NRI Samachar

News of Friday, 24th May, 2013

સ્ટીવનેજ સત્સંગ મંડળ દ્રારા તાજેતરમાં લંડન ખાતે ત્રીદિવસીય શ્રી જલારામ કથામૃતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી

સ્ટીવનેજ સત્સંગ મંડળ દ્રારા તાજેતરમાં લંડન ખાતે ત્રીદિવસીય શ્રી જલારામ કથામૃતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી

      

      

            
      

       

            ફોટો લેવા ( ૨ ફોટો છે  )

       

            લંડનઃ તાજેતરમાં લંડન ખાતે સ્ટીવનેજ સત્સંગ મંડળ દ્રારા ત્રીદિવસીય શ્રી જલારામ કથા યોજાઇ હતી જેમાં ભકતજનોને જલારામ બાપાની ખીચડી અને રોટલાનો પ્રસાદ જમાડવામાં આવ્યો હતો.

            આ પ્રસંગે વિખ્યાત કથાકાર રમણીકભાઇ દવેએ વ્યાસપીઠ પરથી કથા અને શ્રી જલારામ બાપાના જીવન ચરિત્ર, ભકિતભાવ, સુંદર ઉદાહરણો સહિત કથામૃતનો લાભ આપ્યો હતો.

            સ્ટીવનેજ સત્સંગ મંડળ છેલ્લા પાંચ વર્ષથી કોઇ પણ પ્રકારની મદદ કે ગ્રાંટ વગર ચાલી રહયું છે અને કથા, સત્સંગ ભજન તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

            આ પ્રસંગે સોૈને જલારામ બાપાની ખીચડી અને રોટલાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

            સ્ટીવનેજ સત્સંગ મંડળના અગ્રણીઓ શાંતાબહેન, કંચનબહેન તેમજ હેમલતાબહેન દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી.

            વધુ માહિતી માટે, સંર્પકઃ ચંદ્રકાન્ત પંડયા ૦૭૯૫૮ ૩૯૯ ૨૩૩.

      
 (12:57 am IST)
[social_media]
 
 
[all_news_right_side]