NRI Samachar

News of Friday, 24th May, 2013

બર્મિંગહામના લક્ષ્મીનારાયણ મંદિરના નવસર્જન પ્રસંગે ૨૬ મે ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન

      

      

            
            લંડનઃ બર્મિંગહામ ખાતેના લક્ષ્મીનારાયણ મંદિરનું નવસર્જન કરાયા બાદ પુનઃશુભારંભ પ્રસંગે તા. ૨૬-૫-૧૩ના રોજ રવિવારે સવારના ૧૦થી સાંજના ૬ દરમિયાન લંડનથી પધારનાર રામબાપા અને શાસ્ત્રીશ્રી રમણિકભાઇ દવેની ઉપસ્થિતીમાં ૫૧ હનુમાન ચાલીસા, ગણેશ પૂજા, સમૈયા, મંદિરના હોલના શુભારંભ પ્રસંગે આરતી, ભજન કિર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

            તા. ૨૭મી મેથી તા. ૨ જૂન રોજ બપોરના ૨થી ૬ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રોજ કથા પછી મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્કઃ ભરતભાઇ જાની ૦૧૨૧ ૭૦૭ ૩૧૫૪

      
 (12:57 am IST)
[social_media]
 
 
[all_news_right_side]