NRI Samachar

News of Friday, 24th May, 2013

મલેશિયા સ્થિત ભારતીય મુળની ૪ વ્યકિતઓને મોતની સજા ફરમાવતી હાઇકોર્ટઃ ૪૭ વર્ષીય કોસ્મેટીક ટાયકુન મહિલા સોસીલાવતી સહિત ૪ વ્યકિતઓની ઘાતકીપણે હત્યા કરવાનો આરોપઃ જમીનની લે-વેચ કારણભુતઃ પુરાવાઓનો નાશ કરવાનો આરોપઃ ભારતીય મૂળના લોયર એન.પદમનાભન તથા ટી.થીલૈયાલગન, આર.માટન તથા આર કથવરાયનને સજા એ મોત

            (Malashia) હેડીંગ - મેટર

            કુલાલુમ્પુરઃ મલેશિયાઃ મલેશિયા સ્થિત એક લોયર સહિત ૪ ભારતીય મુળની વ્યકિતઓને કોર્ટએ કોસ્મેટીક ટાયકુન તરીકે ઓળખાતી ૪૭ વર્ષીય આકર્ષક મહિલા  સોસીલાવતી ઘાતકીપણે હત્યા કરવાના આરોપસર મોતની સજા ફરમાવી છે.

            ભારતીય મુળના ૪૪ વર્ષીય લોયર એન પદમનાભન, ૨૨ વર્ષીય ટી.થીલૈયાલગન, ૨૩ વર્ષીય આર માટન તથા ૩૩ વર્ષીય આર. કથવરાયન ઉપર ૨૦૧૦ની સાલમાં ૩૦ ઓગષ્ટના રોજ બેન્ટીંગ ટાઉન નજીક સોસીલાવતી સહિત ૪ વ્યકિતઓની હત્યા કરવાનો આરોપ હતો.સોસીલાવતી ઉપરાંત અન્ય ૩ વ્યકિતઓ કે જેની હત્યા થઇ હતી તે ૩૮ વર્ષીય નુરહીશમ મહોમદ, ૩૨ વર્ષીય લોયર અહમદ કમીલ અબ્દુલ કરીમ, ૪૪ વર્ષીય ડ્રાઇવર કમરૃદીન સમશુદીનનો સમાવેશ થાય છે.

            જમીનનો સોદો કર્યા બાદ ચૂકવણુ નહી કરી શકવાથી હત્યા કરી હોવાનુ માનવામાં આવે છે. પદમનાભનએ હત્યા બાદ ટેલીફોનીક વાતચીતના પુરાવાઓનો નાશ કરવાની કોશિષ કરી હતી. તેમજ મૃતકોના શરિરના અવશેષો ખેતરના પાણીમાં વહાવી દીધા હોવાનો આરોપ હતો. જમીનની ખરીદી બાદ પોતે આવેલા ચેક બાઉન્સ થવાથી તથા ચૂકવણુ કરી કરી શકે તેમ ન હોવાથી ઉપરોકત પગલુ ભર્યાનો આરોપ હતો.

            જજ શ્રી અખ્તર તાહીરએ તમામ બાબતોને ધ્યાને લઇ ભારતીય મૂળની ચારે વ્યકિતઓને પોતાની સજા ફરમાવી હતી.

 (12:55 am IST)
[social_media]
 
[all_news_right_side]