NRI Samachar

News of Friday, 24th May, 2013

જયોર્જીયા રાજયના બાયરન ટાઉનમાં શ્રી નરનારાયણ દેવદેશ સંચાલીત નવનિર્મિત છપૈયાધામ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કરાયેલું ભવ્ય આયોજન ઃ સાત દિવસ માટે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે અને વ્યાસ પીઠે યોગેન્દ્રભાઇ ભટ્ટ બિરાજમાન થશે ઃ ભારતથી સંત મહાત્માઓ, આચાર્યો અને અનેક હરિભકતો બાયરન પધારશે અને પ્રતિષ્ઠામાં હાજરી આપશે

      

      

            
      

            (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ઃ જયોર્જીયા રાજયના બાયરન ટાઉનમાં શ્રી નરનારાયણ દેવદેશ સંચાલીત નવનિર્મિત છપૈયાધામ શ્રી સ્વામી નારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું એક ભવ્ય આયોજન કરાવમાં આવેલ છે અને તે પ્રસંગે સાત દિવસ માટે શ્રીમદ ભાગવત સપ્તાહ પણ યોજવામાં આવશે અને વ્યાસ પીઠે યોગેન્દ્રભાઇ ભટ્ટ બિરાજમાન થનાર હોવાથી સર્વે હરિભકતોમાં આનંદની લાગણી પ્રસરેલી જોવા મળે છે સાત દિવસ માટે યોજાનાર આ મહોત્સવ પ્રસંગે જાણે સમગ્ર બાયરન ટાઉન એક ધર્મમય ટાઉન બની ગયું હોય એવા વાતાવરણનું સર્જન થવા પામેલ છે અને જેમ જેમ પ્રતિષ્ઠાના દિવસો વધુ નજીક આવી રહેતા હોય દરેક હરિભકતો આ પ્રસંગે અતિ આનંદ પૂર્વક ઉજવાઇ તે માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

            આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ સમગ્ર વિશ્વમાં ભગવાનના સબંંધને પામવા માટે અનેક વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય સંસ્કૃતિમાં શિવાલય આદિ મંદિરોના દર્શન કે તેની ઝાંખી આજદિન સુધી થતી આવેલ છે સવાવતારી ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોના કલ્યાણ માટે પોતને સ્વયં અગિયાર વર્ષની નાની વયે સમગ્ર ભારતુ ભ્રમણ કરી અનંત મુમુક્ષ જીવોને પોતાના દર્શન આપી પાવન કર્યા હતા. પોતાના સ્વયં અનુભવો અને સર્વોપરીપણાની રીતિ અનુસાર ભગવાનની ઉપાસના રખાવ્યા સારૃ ત્યાગ અને વૈરાગ્યનો પક્ષ મોળો કરાવીને મંદિરોની રચના કરી ત્થા ભગવાન સ્વામી નારાયણે તે મંદિરોમાં સાકાર અને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૃપની દૃઢતા અંગે પોતાના સ્વરૃપો પધરાવ્યા.

            મંદિર એટલે જયાં મનને સમર્પિત કરી દેવુ ને સ્થાન અને તેનું આયોજન ભગવાનનાં ભકતોને ભગવાનનાં પ્રત્યક્ષ સુખની પ્રાપ્તિ માટે કરેલ છે ભગવાને વિશ્વનું સૌ પ્રથમ  શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનું મંદિર નગર (અમદાવાદ) ખાતે બંરૃાવીને સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરીને અનંત જીવોનો ઉધ્ધાર કરેલ છે પોતે પોતાની હયાતીમાં વડતાલ, જુનાગઢ, ભૂજ, ધોલેરા, ગઢડા અને જેતલસર તેમજ ગઢડા, ધોળકા અને મૂળી મંદિરોના આયોજન કરી અને પોતાના સ્થાને સ્થાયેલા આચાર્યો દ્વારા એટલે કે અમદાવાદ દેશ અને વડતાલ દેશમાં મંદિર બનાવી પ્રતિષ્ઠા કરવાની આજ્ઞા કરી જેસ અધિકાર સ્વામીનારાયણ ભગવાને શિક્ષાપત્રી શ્લોક ૬રમાં કહ્યો છે.

            ભગવાને અમદાવાદનુ મંદિર બનાવી સંતો આગળ પોતાનો ગામે ગામ, શેરીએ શેરીએ, ઘરે ઘરે અને વ્યકિતદીઠ મંદિરો બનાવવા છે તે ન્યાયે આજે દેશ વિદેશમાં પણ સ્વામિનારાયણ ભગવાના સિધ્ધાંતો અનુસાર મુળ સંપ્રદાયના પ૦૦ થી પણ વધુ મંદિરો છે. જેમાં આઇ.એસ. એસ. ઓ. (ISSO      ) સંગઠન જે મુળ સંપ્રદાય દ્વારા ખૂબ જ કાર્યરત છે. અને સમગ્ર અમેરિકામાં જ આજે ૧પ થી વધુ મંદિર સાકાર છે અને તેની સાથે સાથે ન્યુઝીલેન્ડ, યુકે, ઓસ્ટ્રેલીયા, મલેશીયા, આફ્રિકા, કેનેડા જેવા દેશોમાં પણ મંદિરો કાર્યરત છે.

            હાલમાં અમેરિકાના જયોર્જીયા રાજયનમાં આવેલ બાયરન શહેરમાં ૧પ એકર જેટલી જમીનમાં સર્વોપરી ભગવાન સ્વામિનારાયપણની રૃચિ અનુસાર અને શ્રી નરનારાયણ દેવ ગાદીના આચાર્યશ્રી અને ભગવાન સ્વામીનારાયણના છઠ્ઠા વંશ જ પુજય મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની દિવ્ય પ્રેરણાથી સાકાર પામી રહ્યું છે જેનું ભૂમિપૂજન માર્ચ ર૦૧૦માં ભગવાનનાં સાતમાં વંશ જ અને નરનારાયણ દેવ ગાદીના વર્તમાન આચાર્યશ્રી દ્વારા સંપન્ન થયેલ છે.

      આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ આ મંદિરનું બાંધકામ રર૦૦૦ સ્કવેર ફૂટમાં ૪૦ ફૂટની ઉંચાઇ ધરાવતા ત્રણ શિખરો અને સત્સંગ હોલ તેમજ સંત નિવાસનું પણ આયોજન કરવામાં આવેલ છે આ સ્વામિનારાયણ મંદિરના અગ્રગણ્ય ભાગમાં પ૦૦ થી વધુ કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને તેની સાથે સાથે બાળકોને રમવા માટેના મેદાનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. હરિભકતોના સહયોગ તેમજ સંતોના માર્ર્ગ દર્શન હેઠળ આજે આ મંદિર લગભગ પૂર્ણતાને આરે આવીને ઉભું છે અને તેમાં જુન માસની ૩૦ મી તારીખને રવીવારે ભગવાનની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે વૈદોકત વિધિથી સંપન્ન થશે. આ પ્રસંગે ર૪ મી જુન થી ૩૦ મી જુન સુધી એમ સાત દિવસો દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને તે પ્રસંગે મોટી સંખ્યામાં હરિભકતો તેમાં ભાગ લેશે. પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિઓનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ સમિતિઓના સભ્યોએ પોતાની કામગીરીની શરૃઆત કરી દીધેલ હોવાનું દેખાઇ રહ્યું છે. 

 (01:01 am IST)
[social_media]
 
 
[all_news_right_side]