NRI Samachar

News of Thursday, 23rd May, 2013

USA સ્‍થિત બિનનિવાસી ભારતીયો સંચાલિત ‘‘એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશન ઓફ યુ.એસ.એ''ના ઉપક્રમે 2 જુન 2013ના રોજ યોજાયેલા ફન્‍ડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત ‘‘સ્‍વર સંજીવની મ્‍યુઝીક પાર્ટી''નું આયોજનઃ બોલીવુડ સીંગર તથા સારેગમ વિજેતા કલાકારોના લોકપ્રિય ગીતોની રમઝટઃ ભારતના ગ્રામ્‍ય વિસ્‍તારોના જરૂરિયાતમંદ નાગરિકો માટે ચલાવાતી કલ્‍યાણકારી પ્રવૃતિઓને પ્રોત્‍સાહિત કરવા ભારતીયોને ઉમટી પડવા આયોજકોનો અનુરોધ

USA સ્‍થિત  બિનનિવાસી ભારતીયો સંચાલિત ‘‘એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશન ઓફ યુ.એસ.એ''ના ઉપક્રમે 2 જુન 2013ના રોજ યોજાયેલા ફન્‍ડ રેઇઝીંગ પ્રોગ્રામ  અંતર્ગત ‘‘સ્‍વર સંજીવની મ્‍યુઝીક પાર્ટી''નું આયોજનઃ બોલીવુડ સીંગર તથા સારેગમ વિજેતા કલાકારોના  લોકપ્રિય ગીતોની રમઝટઃ ભારતના ગ્રામ્‍ય વિસ્‍તારોના જરૂરિયાતમંદ નાગરિકો માટે ચલાવાતી કલ્‍યાણકારી પ્રવૃતિઓને પ્રોત્‍સાહિત કરવા ભારતીયોને ઉમટી પડવા આયોજકોનો અનુરોધ

      (દિપ્તીબેન જાની દ્વારા):ન્‍યુજર્સીઃ ભારતના  પછાત તથા છેવાડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતા પરિવારો  તથા તેમના બાળકો માટે આરોગ્‍ય, પોષણ, શિક્ષણ તથા આર્થિક વિકાસ માટે કટિબધ્‍ધ તેવી ‘‘એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશન ઓફ યુ.એસ.એ.''ના ઉપક્રમે 2 જુન 2013 રવિવારના રોજ ફંડ રાઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત ભવ્‍ય મ્‍યુઝીક કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

      પર્ફોમીંગ આર્ટસ સેન્‍ટર મિડલસેક્‍સ કાઉન્‍ટી કોલેજ 2600, વુડબ્રિજ એવન્‍યુ, એડિસન ન્‍યુજર્સી મુકામે  બપોરે  4 થી રાત્રિના 8 વાગ્‍યાના  સુધી યોજાયેલા  સ્‍વર સંજીવની મ્‍યુઝીક પ્રોગ્રામમાં બોલીવુડ સીંગર તથા સા રે ગ મ વિજેતા સંજીવની ખાસ હાજરી રહી  શ્રોતાઓને  પોતાના ગીતોથી  મંત્રમુગ્‍ધ  કરી દેશે. તેમેન સાથ આપવા માટે ગાયક શ્રી ચિરાગ  તથા સંગીત વાદ્ય કલાકારો શ્રી મોહિત રૂપેશ તથા અમિત સહિતના કલાકારોની ટીમ જોડાશે.

      એકલ ફાઉન્‍ડેશનના ઉપક્રમે યોજાયેલા ઉપરોક્‍ત ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ  અંતર્ગત યોજાયેલ મ્‍યુઝીક પાર્ટીમાં 19 મે 2013 થી  પ્રવેશ ફી 30 ડોલર છે. ઉપરાંત  કોમ્‍પલીમેન્‍ટરી ફુડની વ્‍યવસ્‍થા કરાઇ છે.

      ઓન લાઇન ટિકીટ  મેળવવા  https//ekal.org/233/buyticket દ્વારા તથા વ્‍યકિતગત રીતે બુકિંગ કરાવવા માટે શ્રી પ્રજ્ઞા ખિસ્‍તી ફોન નં 732 - 762 - 5464, ઉમેશ શુક્‍લા 908 - 431 - 9845, એસ. ઠાકુર 908-625-9388, સુશ્રી નિલા વાઘમારે 93 - 731 -  6717, સુશ્રી ઈલા સુખડિયા 718 - 981 - 0572, શ્રી અરવિંદ સંત 646 - 641, 5663, શ્રી અંજલિ શર્મા 609 - 371 - 7174 , વિનોદ જુનજુનવાલા 973 - 615 - 2054, શ્રી આનંદ અગરવાલ 973 - 822 - 9355, મકરંદ અભયાંકર 347 - 229 - 3493, સારંગ રસ્‍તોગી 732 - 213 - 7281, સંજય ફાંસે 609 - 865 - 3873, સત્‍ય નેમાના 732 - 762 - 7104, રાજ મિત્તલ 732 - 382 - 8635, અશોક દેશપાંડે 732 - 229 -9419, સતિષ કાર્તિક 908 - 281 - 6172, કેશવ ઉપ્‍પલ 732 - 599 - 4892 તથા નંદા માઉનાસામી 518 - 726 - 0620 દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

      એકલ ફાઉન્‍ડેશન સંચાલિત ભારતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં 46966 જેટલી સ્‍કુલો દ્વારા  અક્ષરજ્ઞાન તથા શિક્ષણ આપવાનુ કાર્ય છે. જે 1,00,000 જેટલી સ્‍કુલોના લક્ષ્યાંકને આંબવાનો હેતુ છે. ફાઉન્‍ડેશન સંચાલિત સ્‍કુલનો 365 દિવસ એટલે કે 1 વર્ષ સુધી નિભાવવાનો ખર્ચ આપવા માટે 365 ડોલર રકમ નિયત કરાઇ છે. ફાઉન્‍ડેશનને મળતુ ડોનેશન વેરામાંથી બાદ મળી શકે છે.

      બિનનિવાસીઓ દ્વારા પોતાની માતૃભુમિ ભારતના જરૂરિયાતમંદ  નાગરિકોના કલ્‍યાણ માટે એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશન ઓફ યુ.એસ.એ.ના નેજા હેઠળ ચલાવાતી વિવિધ સેવાકિય પ્રવૃતિઓ માટે યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત યોજવામાં આવેલ ઉપરોક્‍ત મનોરંજન કાર્યક્રમમાં વધુમાં વધુ ભારતીયો સત્‍કાર્યમાં નિમિત બને તેવો અનુરોધ કરાયો છે.

       

 (12:07 am IST)
[social_media]
 
 
[all_news_right_side]