NRI Samachar

News of Thursday, 23rd May, 2013

FIA શિકાગો દ્વારા ભારતના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી અંગે કીક ઓફ પાર્ટીનું કરવામાં આવેલું આયોજન : ઓગસ્‍ટ માસની 1પ થી 17 મી તારીખ દરમ્‍યાન ત્રણ દિવસ માટે ભરચક કાર્યક્રમ યોજવામાં આવશે : ઇલીનોઇ રાજયના સેનેટર ઇરા સીલ્‍વર સ્‍ટેન તથા પ0માં વોર્ડના મ્‍યુનિસીપલ કાઉન્‍સીલર ડેબ્રા સીલ્‍વરસ્‍ટેનનું શાલ ઓઢાડી કરાયેલું બહુમાન : શિકાગોમાં વસવાટ કરતા તમામ ભારતીયોને ઉજવણીમાં ભાગ લેવા કરાયેલો અનુરોધ

      (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : ભારતના 67માં સ્‍વાતંત્ર્ય દિનની શાનદાર રીતે ઉજવણી થઇ કે તે માટેનું એક જરૂરી આયોજન કરવા માટેનું ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએશન્‍સ શિકાગોએ દિવાન એવન્‍યુ પર આવેલ પંજાબી ધાબાના બોન્‍કવેટ હોલમાં મે માસની પ મી તારીખને રવીવારે ભારતીય સમાજના આગેવાનો તથા સંસ્‍થાના હોદ્દેદારોની એક કીક ઓફ પાર્ટીની મીટીંગ બપોરે 1ર-30 કલાકે યોજવામાં આવી હતી. આ પ્રસંગે ઇલીનોઇ રાજયના સેનેટર ઇરા સીલ્‍વર સ્‍ટેન તથા તેમના પત્‍ની પ0માં વોર્ડના સીટી કાઉન્‍સીલના સભ્‍ય ડેબ્રા સીલ્‍વરસ્‍ટેને હાજરી આપી હતી તેમજ એફઆઇએના અગ્રણીઓ અને હોદ્દેદારો તથા શુભેચ્‍છકો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

      આ કીક ઓફ પાર્ટીની મીટીંગની શરૂઆતમાં દિપ પ્રગટાવવાની વિધિ કરવામાં આવી હતી અને તેમાં રાજકીય આગેવાનો તથા સંસ્‍થાના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. આ અંગે જાણવા મળે છે તેમ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી માટે ત્રણ દિવસના ભરચક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં 1પ મી ઓગસ્‍ટને ગુરૂવારે શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને તે પ્રસંગે રાષ્ટ્રગીતો તથા પ્રાસંગીક સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. બીજા દિવસે 16મી ઓગસ્‍ટને શુક્રવારે ગાલાડીનરનો કાર્યક્રમ યોજવામાં આવશે. ત્રીજા દિવસે ઓગષ્ટની 17 મી તારીખને શનિવારે ભવ્‍ય પરેડનું આયોજન કરવામાં આવશે.

      કીક ઓફ પાર્ટીમાં હાજર રહેલા પ0માં વોર્ડના સીટી કાઉન્‍સીલર ડેબ્ર સીલ્‍વરસ્‍ટને ભારતીય સમાજના આગેવાનો સામુહિક રીતે 67માં ભારતના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે તે બદલ અભિનંદન આપ્‍યા હતા અને ભારતીય સમાજ તરફથી પોતાને જે ટેકો મળી રહ્યો છે તે બદલ આનંદની લાગણી વ્‍યકત કરી હતી. તેમણે વિશેષમાં જણાવ્‍યું હતું કે ભારતીય સમાજના વિકાસમાં તેઓ પોતાનો જરૂરી સહકાર આપશે એવી કરેલી જાહેરાતને સર્વેએ આવકાર આપ્‍યો હતો. આ પ્રસંગે ઇલીનોઇ રાજયના સેનેટર ઇરા સીલ્‍વરસ્‍ટેને પણ ભારતવાસીઓ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે તમામને અભિનંદન આપ્‍યા હતા અને તમામ સભ્‍યોનો પોતાને જરૂરી સાથ મળી રહેતો હોવાથી તેમણે આનંદની લાગણી વ્‍યકત કરી હતી. આ પ્રસંગે એફઆઇએના અધીકારીઓએ રાજકીય દંપતિને શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતું જે બદલ તેમણે આભારની લાગણી વ્‍યકત કરી હતી.

      આ કીક ઓફ પાર્ટીનું પ્રમુખ સ્‍થાન બોર્ડ ઓફ ટ્રસ્‍ટી ચેરમેન ઇફતેખાર શરીફે લીધુ હતુ અને તમામ સભ્‍યો તથા શુભેચ્‍છકો આ એસોસીએશનને જે સહકાર આપી રહ્યા છે તે બદલ સૌનો આભાર તેમણે માન્‍યો હતો. સંસ્‍થાના પ્રમુખ હીનાબેન ત્રિવેદીએ પણ ભારતીય સમાજના તમામ લોકોનો પણ જરૂરી સહકાર આપવા બદલ આભારની લાગણી વ્‍યકત કરી હતી. આ  પ્રસંગે ચેરમેન ઇફતેખાર શરીફે એફઆઇએના હોદ્દેદારોની ઓળખ કરાવી હતી અને તેઓ નિઃસ્‍વાર્થ ભાવે સમાજની સેવા કરી રહ્યા છે તે બદલ સર્વેની તેમણે સરાહના કરી હતી.

      FIA ના સેક્રેટરી વંદના વાલીઆએ હાજર રહેલા તમામ મહાનુભાવોનો આભાર માન્‍યો હતો આ સંસ્‍થાની નવી વેબ સાઇટ તૈયાર કરવા બદલ હિના ત્રિવેદીએ અંકુર ચૌધરીનો ખાસ આભાર માન્‍યો હતો. અને આ કીક ઓફ પાર્ટી યોજવામાં સહાયભૂત થવા માટે હરીશ કોલસાણીનો પણ સાથે સાથે આભાર માન્‍યો હતો. આ પ્રસંગે ટ્રસ્‍ટી બોર્ડના આગેવાનો બાબુ માર્શા પટેલ, અનીલ પિલ્લાઇ, ભાઇલાલ પટેલ, પ્રહલાદ પાટીલ તથા રણજીત ગાંગુલી ખાસ હાજર રહ્યા હતા.

      બપોરે લંચને માન આપ્‍યા બાદ કીક ઓફ પાર્ટી સમાપ્‍ત થઇ હતી. 

       

 (12:12 am IST)
[social_media]
 
 
[all_news_right_side]