NRI Samachar

News of Friday, 24th May, 2013

ગુજરાત દિન અને મધર્સ ડેની ઉજવણી પ્રસંગે યોજવામાં આવેલ ભજન સંધ્યાને યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્યોએ માણેલો આનંદ ઃ સંગીતના બેતાજ બાહશાહ હિતેશ માસ્ટર્સ, અતુલ સોની તથા રીટાબેન પટેલે પોતાના સુરીલા કંઠે સુંદર ભજનો તથા લોકગીતો રજુ કરી સીનીયરોની લોકચાહના પ્રાપ્ત કરી હતી ઃ ઇમીગ્રેશન સુધારણા બીલ, OCI ના નવા નિયમો તથા મેડીકેર તેમજ મેડીકેડ માટે અત્રેે સભ્યોને માહિતી આપવામાં આવી ઃ ડાયવરસીટી વીઝા પ્રોગ્રામની કેટેગરી રદ કરવાની ભલામણ ઃ તમામ કલાકારોનું શાલ ઓઢાડી બહુમાન કરાયુ

ગુજરાત દિન અને મધર્સ ડેની ઉજવણી પ્રસંગે યોજવામાં આવેલ ભજન સંધ્યાને યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્યોએ માણેલો  આનંદ ઃ સંગીતના બેતાજ બાહશાહ હિતેશ માસ્ટર્સ, અતુલ સોની તથા રીટાબેન પટેલે પોતાના સુરીલા કંઠે સુંદર ભજનો તથા લોકગીતો રજુ કરી સીનીયરોની લોકચાહના પ્રાપ્ત કરી હતી ઃ ઇમીગ્રેશન સુધારણા બીલ, OCI ના નવા નિયમો તથા મેડીકેર તેમજ મેડીકેડ માટે અત્રેે સભ્યોને માહિતી આપવામાં આવી ઃ ડાયવરસીટી વીઝા પ્રોગ્રામની કેટેગરી રદ કરવાની ભલામણ ઃ તમામ કલાકારોનું શાલ ઓઢાડી બહુમાન કરાયુ

      

      

            (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ઃ  બાર્ટલેટ (શિકાગો) ઃ સીનીયરોના હિતાર્થે ડેસ પ્લેઇન્સ વિસ્તારમાં યુનાઇટેડ સીનીયર પરિવાર નામની સંસ્થા ચાલે છે અને તે સંસ્થાના સભ્યોએ ઘણા લાંબા સમયથી એક સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજવા માટે આ સીનીયર સંસ્થાના સંચાલકો સમક્ષ યોગ્ય રજુઆત કરતાં તે લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇ આ સંસ્થાના સંચાલકોએ મે મહિનામાં ગુજરાતને સ્થાપના દિન તથા મધર્સ ડે જેવા મહત્વના કાર્યક્રમો આવતા હોવાથી સંગીતના કાર્યક્રમની સાથે સાથે તેની પણ ઉજવણી કરવાનો નિર્ણય કરાતા મે માસની ૧૮ મી તારીખને શનિવારે નાઇલ્સ ટાઉનમાં આવેલ કેથી હોલમાં આ ઉજવણી કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ૧પ૦ જેટલા સભ્યો ભાઇ બહેનોએ હાજરી આપી હતી.

            આ પ્રસંગોની ઉજવણી કરવામાં માટે યોજવામાં આવેલ કાર્યક્રમની શરૃઆત સંસ્થાના પ્રમુખ રમણભાઇ પટેલ તથા ટ્રેઝરરના વરદ હસ્તે દિપ પ્રગટાવવાની વિધિ કરવામાં આવી હતી અને આચાર્ય રોહિતભાઇ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા તેને સંપન્ન કરી હતી ત્યારબાદ સંસ્થાના સેક્રેટરીએ તમામ હાજર રહેલા સભ્યોને આવકાર આપી સમગ્ર કાર્યક્રમની રૃપરેખા સૌ સભ્યોને આપી હતી. આ પ્રસંગે  તેમણે ગુજરાત રાજયના પ૩માં સ્થાપના દિન પ્રસંગે સંપૂર્ણ વિગતો રજૂ કરી હતી જયારે આચાર્ય રોહિતભાઇ જોશીએ મધર્સ ડેની ઉજવણી પ્રસંગે તેનું મહત્વ સમજાવ્યુ હતું અને સૌ હાજર રહેલી તમામ બહેનોને તેમણે આશીર્વાદ આપ્યા હતા. મે મહિનામાં જે સભ્યોની બર્થ ડે આવતી હોય તે તમામ સભ્યોને બર્થ -ડે કાર્ડ આપવામાં આવ્યા હતા અને સર્વેની સામુહિક રીતે બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

            આ પ્રસંગે હાજર રહેલા તમામ સભ્યોને ભારત સરકારે OCI       અંગેના હાલના કાયદાઓમાટે જે અચાનક સુધારાઓ કરેલ છે તેની વિસ્તૃત સમજ તથા માહિતીઓ સભ્યોને આપવામાં આવી હતી અને તેમના જો આ પ્રસંગે કોઇ પ્રશ્નો હોય તો તેના પ્રત્યુત્તરો પણ સરળ ભાષામાં આપવામાં આવ્યા હતા. સને ર૦૧૪ના વર્ષથી હેલ્થકેરના કાયદાઓમાં જે જરૃરી સુધારાઓ આવી રહેલ છે તેની જરૃરી માહિતી આવતા જુન માસની મીટીંગમા આપવામાં આવશે એવી કરેલી જાહેરાને સૌ સભ્યોએ આવકારી હતી.

            આજની સભામાં ૮ સેનેટરોએ સેનેટમાં ઇમીગ્રેશન હાલના કાયદાઓમાં જરૃરી સુધારાઓ કરવા માટે અને બીલ સેનેટરમાં રજૂ કરવામાં આવેલ છે અને તેની ચર્ચા હાલમાં સેનેટની જયુડીસરી કીમટીમાં ચાલી રહેલ છેેતે અંગેની જરૃરી માહિતીઓ તમામ સભ્યોને આપવામાં આવી હતી.પ્રિત વર્ષે ડાયવરસીટી વીઝા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં પપ૦૦૦ જેટલી અરજીઓનો કવોટા નક્કી કરવામાં આવેલો છે. ઇમીગ્રેશન સુધારણા બીલમાં આ વીઝા પ્રોગ્રામ રદ કરવાની ભલામણ કરવામાં આવેલ છે અને જે પપ૦૦૦નો વીઝાનો કવોટા નક્કી કરાવમાં આવેલ છે તેનો ઉપયોગ ઉચ્ચકક્ષા કૌશલ્ય ધરાવતા અરજદારોનામ હિતાર્થે કરવા ભલામણ કરવામાં આવેલ છે ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે અગત્યની માહિતીઓ સૌ સભ્યોને આપવામાં આવશે એવી કરવામાં આવેલ જાહેરાતને સર્વે સભ્યોએ આવકારી હતી.

            આ પ્રસંગે શિકાગોની અતિ લોકપ્રિય સારેગમ ઓરકેસ્ટ્રાના કલાકારોએ સુંદર સંગતિ સંધ્યાઓ કાર્યક્રમ રજૂ કર્યો હતો. યુનાઇટેડ સીનીયર પરિવારને સભ્યો સામુહિક રીતે ગુજરાત દિન તેમજ મધસ-ડેની ઉજવણી કરવાનો નિર્ણય કરેલ હોવાથી સંગીત સંધ્યાની શરૃઆતમાં શિકાગોમાં સંગીતના બેતાજ બાદશાહ તરીકે પ્રસિધ્ધ એવા હિતેશ માસ્ટ.ર્સે જય જય ગરવી ગુજરાતનું પોતાના સુરીલા કંઠમાં રજૂ કર્યુ હતું અને અતુલ સોની તથા રીટાબેન પટેલે તેમાં સાથે આપતા તે ગીતમાં સોનેરી ચાંદ લાગી ગયા હતા. મધર્સ ડે નિમિત્તે કોકીક કંઠ ધરાવતી રીટાબેન પટેલે રાજા ઓર રંક ફીલ્મનું પ્રખ્યાત ગીઓ માતુ કીર્તની અચ્છી હૈ તુ કિતની ભોલી હૈ રજૂ કર્યુ હતુ ત્યારે બાદ સીનીયર પરિવારના સભ્ય હેમેન્દ્ર દવે તથા અતુલભાઇ સોનીએ ઓમાં તેરી સુરતએ અલગ ભગવાન કી સુરત કયા હોગી ગીત સુંદર રીતે રજૂ કર્યુ  હતું. લગભગ પોણા ચાર વાગે શરૃ થયેલો સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાત્રે સાડા સાત કલાકે પૂર્ણ થયો હતો જેમાા હિતેશ માસ્ટર્સ અતુલભાઇ સોની તથા રીટાબેન પટેલે મેલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આઉ, મન તડપત હરિ દર્શન કો આજ, પંખીડાને આ પીંજરૃ જુનુ લાગે, સુરના સજે કયા ગાઉ મે, ધુણીરે ધખાવી એની તારા નામની રે, તોરા મન દર્પણ કહેલાએ તેમજ મારા ઘટમાં બીરાજતા શ્રીનાથજીના સુંદર ગીતો બાદ આ ભજન સંધ્યાનો કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો.

      યુનાઇટેડ સીનીયર પરિવારના પ્રમુખ રમણભાઇ પટેલે તમામ સંગીતના કલાકારોનું શાલ ઓઢાડી  સન્માન કર્યુ હતુ જેમાં (૧) હિતેશ માસ્ચટર્સ (ર) અતુલભાઇ સોની (૩) રીટાબેન પટેલ (૪) અરવિંદભાઇ પટેલ તથા સુંદર તબલવાદક તરીકે ખ્યાતિ મેળવેલ (પ) કરીફખાનનો સમાવેશ થાય છે. આ સંગીતકારોએ આવો સુંદર સંગીતનો કાર્યક્રમ રજૂ કરવા બદલ સૌને વ્યકિતગત રીતે તમેણે આભાર માન્યો હતો. આ પ્રસંગે તમામ સભ્યોને સ્વાદિષ્ટ ભોજન પિરસવામાં આવ્યું હતું અને તેનો આસ્વાદ માણી સૌ વિખુટા પડયા હતા. સભ્યોની માંગણીને ધ્યાનમાં લઇ ત્રણ ચાર મહિના બાદ બીજો સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે એવી જોહરાતને સૌએ આવકારી હતી. આગામી ૯ મી જુને વિનામૂલ્યે પીકનીકનું આયોજન ફકત સભ્યો પુરતું જ કરવામાં આવશે એવું હસમુખ સોનીએ અંતમાં જણાવ્યું.

 (12:54 am IST)
[social_media]
 
 
[all_news_right_side]