NRI Samachar

News of Thursday, 23rd May, 2013

US માં ડેટ્રોઇટના આકાશમાં 23 જુન રોજ પતંગો ઉડતી દેખાશેઃ સખત ઠંડીના કારણે જાન્‍યુ.માં ઉતરાયણનો આનંદ નહી માણી શકતા મિચીગનવાસીઓ માટે ‘‘સમન્‍વય''દ્વારા સૌપ્રથમવાર ‘‘સમર ઉતરાયણ''નું કરાયેલુ આયોજનઃ તલ મમરાના લાડુ ખવાશે, પતંગો ઉડશે, પેચ લાગશે અને છેલ્લે ઉંધિયુ, પુરી, જલેબી તથા પુલાવ સાથે સૌ ડિનરની મોજ માણશેઃ નોનપ્રોફિટ સંસ્‍થા સમન્‍વય દ્વારા ભારતીય સંસ્‍કૃતિને જીવંત રાખવા અનોખુ પગલુ

      (દિપ્તીબેન જાની દ્વારા):ન્‍યુજર્સીઃયુ.એસ.ના ડેટ્રોઇટમાં આવેલા કેન્‍સીંગ્‍ટન મેટ્રો પાર્કમાં નોનપ્રોફીટ સંસ્‍થા સમન્‍વયના ઉપક્રમે સૌપ્રથમવાર 23 જુન 2013 રવિવારના રોજ સમર ઉત્તરાયણનો આનંદ માણવાનું આયોજન કરાયુ છે.

      આમ તો ઉત્તરાયણ દર વર્ષે 14 જુનના રોજ ઉજવાતી હોય છે. પરંતુ મિચીગનવાસીઓ સખત ઠંડીના હિસાબે જાન્‍યુ.માં ઉત્‍સવનો આનંદ માણી શક્‍તા ન હોવાથી આ વર્ષે પ્રથમવાર  સમર ઉત્તરાયણ ઉજવવાનું આયોજન કર્યુ છે.

      ભારતીય સંસ્‍કૃતિ કલા, સાહિત્‍ય, ઐતિહાસિક વારસો તથા તહેવારોથી બિનનિવાસી ભારતીયો પણ વાકેફગાર રહી શકે તેવા આશયથી નોનપ્રફીટ સંસ્‍થા સમન્‍વયના ઉપક્રમે યોજાતા વિવિધ કાર્યક્રમો અંતર્ગત ઉપરોક્‍ત આયોજન કરાયુ છે.

      સમર ઉતરાયણ તમામ રીતે વિન્‍ટર ઉતરાયણની માફક જ ઉજવાશે. તમાામ ભારતીય આબાલ વૃધ્‍ધ  પતંગ ઉડાવવાનો  તથા પેચ લગાવવાનો આનંદ માણશે. ઉતરાયણમાં ખવાતા તલ મમરાના લાડુ સહિતની વાનગીઓ આરોગાશે. ઉપરાંત   ઉપરાંત ઉંધીયુ, પુરી, જલેબી, તથા પુલાવ, સાથે ડિનરની મોજ માણશે. ઉતરાયણ ઉજવવા  આવનારાઓ કદાચ પતંગ ફિરકી ન લાવ્‍યા હોય તો તેનો સેટ પણ પ ડોલર ચૂકવવાથી  સ્‍થળ ઉપર જ મળી રહેશે.

      બપોરે 2 વાગ્‍યાથી સાંજના  સાત વાગ્‍યા સુધી ઉજવનારા સમર ઉતરાયણ તહેવારમાં શામેલ થવા માટે વિનામૂલ્‍યે પ્રવેશ સાથે  વ્‍યકિત  દિઠ પ ડોલરની રકમ નક્કી કરાઇ છે. તેમજ 3 વર્ષથી  ઓછી ઉંમરના બાળકો માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે.

      વિશેષ માહિતી માટે શ્રી પિયુષ દવે ફોન નં. 734 - 620 - 2233 ઈમેલ dave@pdave.com, અથવા ક્રિશલ દલાલ 313 - 461 -5182 ઈમેલ krishaldalal@gmail.com અથવા જીનીત શાહ 734 -772 -4722 ઈમેલ jinitshah712@gmail.com  દ્વારા સંપર્ક દ્વારા સંપર્ક સાધવા શ્રી પિયુષ દવેની યાદીમાં જણાવાયુ છે.

 (12:30 am IST)
[social_media]
 
[all_news_right_side]