NRI Samachar

News of Friday, 24th May, 2013

અનુપમ મિશન, શ્રીરામ મંદિર,ચિન્મય યુકે, શ્રી વલ્લભનિધિ યુકે શ્રી સનાતન મંદિર, શ્રી સંતરામ ભકત સમાજ સહિતની વિવિધ સંસ્થાઓ દ્રારા આજથી ૩૧ મે સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી

      

      

            
            લંડનઃ  લંડન ખાતે અનજથી વિવિધ સંસ્થાઓ દ્રારા ૩૧ મે સુધી અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

            અનુપમ મિશન દ્રારા પાટીદાર સમાજ હોલ ખાતે કિર્તન અને મહાપ્રસાદના કાર્યક્રમ યોજાયો હતો જેમા અનેક લોકોએ હાજરી આપી હતી.

            શ્રીરામ મંદિર દ્રારા ફોર્ડ સ્ટ્રીટ, પ્લેક, વોલસોલ સ્થિત ૨૫ મેના રોજ શીવલીંગ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

            ચિન્મય યુકે દ્રારા તા ૨૨થી ૨૬ મે સુધી બ્રેન્ટ ટાઉન હોલ, ફોર્ટી લેન વેમ્બલી ખાતે  લાઇફ ઓફ વિઝન સાઇનપોસ્ટ ફોર સ્પીરીચ્યુલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

            શ્રી રામ મંદિર, ટીલ્ડા હોલ, હિલયાર્ડ રોડ લેસ્ટર ખાતે ૧૦૮ જયદેવલાલજી મહોદયશ્રીના સાન્નિધ્યમાં તા.૨૫ થી ૨૭ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. સંપર્કઃ અમરતબેન પોપટ ૦૧૧૬ ૨૨૦ ૦૩૯૧.

            શ્રી વલ્લભનિધિ યુકે સનાતન મંદિર  દ્રારા તા. ૨૪થી ૩૧ મેના રોજ શ્રીનાથ ચરિત્ર કથા અને માનનીય વચનામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. સંર્પક ઃ ૦૨૦ ૮૯૦૩ ૭૭૩૭

            શ્રી સંતરામ ભકત સમાજ દ્રારા તા. ૨૬ના રોજ બિશપ ડગ્લાસ રોમન કેથોલિક સ્કૂલ હેમિલ્ટન રોડ, ઇસ્ટ ફિંચલી ખાતે શ્રી લક્ષ્મણદાસ મહારજના તિથિ સત્સંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

      
 (01:01 am IST)
[social_media]
 
 
[all_news_right_side]