NRI Samachar

News of Friday, 24th May, 2013

અમેરિકામાં ''હેનરી કેન્ડાલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ''ના ડીન તરીકે ઈન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર કલ્પના મિશ્રાની નિમણુંકઃ પોલીટીકલ સાયન્સ સ્કોલર તથા શ્રેષ્ઠ ટીચર ઉપરાંત અનેક એવોર્ડ વિજેતા સુશ્રી કલ્પના ઈંગ્લીશ, હિંદી, પંજાબી, ચાઇનીઝ તથા ઉર્દુ ભાષાના જાણકારઃ પોલીટીકલ સાયન્સ સંલગ્ન વિવિધ એશોશિએશનના મેમ્બર

            તુલસાઃ ઓકલાહોમાઃયુ.એસ.ઃ યુ.એસ. સ્થિત ઈન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર કલ્પના મિશ્રાની નિમણુંક તુલસા યુનિવર્સિટીની હેનરી કેન્ડાલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના ડીન તરીકે થઇ છે. તેઓ ૧ જુનથી  હોદ્દો સંભાળશે.

            તેઓ ૧૯૮૮ની સાલથી યુનિવર્સિટીમાં ફેકલ્ટી મેમ્બર તરીકે કાર્યરત હતા. તેમજ ૨૦૦૩ની સાલથી એસોસીએટ ડીન તરીકે સેવાઓ આપતા હતા.

            સુશ્રી મિશ્રાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર તથા માસ્ટર ડીગ્રી મેળવી મિચીગન યુનિવર્સિટીમાંથી ડોકટરેટ કરેલુ છે. તેઓ ઈંગ્લીશ, હિંદી, પંજાબી, ચાઇનીઝ, તથા ઉર્દુ ભાષા જાણે છે. તેમજ પોલીટીકલ સાયન્સ સ્કોલર બનવા ઉપરાંત શ્રેષ્ઠ ટીચર તરીકેનો  એવોર્ડ મેળવી ચૂકયા છે. તેઓ અમેરિકન પોલીટીકલ સાયન્સ એશોશિએશન ફોર એશિયન સ્ટડીઝ તેમજ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એશોશીએશનના મેમ્બર છે.      

 (12:53 am IST)
[social_media]
 
[all_news_right_side]