NRI Samachar

News of Friday, 24th May, 2013

નવનિર્મિત શિખરબધ્ધ 'સનિવેલ હિન્દુ મંદિર'ના મંગલપ્રવેશની દબદબાભેર ઉજવણી

નવનિર્મિત શિખરબધ્ધ 'સનિવેલ હિન્દુ મંદિર'ના મંગલપ્રવેશની દબદબાભેર ઉજવણી

      

      

       

            (પ્રવીણ દેશાઇ-સિલિકોન વેલી) ઇતિહાસની સાક્ષીએ લગભગ એક સૈકા પૂર્વે ઉતર અમેરિકાના પશ્ચિમ કાંઠાળ સાન ફ્રાન્સિસ્કો બંદર શહેર આસપાસ ભારતીય સમુદાયના હિન્દુ પંજાબી, ગુજરાતના વાપીથી તાપી વિસ્તારના ધરતીપુત્રોની બોલબાલા હતી. વર્તમાન સમયમાં આધુનિક પ્રસાર, પ્રચાર માધ્યમોની પાયાની જરૃરીયાતે ઇન્ફર્મેશન ટેકનોલોજીનું પ્રભુત્વ રહ્યું છે. તેના પ્રત્યેક પ્રમાણિત વૈનિક સિધ્ધાંતને મૂર્ત સ્વરૃપ આપવા અમેરિકાની સિલિકોન વેલીની પ્રત્યક્ષ સર્વોપરિતામાં હાઇટેક ક્ષેત્રના નિપુણ યુવા ભારતીય બૌધ્ધિક પ્રતિભાઓનું સામર્થ્ય મહત્વનું પરિમાણ રહ્યું છે.

            આઇ-ટી ક્ષેત્રના હરણફાળ વિકાસમાં વિસ્તરી દેશ-વિદેશની બૌધ્ધિકશકિતમાં ભારતીય મૂળની બીજી-ત્રીજી પેઢીના અવિરત વિકાસથી પ્રેરીત મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વરાડ ગામના વતની વિચક્ષણ હોટેલ-મોટેલ ઉદ્યોગપતિ, સમાજસેવક નારણજીભાઇ વિઠ્ઠલભાઇ પટેલના આંતરમનની પ્રેરણાએ ૧૯૯૧માં સિલિકોન વેલીના હાર્દ સમા સનિવેલ ઉપનગરની મધ્યમાં ૩.૧૫ એકર જમીનની ખરીદ કરી હતી. તેમની સાથે મૂળ પંજાબના વતની રાજ ભાનોટ જોડાયા હતા.૨૩ ડિસેમ્બર, ૧૯૯૩ માં દક્ષિણ ભારત, બંગાળ, ઓરિસા સહિત ભારતના સર્વ પ્રાંતીય સમુદાયના સામુહિક હિતલક્ષી આધ્યાત્મિક 'સનિવેલ હિન્દુ મંદિર'નું નિર્માણ થયું હતું.

            બે દાયકા બાદ સાંપ્રતકાલિન અત્યાધુનિક ક્રાંતિકારી હાઇટેક યુગની ઇન્ફર્મેશન ટેકનોલોજીની વિસ્તરતી ક્ષિતિજોને કારણે સિલિકોન વેલીમાં એક નાનકડું ભારત વસ્યું છે. સનાતન હિન્દુ ધર્મના વિરાટવૃક્ષના વિભિન્ન સંપ્રદાય, પંથ પ્રણાલિની શાખાઓનાગુજરાતી, મરાઠી, બંગાળી સહિત દક્ષિણ ભારત સહિતના અનેક અનુયાયીઓ માટે સનિવેલ મંદિર એક સક્ષમ સામાજિક, સાંસ્કૃતિક દેવસ્થાન તરીકેનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. પાશ્ચાત્ય સંસ્કાર, સંસ્કૃતિની ભૌતિક જીવનશૈલીમાં પ્રાચીન પારિવારીક પરંપરાના ઉચા મુલ્યોને સમુધ્ધ રાખવા અને લોકોની આધ્યાત્મિકતા સંતોષવા મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા અદભૂત ભવ્ય મંદિરના નવનિર્માણ કાર્ય હાથ ધરવામ આવ્યું હતું. ૨૩ માર્ચ, ૨૦૧૩ ના રોજ અ.ડો.૩૦ લાખના જંગી ખર્ચવાળા પ્રકલ્પ યોજનાનું ભૂમિપૂજન કરાયું હતું. મંદિર હસ્તકના અડધોઅડધ ભંડોળ ઉપરાંત શ્રધ્ધાળુંઓની ઉદાર આર્થિક સહાયતા અને 'વેલ્સ ફાર્ગો બેન્ક'ની લોનના આધારે એક વરસના ટૂંકા સમય ગાળામાં ૮ થી ૧૨ મે, ૨૦૧૩ દરમિયાન 'સ્ટેટ ઓફ દ્ય આર્ટ'કક્ષાના અદ્યતન હિન્દુ મંદિરનો 'મહાકુભ અભિષેક'મહોત્સવના આયોજનની સફળતા પ્રાપ્ત થઇ છે. નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ૩૨ દેવી-દેવતાઓના દર્શનાર્થેના એક હજાર ભાવિકોને સમાવિષ્ઠ કરવાની સક્ષમતા ઉપરાંત અદ્યતન આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણોથી સુસજ્જ સુંદર રસોડા વિભાગમાં ૫૦૦ ભાવિકો એક સાથે બેસીને જમી શકે તેવી સંુદર, સુઘડ વ્યવસ્થા શમાયેલી છે.

            'મહાકુભ અભિષેક'પાવન પ્રસંગે દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના પેન્સ્યુલા નિવાસી  સામાજ સેવીકા દયાની દેવી અમ્મા શ્રીકરૃણામયી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં મંદિરના પટાંગણમાં દક્ષિણ ભારતના ૧૬ પ્રકાંડ વિદ્વાન ધર્મગુરૃઓના બૂલંદ મંત્રોચ્ચારો વચ્ચે શ્રીગણેશ પૂજન તથા શુધ્ધિકરણ વિધિ સાથે 'પુણ્ય હવનમ'થયું હતું. સતત ચાર દિવસીય વિવિધ હોમ હવન- યજ્ઞ શંૃખલા અંતર્ગત વિભિન્ન મુખ્ય મનોરથી યજમાન પરિવાર હસ્તક દીખા હોમયજ્ઞ, ચંડી હોમયજ્ઞ, લક્ષ્મી હોમયજ્ઞ, નવગ્રહ હોમયજ્ઞ તથા રૃદ્ર હોમયજ્ઞ સહિતની મહાપૂર્ણાહૂતિ પ્રજ્ઞ સંપન્ન થયો હતો.

            મંદિરના આદ્યસ્થાપકો શ્રી નારણજીભાઇ પટેલની અંગત દેખરેખ અને શ્રી રાજ ભાનોટના માર્ગદર્શન હેઠળ સુપ્રસિધ્ધ મકરાણાના આરસપહાણની ૩૨ મનોરમ્ય મૂર્તિઓ જયપુર, રાજસ્થાનથી વાયા મંુબઇ દરિયાઇ માર્ગે સાન ફ્રાન્સિસ્કો અખાતી તટવર્તી ઓકલેન્ડ બંદરે ઉતરેલ પ્રતિમાઓ સહીસલામત સાનહોઝે આવી પહોંચી હતી. સંપૂર્ણ વૈદિક આધ્યાત્મિક વિધિવિધાન સંપન્ન પ્રાણપ્રતિષ્ઠિત ૩૨ દેવી- દેવતાઓમાં શ્રીરામ પરિવાર, શ્રીલક્ષ્મી-નારાયણ,શ્રીરાધા-કૃષ્ણ, શ્રીબાલાજી, સંકટમોચન શ્રીહનુમાનજી, શ્રીશારદા, શ્રીસરસ્વી, શ્રીબલભદ્ર,શ્રીજગન્નનાથજી, શિરડીના શ્રીસાઇબાબા ઉપરાંત શ્રીપરશુરામ, શ્રીબાબા બાલકનાથ-(સબ્રમણ્યમ), શ્રીદતાત્રય અને ભારતના તત્વજ્ઞાન ક્ષેત્રમાં અદ્વિતિય સ્થાને રહેલાં શ્રી આદિ શંકરાચાર્યજી વિગેરની પ્રતિમાઓ દર્શનાર્થીઓ માટે ઉપલબ્ધ કરાઇ છે.

            ધાર્મિક ક્રિયાકાંડ વિધિની પૂર્ણાહૂતિએ 'મહાકુંભ અભિષેક'થી મંદિરની શિખર પૂજા સહ દેવી-દેવતાઓની પ્રતિમાઓને વિધિવત અભિષેક, નેત્રપટ્ટી ખોલીને પ્રાણપ્રતિષ્ઠાની માંગલિક ધાર્મિક વિધિએ સ્થાપિત કરીને દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વારા ખોલવામાં આવ્યાં હતા. માંગલિક અવસરે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના રાજદૂત કોન્સલ જનરલ એન. પાર્થસારથી તેમના પત્ની સહ ખાસ હાજર રહ્યાં હતા.

            શનિ-રવિવારના 'વિક એન્ડ'મંદિરની મિલપીટસ ઉપનગરના લોકપ્રિય મેયર જોસ એસ્તેવાઝ, સાન્તાકલારા કાઉન્ટિના સુપરવાઇઝર ડેવ કોર્ટેઝી સહિત બે -એરિયાના વિવિધ ઉપનગરોના ઉચ સ્તરીય પ્રતિનિધિઓ, ભારતીય સ્વૈચ્છિક સામાજિક સંગઠનોના અગ્રણી આગેવાનો તથા મુખ્ય મનોરથી યજમાન પરિવાર સાથે વિશાળ ભાવિકોનો મંગલ પ્રવેશ કરાયો હતો.

            પ્રાસંગિક મગલિક અવસરે નિમિતે મંદિરના નાટયગૃહમાં આયોજિત સાસ્કૃતિક કાર્યક્રમોમાં બે-એરિયાના સુવિખ્યાત કથક, ભરતનાટયમ, કુચીપુડી, ઓડિસી શાસ્ત્રીય નૃત્ય શૈલીના સાધકો સંચાલિત વર્ગોના વિદ્યાર્થીઓએ પ્રસંગને અનુરૃપ વિશિષ્ઠ પ્રકારના મનમોહક સૂર-તાલમાં નૃત્યો પ્રસ્તુત કર્યા હતા.

            ભારતથી ખાસ આમંત્રિત દક્ષિણ ભારતીય કર્ણાટક સંગીતના મહારથી પદ્મવિભૂષણ મંગલપલ્લી બાલામુરલી ક્રિષ્ણનન અને ભકિતગીત સમ્રાટ અનુપ જલોટાજી મુખ્ય અતિથિવિશેષ હતા. કર્ણાટકી શાસ્ત્રીય સંગીતના પ્રકાંડ સૂર સાધક બાલામુરલીજીએ રવિ ગુટાલા-(તબલા), મનોજ તમ્હન્કર-(હાર્મોનિયમ) અને સતિશકુમાર રઘુનાથન તથા પાર્થસારથી કલ્યાણમૂર્તિના લય- તાલમાં ભારતીય પ્રાચીન શાસ્ત્રીય સંગીતની ઊંચાઇ અને ઉડાણના અદભૂત આગવા દર્શર્ને મંત્રમુગ્ધ કર્યા હતા. ભજન સમ્રાટ અનુપ જલોટાજીએ જગમે સુંદર હૈ દો નામ... રંગ દે ચુનરીયા શ્યામ પિયા મોરી... અને યે દૌલત ભી લેલો... સહિત અનેક લોકપ્રિય ભકિતગીતોથી ઉપસ્થિતો રસતરબોળ થયા હતા.   

       

 (12:56 am IST)
[social_media]
 
 
[all_news_right_side]