NRI Samachar

News of Friday, 24th May, 2013

બ્રિટનમાં જ્ઞાતિવાદ ભેદભાવ વિશે કાયદો લાવવા પિટીશનઃ હિન્દુ સંગઠનો કહે છે કાયદો બનાવવા કરતા લક્ષ્યાંકિત શૈક્ષણિક કાર્યક્રમો આપો

      

      

            
            લંડનઃ એન્ટરપ્રાઇઝ એન્ડ રેગ્યુલેટરી રીફોર્મ (      E&RR)       બિલ વિશે તાજેતરમાં થયેલી ચર્ચા દરમિયાન ઓકસફર્ડના ૪૧મા બિશપ, પેન્ટેગાર્થના લોર્ડ હેરિસે       E&RR       બિલ સાથે અસંગત સુધારા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ઇકવાલિટી એકટ ૨૦૧૦માં 'જાતિ-વશં'(race      )ના પાસા તરીકે 'જ્ઞાતિ'(cast)નો સમાવેશ કરવાનો આ પ્રસ્તાવ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પસાર કરાયો હતો (બીજા શબ્દોમાં જ્ઞાતિના આધાર પરનો ભેદભાવ ગેરકાનૂની ગણવો જોઇએ)સરકારે આ પગલાનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ નાની સમસ્યા છે અને સમુદાયના અમુક લોકો પૂરતો જ કેન્દ્રિત છે તેથી કાયદો બનાવવા કરતા તે લોકોને કેળવવાની સરકારની તૈયારી છે.સરકારનો હાઉસ ઓફ લોર્ડ્ઝમાં ૧૦૩ મતની બહુમતીથી પરાજય થયો હતો.હાઉસ ઓફ કોમન્સમાં ૧૬ એપ્રિલે સરકારનો ૬૪ મતથી વિજય થયો હતો અને તેને ફરી ચર્ચા માટે લોર્ડ્સમાં પરત મોકલાયું હતું.લોર્ડ્સમાં ૨૨ એપ્રિલે તેના પર ચર્ચા થઇ હતી અને ૧૩ મતની બહુમતીથી તેને પસાર કરાયું હતું.બીજા જ દિવસે આખરી વાચન માટે તેને હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરાયું હતું.વિન્સ કેબલે સરકારની ગુંલાટની જાહેરાત કરવા સાથે જ કાયદો પસાર કરાયો હતો.

            જયારે પહેલી ઓકટોબર ૨૦૧૦થી ઇકવાલિટી એકટ ૨૦૧૦ અમલમાં આવ્યો ત્યારે પાછળની તારીખે તેમાં 'કાસ્ટ- cast      'નો ઉમેરો કરી શકવાની સત્તા જાળવી રખાઇ હતી.તત્કાલીન સરકારે આ મુદ્દો તપાસવા ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ 'નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રીસર્ચ (NEISR      )ને'અભ્યાસની કામગીરી સોંપી હતી.NEISRએ જ્ઞાતિ ભેદભાવ અથવા કનડગતનો શિકાર બન્યા હોવાનું જણાવનાર ૩૨ લોકોનાં ઇન્ટર્વ્યુ લીધાં હતા,જેમાંથી નવ કિસ્સાનો ઉપયોગ કેસ સ્ટડી તરીકે કરાયો ન હતો અને બાકીના કિસ્સામાંથી મોટા ભાગના કિસ્સા હિન્દુ કોમ્યુનિટીઓની બહારના હતાં.રીપોર્ટમાં જણાવાયું હતું કે, 'આવા ભેદભાવનો શિકાર થયાની લાગણી ધરાવતી વ્યકિતના નિવેદન માત્રના આધારે તેઓ જ્ઞાતિ ભેદભાવનો ભોગ બન્યા હોવાનું  તારવી લેવું અશકય છે.ઓળખ કરાયેલાં મોટા ભાગના કિસ્સા જાટ- શીખના હતાં.'

            મોટા ભાગના હિન્દુ સંગઠનોએ સ્વીકાર્યું હતું કે જ્ઞાતિવાદી ભેદભાવનું થોડું પ્રમાણ  અસ્તિત્વમાં છે, પરંતુ સમયાંતરે તે ઘટી રહ્યો છે અને નજીવા ખંડોમાં કેન્દ્રિત છે.તેમણે એવી દલીલ કરી હતી કે કાયદો બનાવવાના બદલે લક્ષ્યાંકિત શૈક્ષણિક કાર્યક્રમો વધુ સારાં ગણાશે.તેમની રજૂ કરાયેલી દલીલો એવી હતીઃ આવા કાયદાનો અમલ મુશ્કેલ બની રહેશે કારણકે આધુનિક બ્રિટનમાં રહેાં યુવાન હિન્દુઓ તેમની જ્ઞાતિ વિશે ખાસ દરકાર રાખતાં નથી, આ વારસા પર આધારિત અને સજજડ વ્યાખ્યા ન ધરાવતો બદલાતો રહેતો ખ્યાલ છે, કાયદામાં 'જ્ઞાતિ'ની વ્યાખ્યાનો સમાવેશ થયો નથી, આ બાબત કંપનીઓ માટે નોંધપાત્ર વિવાદ અને બોજારૃપ કાનૂની કાર્યવાહી તરફ દોરી જશે, અને પ્રર્વતમાન 'રેસ ડિસ્ક્રિમિનેશન એકટ'આ મુદ્દા સાથે સારી રીતે કામ પાર પાડી શકે છે.અને ભેદભાવની તીવ્રતા અને પ્રમાણ વિશે કોઇ સંશોધન કરાયું નથી.

            ઇકવલિટીઝ મિનિસ્ટર જો સ્વિન્સને સાંસદોને જણાવ્યું હતુંઃ 'આ સમસ્યા હિન્દુ અને શીખ કોમ્યુનિટીઓમાં પ્રસરેલી છે.આથી, આ સમસ્યાના નિરાકરણ માટે અમે આ સમુદાયો સાથે કામ કરી રહ્યા છીએ.' તેમણે  ઉમેર્યું હતું કે, 'આ મુદ્દે લોર્ડ્સ ગૃહમાં ઘણાં તીવ્ર મંતવ્યો વ્યકત કરાયાં હતાં અને તેવાં મંતવ્યોનાં પગલે અમે વલણની પુનઃસમીક્ષા કરી હતી તથા જ્ઞાતિ સંબંધિત વિધેયક દાખલ કરવા સંમત થયા હતા.'લોર્ડ સિંઘ અને બેરોનેસ ફલેધર સહિત કેટલાંક લોર્ડ્સે એવી ટીપ્પણી કરી હતી, જે હિન્દુઓનાં મતે ઉશ્કેરાણીજનક અને હિન્દુ વિરોધી હતી.યુટયુબ પર પ્રદર્શિત નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ (NCHT      )દ્વારા નિર્મિત વીડીઓમાં આવી કેટલીક ટીપ્પણીના સારાંશ છે, જેને થોડાં જ સપ્તાહમાં ૧૧,૦૦૦થી વધુ નિરીક્ષણ પ્રાપ્ત થયાં હતાં.

            'એલાયન્સ ઓફ હિન્દુ ઓર્ગેનાઇઝેશન્સ'(AHO)દ્વારા બુધવાર ૮ મેના રોજ નીસડનમાં       BAPS       સ્વામીનારાયણ સ્કુલ ખાતે  બેઠક યોજાઇ હતી, જેમાં હિન્દુ કોમ્યુનિટીએ હવે શું કરવું જોઇએ તેની ચર્ચામાં ૧૦૦થી વધુ કોમ્યુનિટી સંગઠનોએ ભાગ લીધો હતો.નીચે મુજબના મુદ્દાઓ વિશેષ હતાં.

            (૧) હિન્દુ કોમ્યુનિટીએ સરકારને જણાવવું જોઇએ કે 'અમારે એક કે બે વર્ષ લાંબી અને સારી રીતે વિચારાયેલી પરામર્શ પ્રક્રિયાની જરૃર છે, જેમાં હિન્દુ કોમ્યુનિટીને સાંકળવી જ જોઇએ.આના વિના, સરકાર 'જ્ઞાતિ'ની યોગ્ય વ્યાખ્યા કરી શકશે નહિ અને હિન્દુઓ અને ખાસ કરીને હિન્દુ બિઝનેસીસ તિવ્રપણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મૂકાઇ જશે.'અપેક્ષિત પરામર્શ પ્રક્રિયા કેટલી લાંબી હશે તેની સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી.

            (૨)આગામી બે મહિના દરમિયાન, ગવર્મેન્ટ ઇકવાલિટીઝ ઓફિસ (      GEO      )સંબંધિત પક્ષકારો પાસેથી પરામર્શમાં જોડાવાની ઇચ્છા અને તેમની ચિંતાના ક્ષેત્રો વિશે જાણવા ઇચ્છે છે.આથી, તમામ હિન્દુઓ તેમના સંબંધિત એમપીને પીટિશન લેટર્સ મોકલી આપે તે અતિ મહત્વની બાબત છે.

            મિનિસ્ટર પાસે પાંચ વર્ષના ગાળામાં આ કાયદાની અસની સમીક્ષા કરવાની અને આ સેકશનને નાબૂદ કરવાની સત્તા છે.જોકે, આની વિગતો અસ્પષ્ટ છે.

      
 (01:00 am IST)
[social_media]
 
 
[all_news_right_side]