NRI Samachar

News of Friday, 24th May, 2013

US સ્થિત ભારતીય મુળના ૪૫ વર્ષીય ડોકટર દેવીન્દર સિંહ બૈંસને ૧૨ વર્ષની જેલસજાઃ લાયસન્સ રદઃ રિસ્ટ વોચમાં છુપાવેલા હિડન કેમેરા વડે મહિલા દર્દીઓના ગુપ્ત અંગોનું વીડિયો રેકોર્ડીંગ કર્યુઃ દર્દી તથા ડોકટર વચ્ચેના ભરોસાનો ભંગ કરવા બદલ ગંભીર ટીકા સાથે સજા ફરમાવતી સ્વિડન ક્રાઉન કોર્ટ

      

      

            
            લંડનઃ ૧૪ વર્ષથી ૫૧ વર્ષની ઉંમર સુધીની મહિલા દર્દીઓની ચકાસણી વખતે રિસ્ટ વોચમાં છુપાવેલા હિડન કેમેરા વડે મહિલાઓના ગુપ્ત અંગોનું વિડિયો રેકોર્ડીંગ કરી લેવાના આરોપસર યુ.કે. સ્થિત ભારતીય મૂળના ૪૫ વર્ષીય ડોકટર દેવીન્દર સિંહ બૈંસને સ્વિડન ક્રાઉન કોર્ટએ ૧૨ વર્ષની જેલસજા ફરમાવી છે. તેમજ જનરલ મેડિકલ કાઉન્સીલએ પણ તેને સસ્પેન્ડ કરી દીધેલ છે.

            ૨૦૦૯ થી ૨૦૧૨ ની સાલ દરમિયાન ડોકટરે ૩૬૦ ઉપરાંત વિડીયો કિલપ્સ કરી હતી. એક મહિલા દર્દીને શંકા જતા તેણે કરેલી ફરિયાદ બાદ અન્ય ફરિયાદો પણ આવતા પોલીસે ડોકટરની ધરપકડ કરી હતી. તથા તેની પાસે રહેલી વિડીયો કિલપ્સ જપ્ત કરી હતી.

            ડોકટરએ કોર્ટ સમક્ષ સેકસ ક્રાઇમની કબુલાત કરી લીધી હતી. તેથી જજએ ડોકટર ઉપર દર્દીઓએ મુકેલા વિશ્વાસનો ભંગ કરવા બદલ સખત શબ્દોમાં ટીકા કરી  ઉપરોકત સજા ફરમાવી હતી.

      
 (12:59 am IST)
[social_media]
 
 
[all_news_right_side]