍સ્‍યુરન્‍સના એજન્‍ટ તરીકે કામ કરી વધુમાં વધુ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા બદલ કંપની દ્વારા બહુમાન મેળવ્‍યુ

      (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્ર્સીઃ અમેરિકામાં એકટર પટેલ તરીકે  ઓળખાતા ગુજરાતની એમ.એસ. યુનિવર્સિટીમાંથી પર્ફોમીંગ આર્ટસ ફેકલ્‍ટીની માસ્‍ટર ડીગ્રી સાથે વિવિધ ડીગ્રીઓ ધરાવતા શ્રી જગદીશ પટેલનુ અમેરિકાની ન્‍યુયોર્ક લાઇફ દ્વારા ‘‘લાઇવ્‍સ પ્રોટેક્‍ટેડ ચેમ્‍પીયન'' તરીકે બહુમાન કરાયુ છે.

      ન્‍યુયોર્ક લાઇફના 12250 જેટલા એજન્‍ટોમાંથી 400 જેટલા પસંદ કરાયેલા ચુનંદા એજન્‍ટો કે જેમણે વધુમાં વધુ લોકોને કંપની દ્વારા અપાતી સુરક્ષા તથા ભાવિ આયોજન અને રોકાણો, તેમજ નિવૃતિ પછીની વ્‍યવસ્‍થા હેઠળ આવરી લીધા હોય તેમને પસંદ કરી તેઓનું બહુમાન કર્યુ હતું. જેમાં ગુજરાતી શ્રી જગદીશ પટેલનો સમાવેશ થયો છે.

      શ્રી જગદીશ પટેલ વ્‍યાવસાયિક કલાકાર છે તથા તેમણે અમેરિકામાં ફલોરિડા, ન્‍યુજર્સી, પેન્‍સીલ્‍વાનીઆ, લાસ વેગાસ સહિત અનેક સ્‍ટેટમાં કાર્યક્રમો આપી લોક ચાહના મેળવી છે.

      ઉપરાંત મુનિ આશ્રમ માટે એકત્રિત કરવા કાર્યક્રમો આપી ફંડ ભેગુ કરી દીધુ છે.

      ન્‍યુયોર્ક લાઇફ ઈન્‍સ્‍યુરન્‍સ કંપની અનેક પ્રકારના ઉચ્‍ચ ગુણવતા સાથેના રેટીંગ ધરાવતી કંપની છે. જેના એજન્‍ટ તરીકે કામ કરી તેમણે કંપનીને જબ્‍બર બીઝનેસ આપવા ઉપરાંત અનેક નાગરિકોના હિતોનું રક્ષણ કરવાનું કામ કરી બતાવ્‍યુ છે.

 (12:29 am IST)
[social_media]
 
[all_news_right_side]