NRI Samachar

News of Friday, 24th May, 2013

USA માં ''ઇસ્ટ યા વેસ્ટ, રેડિયો ઝીંદગી ઇઝ ધ બેસ્ટ'' ઃ ગઇકાલ ર૩ મે ર૦૧૩ થી ત્રિસ્ટેટ ન્યુયોર્ક ન્યુજર્સી તથા કનેકટીકટમાં એફ.એમ. રેડિયો સેવા ખુલ્લી મુકતુ ''રેડિયો ઝીંદગી'' ઃ ૯૭.૧ એફ.એમ, ૧૦૦.૭ એફ.એમ., તથા ૧૦૪.૭ એફ.એમ. હવે ત્રિસ્ટેટમાં ધુમ મચાવશે ઃ રોયલ આલ્બર્ટ પેલેસમાં દબદબાભેર મેગા લોંચ માટે COO શ્રી સંજીવ પંડયાએ ઉઠાવેલી જહેમતને મળેલો જબ્બર આવકાર

            (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી ઃ યુ.એસ.એ.ના પૂર્વથી પશ્ચિમ સુધીના તમામ વિસ્તારોને આવરી લેતા સૌથી મોટા ગણાતા ઇન્ડિયન રેડિયો સ્ટેશન ''રેડિયો ઝીંદગી'' એ ગઇકાલ ર૩ મે ર૦૧૩ થી ત્રિસ્ટેટ ન્યુયોર્ક, ન્યુજર્સી તથા કનેકટીકટમાં એફ.એમ. રેડિયો સેવા ખુલ્લી મુકી છે.

            સન ફ્રાન્સિસ્કો, સન જોસ, વોશીંગ્ટન ડી.સી. વરજીનીયા તથા મેરીલેન્ડ વિસ્તારોને આવરી લેતો રેડિયો ઝીંદગી હવે ન્યુયોર્ક, ન્યુજર્ર્સી, કનેકટીકટ -૯૭.૧ એફ.એમ. HD2       સેન્ટ્રલ જર્સી -૧૦૦.૭ એફ.એમ. તથા સાઉથ જર્સી ૧૦૪.૭ એફ.એમ. દ્વારા ધૂમ મચાવશે. જેની સેવા આઇ ફોન તથા એન્ડ્રોઇડ થી પણ મેળવી શકાશે.

            ર૩ મે ર૦૧૩ના રોજ સાંજે ૬ કલાકે રોયલ આલ્બર્ટસ પેલેસમાં દબદબાભેર ''રેડિયો ઝીંદગી'' ની મેગા લોંચ દરમિયાન સાંજે ૭-૩૦ કલાકથી પ્રેઝન્ટેશન કરાયા બાદ રાત્રે ૮-૩૦ કલાકે ડિનરનો કાર્યક્રમ યોજાયો હતો. જે માટે COO શ્રી સંજીવ પંડયા તથા સુશ્રી સુશ્મા શર્માએ જહેમત ઉઠાવી હતી.

 (12:50 am IST)
[social_media]
 
[all_news_right_side]