NRI Samachar

News of Thursday, 23rd May, 2013

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોએ સભ્‍યોના હિતાર્થે બે દિવસ માટે હેલ્‍થફેરનું કરેલું આયોજન ર70 જેટલા સભ્‍યોએ આ હેલ્‍થફેરનો લાભ લીધો : 33 ડોકટરો, ર9 લેબોરેટરી ટેકનીશીયનો અને 37 જેટલા સ્‍વયંસેવકો મળી કુલ્લ 999વ્‍યકિતઓએ સભ્‍યોની કરેલી નિઃસ્‍વાર્થ ભાવે સેવા : સભ્‍યોએ હેલ્‍થફેરના કાર્યને દાન આપી યોગ્‍ય સહાય કરી સર્વત્ર જગ્‍યાએથી મળેલો આવકાર

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોએ સભ્‍યોના હિતાર્થે બે દિવસ માટે હેલ્‍થફેરનું કરેલું આયોજન ર70 જેટલા સભ્‍યોએ આ હેલ્‍થફેરનો લાભ લીધો : 33 ડોકટરો, ર9 લેબોરેટરી ટેકનીશીયનો અને 37 જેટલા સ્‍વયંસેવકો મળી કુલ્લ 999વ્‍યકિતઓએ સભ્‍યોની કરેલી નિઃસ્‍વાર્થ ભાવે સેવા : સભ્‍યોએ હેલ્‍થફેરના કાર્યને દાન આપી યોગ્‍ય સહાય કરી સર્વત્ર જગ્‍યાએથી મળેલો આવકાર

      (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ  (શિકાગો) : જૈન સમાજના તમામ સભ્‍યો ર4માં તીર્થંકર ભગવાન મહાવીર સ્‍વામીએ ચીંધેલા માર્ગે ચાલનારા છે અને તેઓ સત્‍ય તથા અહિંસાના પ્રખર હિમાયતી તેમજ અસરપરસ જરૂરી મદદ તેમજ સહાય કરી ધન્‍યતા અનુભવે છે. આ સિધ્‍ધાંતોને ચરિતાર્થ કરતું એક પૂણ્‍ય કાર્ય જૈન સોસાયટી શિકાગોના સંચાલક મંડળના સભ્‍યોએ હેલ્‍થફેરનું આયોજન કરી પરિપૂર્ણ કર્યુ છે અને સમાજના તમામ સભ્‍યોએ આ પરોપકારી કાર્યને બિરદાવી તેની સરાહના કરી છે જે જૈન સોસાયટી માટે એક અહોભાગ્‍યની નિશાની છે.

      જૈન સોસાયટી શિકાગોનાં સંચાલક મંડળના સભ્‍યોએ મે મહિનાની પમી તથા 1ર મી તારીખ એમ બે દિવસો દરમ્‍યાન સભ્‍યોના હિતાર્થે વિના મુલ્‍ય હેલ્‍થફેરનું આયોજન કર્યુ હતું અને તેમાં ર70 જેટલા ભાઇ બહેનોએ આ સેવાનો લાભ લીધો હતો. પાંચમી તારીખના રોજ ડોકટર્સો સ્‍પેશીયાલીસ્‍ટો તેમજ લેબોરેટરી ટેકનીશીયનો અને નર્સોએ જરૂરી સેવાઓ આપી હતી. આ પ્રસંગે મોટા ભાગના સભ્‍યોનો બ્‍લડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો અને તેમાં બ્‍લડ કાઉન્‍ટર, બ્‍લડ સુગર કોલોસ્‍ટ્રોલ તેમજ વીટામીન-ડી ચેક અને પીએસએ સમરી આયોજન કરવામાં આવ્‍યું હતું.

      બ્‍લડ ટેસ્‍ટ સિવાય આ દિવસે ઇકેજી, કેરોટીડ, ડોપલર, ઇકોર્ડીયાગ્રામ તેમજ બોન ડેમ્‍સીટી ટેસ્‍ટ વગેરે કરવામાં આવ્‍યા હતા અને આ તમામ સેવા વિના મુલ્‍યે તમામ સભ્‍યોને આપવામાં આવી હતી. આ અંગે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરવાનું હતું એ તેમાં ર70 જેટલા સભ્‍ય ભાઇ બહેનોએ લાભ લીધો હતો. એક અંદાજ અનુસાર આશરે ર16 જેટલા સભ્‍યોએ તમામ ટેસ્‍ટ તથા સ્‍ક્રીનીંગનમાં ઉપસ્‍થિત રહ્યા હતા. શિકાગોની જાણીતી મેડસ્‍ટાર લેબોરેટરીએ નજીવા દરે પોતાની સેવાઓ બ્‍લડ ટેસ્‍ટ માટે પુરી પાડી હતી. પ્રથમ દિવસે તમામ દર્દીઓને જૈન સોસાયટી દ્વારા બ્રેક ફાસ્‍ટ તથા ઓરેન્‍જ જયુસ આપવામાં આવ્‍યું હતું. જેનો લાભ ડોકટર તથા સ્‍વયં સેવકોએ પણ લીધો હતો. આ અંગેની સંપૂર્ણ માહિતી દર્દીઓને મળી રહે તે માટે વિશાળ પડદાનું  આયોજન કરવામાં આવ્‍યું હતું અને તમામ માહિતીઓ તેમાં દર્શાવવામાં આવતી હતી જેથી કોઇપણ વ્‍યકિતને અગવડતા ન પડે.

      વિશેષમાં હેલ્‍થફેરના બીજો રાઉન્‍ડ મે માસની 1ર મી તારીખના રોજ યોજવામાં આવ્‍યો હતો અને તેમાં પહેલા રાઉન્‍ડમાં જે સભ્‍યોએ ભાગ લીધો હતો તે તમામ સભ્‍યો તથા થોડા બીજા અન્‍ય સભ્‍યો તેમાં જોડાયા હતા આ દિવસે ડોકટર્સો તથા સ્‍પેશીયાલીસ્‍ટોએ તથા અન્‍ય મેડીકલ વિભાગના તજજ્ઞો બ્‍લડ ટેસ્‍ટના જે પરિણામો આવેલ હતા તેનો અભ્‍યાસ કર્યા બાદ તેઓ તમામ દર્દીઓને આગળ કેવા પગલાં ભરવા તે અંગે માર્ગદર્શન આપતા હતા જેમાં કાર્ડીઓલોજીસ્‍ટ, ડેન્‍ટીટસ, ઓન્‍કોલોજીસ્‍ટ, ન્‍યુરોલોજીસ્‍ટ, ઓડીયોલોજીસ્‍ટ તેમજ સ્‍પીચ થેરાપીસ્‍ટો ખાસ સમાવેશ થતો હતો.

      આ હેલ્‍થફેરના પૂણ્‍યના કાર્યમાં સોસાયટીના સભ્‍યોએ ઉદાર દીલે દાનો આપી સંઘને જરૂરી સહાય કરી તે બદલ કાર્યવાહક સમિતિના સભ્‍યોએ સૌનો આભાર માન્‍યો હતો. જૈન સોસાયટીના સ્‍વયંસેવકો તથા ડોકટરોએ સેવાઓ આપી તેમાં (1) હિતેશ આર. શાહ (ર) અતુલ શાહ (3) વિપુલ શાહ (4) હિમાંશુ જૈન (પ) દિનેશ શાહ (6) મયુરી ઝવેરી (7) ડો. મહેશ શાહ (8) ડો. પરાગ દોશી (9) ડો. ડી.યુ.શાહ (10) ડો. હેતલ ગાંધી (11) ડો. કિર્તિ તલસાણીયા (1ર) ડો. સલીલ વાસણ-વાલા (13) ડો. સૈલેશ ઝવેરી (14) ડો. અનીલ શાહ (1પ) ડો. અર્ચના જૈન શ્રીવાત્‍સવ (16) ડો. બીજલ શાહ (17) ડો. ચીરાગી શાહ (18) ડો. દિપેશ શાહ (19) ડો. હેમાલી શાહ (ર0) ડો. લીના શાહ (ર1) ડો. મંદા પોખરણા (રર) ડો. મૌસમી શાહ (ર3) ડો. નિરંજન શાહ (ર4) ડો. પૂર્વી ઠક્કર (રપ) ડો. રશ્‍મીકાંત ગાર્ડી (ર6) ડો. રજુતા ગાંધી (ર7) ખુશાલ રાજ સીંગવી (ર8) લતા જૈન (ર9) સંધ્‍યા શાહ અને એલેક્ષીયન બ્રધર્સ  હેલ્‍થ સેન્‍ટરની નર્સોના સમાવેશ થાય છે.

      જૈન સોસાયટીમાં વિના મૂલ્‍યે સેવાઓ પુરી પાડનારા તમામ ડોકટરોનો સભ્‍યોએ આભાર માન્‍યો હતો અને પ્રતિ વર્ષે આવા હેલ્‍થફેરનું આયોજન કરવામાં આવે એવી લાગણીઓ વ્‍યકત કરી હતી. હેલ્‍થફેરને સફળ બનાવવા તમામ સભ્‍યોએ જે સહકાર આપ્‍યો તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે.

 (12:32 am IST)
[social_media]
 
 
[all_news_right_side]