NRI Samachar

News of Monday, 3rd June, 2013

USAમાં ન્‍યુજર્સીના આંગણે શ્રી દ્વારકાધીશ હવેલી તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંયુકત ઉપક્રમે ર૧ જુન ર૦૧૩ થી ર૭ જુન ર૦૧૩ દરમિયાન ‘‘શ્રીનાથ ચરિત્રામૃત કથા'': યુવા વૈષ્‍ણવાચાર્ય પ.પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્‍વમુખેથી સંગીતમય સરલ શૈલીમાં કથાનું રસપાન કરવાનો લહાવો : શોભાયાત્રા, ગોવર્ધનલીલા, નંદમહોત્‍સવ, હોળી ઉત્‍સવ, રાસોત્‍સવ સહિતના દૈનંદિન પ્રસંગો : કળશ મહોત્‍સવ ર૯ જુનના રોજ : તમામ વૈશ્નવોને અલૌકિક અવસરોનો અદ્‌્‌ભૂત આનંદ માણવા ભાવભેર આમંત્રણ પાઠવતા આયોજકો

USAમાં ન્‍યુજર્સીના આંગણે શ્રી દ્વારકાધીશ હવેલી તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંયુકત ઉપક્રમે ર૧ જુન ર૦૧૩ થી ર૭ જુન ર૦૧૩ દરમિયાન ‘‘શ્રીનાથ ચરિત્રામૃત કથા'': યુવા વૈષ્‍ણવાચાર્ય પ.પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્‍વમુખેથી સંગીતમય સરલ શૈલીમાં કથાનું રસપાન કરવાનો લહાવો : શોભાયાત્રા, ગોવર્ધનલીલા, નંદમહોત્‍સવ, હોળી ઉત્‍સવ, રાસોત્‍સવ સહિતના દૈનંદિન પ્રસંગો : કળશ મહોત્‍સવ ર૯ જુનના રોજ : તમામ વૈશ્નવોને અલૌકિક અવસરોનો અદ્‌્‌ભૂત આનંદ માણવા ભાવભેર આમંત્રણ પાઠવતા આયોજકો

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : USA ના સમસ્‍ત ભાવીકજનોને વીદીત કરતાં આનંદ થાય છે. કે ન્‍યુજર્સી આંગણે શ્રી દ્વારીકાધીશ હવેલી તથા vallahh youth organlaation(vyo) નાં સંયુક્‍ત ઉપક્રમે, તા.૨૧-૬-૨૦૧૩ થી ૨૭-૬-૨૦૧૩ દરમ્‍યાન વૈષ્‍ણવ સંપ્રદાયનાં તેજસ્‍વી, કર્મઠ તથા આજની યુવા પેઢી માટે અવિરતમ પ્રેરણા બળ યુવા વૈષ્‍ણવાચાર્ચ પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીનાં શ્રીમુખેથી શ્રીનાથ ચરિત્રામૃતકથાનું  અતિ દિવ્‍ય આયોજન સંપન્ન થવા જઇ રહ્યું છે, USAનાં સૌ ભાવીકજનો અર્થે આનંદનો અવસર ન્‍યુજર્સી ખાતે વૈષ્‍ણવ સૃષ્ટિ અર્થે વિશેષરૂપે ‘‘શ્રીનાથ ચરિત્રામૃત કથા''નું  વિશેષ આયોજન થવાનું છે.

      આપણા સૌ વૈષ્‍ણવોનું સૌભાગ્‍ય છે કે યુવા વૈષ્‍ણવાચાર્ય પૂ.શ્રી વ્રજરાકુમારજી મહોદયશ્રી પોતાના સ્‍વમુખે, સંગીતમય, સરલ, દ્રષ્ટાંતસભર, જ્ઞાનસભર, તેમજ અત્‍યંત રસમય મનનીય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથાના માધ્‍યમથી પ્રભુ ભક્‍તિમાં વૃધ્‍ધી થશે. પ્રભુ માટેની શ્રધ્‍ધા વધશે. આજના પુષ્ટિમાર્ગનાં પાયાના વિષયોની સમજણ આપશે. શ્રીનાથજી પ્રાગટય, શ્રી ગિરીરાજજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાંઇજીના પ્રેરક પ્રસંગો અને અષ્ટસખા ચરિત્રો સાથે શ્રીનાથજીની મનમોહક લીલાઓના વર્ણનની સાથે આપણે ભાવવિભોર બનીશું. કથા દરમ્‍યાન દૈનીક ઉત્‍સવોની અવિરત આનંદ, ઉત્‍સાહ તથા ઉમંગ સથવારે હરખભેર ઉજવણી થશે. આ સાથે શ્રીનાથજી પ્રભુના પ્રસંગોલક્ષી દિવ્‍ય અલૌકીક ઝાંખીનાં દર્શનનો લ્‍હાવો પ્રાપ્‍ત થશે. આ સાથે કથા દરમ્‍યાન દૈનીક ઉત્‍સવો તથા શ્રી ઠાકોરજીની અલૌકીક લીલાઓનાં ઝાંખી દર્શનનો સૌને લાભ પ્રાપ્‍ત થશે. 

      તારીખ           કથા પ્રસંગ   કથાનો સમય

      ૨૧-૬-૨૦૧૩     શોભાયાત્રા એવં મહાત્‍મય કથા              સાંજે ૫-૩૦ થી ૮-૩૦

      ૨૨-૬-૨૦૧૩     શ્રી ગોવર્ધનલીલા એવં પ્રથમ મીલન        બપોર ૩-૦૦ થી સાંજે-૭

      ૨૩-૬-૨૦૧૩     નંદ મહોત્‍સવ                                               બપોરે ૩ થી સાંજે -૭

      ૨૪-૬-૨૦૧૩     હોળી ઉત્‍સવ                               સાંજે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦

      ૨૫-૬-૨૦૧૩     શ્રીનાથજી પ્રેરક પ્રસંગો                      સાંજે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦

      ૨૬-૬-૨૦૧૩     રાસોત્‍સવ                                  સાંજે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦

      ૨૭-૬-૨૦૧૩     પૂર્ણાહુતિ                                    સાંજે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦

      કથાનું સ્‍થળઃRAMADA INN, ૧૩૦ રૂટ, ૧૦ વેસ્‍ટ,ઇસ્‍ટ હેનોવર ન્‍યુજર્સી મુકામે રાખવામાં આવ્‍યુ છે.

      શ્રીનાથ ચરિત્રામૃત કથા દરમિયાન ઉત્‍સવોમાં મનોરથી થવા માટે મુખ્‍ય મનોરથી ૧૧૦૦૧ ડોલર સહાયક મનોરથી ૫૦૦૧ ડોલર કથા સેવક મનોરથી ૧૦૦૧ ડોલર પ્રસાદી મનોરથી (વીક એન્‍ડ) ૨૦૦૧ ડોલર પ્રસાદી મનોરથી (દૈનંદિન) ૧૧૦૧ ડોલર મનોરથી સેવા નોંધાવવા  માટે શ્રી બિરેન શેઠ ૯૭૩-૮૧૯-૮૧૮૯, સુશ્રી પારૂલ રોહિત મોદી ૭૩૨-૬૫૬-૧૬૭૪, શ્રી સુરેશ જાની ૨૦૧-૪૩૨-૨૧૬૩, ડો. જયેશ પટેલ  ૯૭૩-૪૬૧-૯૪૬૭ સુશ્રી રિપલ મજમુદાર ૯૭૩-૭૨૩-૩૪૬૫, શ્રી દિપક શાહ ૭૩૨-૭૨૧-૦૫૬૯, શ્રી મહેશ શાહ ૯૭૩-૨૦૪-૫૨૫૧ શ્રી તુષાર અમીન ૯૭૩-૨૨૭-૭૬૧૬

      શ્રી નાથ ચરિત્રામૃત કથા દરમિયાન ૩૦ જુન ૨૦૧૩ના રોજ સવરા ે૮ થી ૯ કલાક દરમિયાન પારસીપની ખાતે અને સવારે ૧૧ થી બપોરના ૧૨ કલાક દરમિયાન શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહાદેયશ્રી દ્વારા બ્રહ્મસંબંધ દિક્ષા આપવામાં આવશે.

      ન્‍યુજર્સીના ભાવીકજનોએ પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહાદેવશ્રીની મંગલ પધરામણીનો અમૂલ્‍ય અવસર પ્રાપ્‍ત કરવા માટે શ્રી બીરેનભાઇ શેઠ તથા સુશ્રી પારૂલબેન મોદીનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

      ૨૯ જુન ૨૦૧૩ ભારત પ્રયાગ તીર્થ કળશ મહોત્‍સવનું આયોજન કરાયુ છે.

      પવિત્ર પ્રયાગ તીર્થ વંદનાનો અમુલખ અવસર પ્રાપ્‍ત કરવાનું સ્‍થળ શ્રી વલ્લભધામ ટેમ્‍પલ ૭૧૭, વોશીંગ્‍ટન રોડ, પારલીન ન્‍યુજર્સી રાખેલ છે.

      USA ના સૌ ભાવીકજનોને જણાવતાં હર્ષ થાય છે કે, આજના યુવા પેઢી માટે અવિરત પ્નેરણાબળ એવા યુવા વૈષ્‍ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮શ્રી વ્નજરાજકુમારજી મહોદયશ્રીની મંગલ પ્નેરણાથી શ્રી દ્વારકાધીશ હવેલી તથા VALLABH YOUTH ORGANISATION  INC.(VYO NEWJERSEY)   દ્વારા ભારત તીર્થ કળશ મહોત્‍સવ નું અતિ અલૌકીક આયોજન સર્વપ્નથમવારUSA ભૂમી ખાતે સંપન્ન થવાં જઈ રહ્યું છેUSA ના NEWJERSEY આંગણે JUNE 29H,2013 આ મનોહર આયોજન સંપન્ન થશે.

      ભારતીય સંસ્‍કુતિમાં પ્નયાગ તીર્થ નું વિશેષ મહત્‍વ છે. ભારતમા શ્રી ગંગાજી,શ્રી યમુનાજી તથા શ્રી સરસ્‍વતીજી,જયાં આ ત્રણેય પવીત્ર નદીઓનું સંગમ થાય છે,એ પવીત્ર તીર્થ સ્‍થાન પ્નયાગ તીર્થના નામ થી પ્નસિધ્‍ધ છે. પ્નયાગ તીર્થનું જળ ખુબ જ પવીત્ર છે. આ તીર્થના પવિત્ર જળને સહસ્‍ત્ર (૧૦૦૮)કળશમાં ભરીને USA આંગણે પધરાવવામાં આવશે અને પૂ.શ્રી વ્નજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા શાસ્‍ત્રોકત વિધી અનુસાર કળશનું પૂજન સંપન્ન થશે. આ મહોત્‍સવમાં સમ્‍મલીત યજમાનો પણ આ કળશમાં પૂજનનો વિશેષ લ્‍હાવો પ્નાપ્ત થશે અને પૂજન કરેલા પવિત્ર કળશ પૂ.શ્રીના કરકમલો દ્વારા શુભાશિષ સહયજમાનને પધરાવવામાં આવશે.

      શ્રી ગંગાજી દ્વારા જ્ઞાન, શ્રી યમુનાજી દ્વારા ભકિત,તેમજ શ્રી સરસ્‍વતીજી દ્વારા સદ્‌કર્મની વૃદ્ધી થાય છે અને અંતઃની શુદ્ધી તેમજ અમૃતત્‍વ ની પ્નાપ્‍તિ થાય છે. ભારતમા આવા દિવ્‍ય જલના કળશને ઘરમાં સ્‍થાપના કરવાનો પ્રાચીન કાળથી ખૂબ જ મહિમા છે. જેથી ઘરમાં કોઇ પણ વાસ્‍તુ દોષોની નિવૃતિ થાય છે. પવિત્રતા વધે છે. ઘરમાં મંગલ તેમજ શુભ થાય છે. અને સુખ શાંતિ સ્‍થપાય તે હેતુથી ઘરમાં પણ  પવિત્ર જલના કળશની સ્‍થાપના થાય છે. આ પવિત્ર કળશને પધરાવવાથી પ્રયાગ તીર્થ ભાવાત્‍મકરુપે ઘરમાં વસે છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. આ સાથે જ ઘરમાં સકારાત્‍મક ઉર્જા (POSITIVE VIBRATIONS) ઉત્‍પન્‍ન થાય છે. અને નકારાત્‍મકતા (NEGATIVITY) નો નાશ થાય છે. ઉપરાંત માનસીક શાંતિનો એહસાસ થશે અને જીવનનાં સઘળાવિધ્‍નો દૂર થશે.

      ત્‍યારે આપણા સૌનું સૌભાગ્‍ય છે. કે USA માં સર્વપ્રથમવાર આ પ્રયાગ તીર્થ કળશ મહોત્‍સવ પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોધ્‍યશ્રીનાં મંગલ સાંનિધ્‍યમાં સંપન્‍ન થવાં જઇ રહ્યો છે. આ મહોત્‍સવ થકી USAમાં વસતા સનાતમ હિદું ધર્મપ્રેમીજનો એકન્ન થઇને આ અમુલખ અવસર માણી શકે એવો સુંદર પ્રયાર હાથ ધરાયો છે. કળશ મહોત્‍સવમાં કળશ પૂજનનું સંચાલન શ્રી કીશોરચંદ્ર શાસ્‍ત્રીજી દ્વારા કરવામાં આવશે. નોંધઃ પૂ.શ્રીના વચનામૃત બાદ મહાપ્રસાદનું આયોજન થયું છે.

      સજોડે કળશ પૂજનમાં જોડાવા માટે ૧૫૧ ડોલર તથા ૩૫૧ ડોલર ન્‍યોચ્‍છાવર રકમ રાખવામાં આવેલ છે. જે અંતર્ગત પૂ.શ્રી દ્વારા પૂજન કરેલ કળશ યજમાનને આશીર્વાદ સહ પધરાવવામાં આવશે.

      ૧૧૦૧ ડોલર રકમ ન્‍યોચ્‍છાવર કરનાર યજમાનને સપરિવાર (૪ સદસ્‍ય)ને મુખ્‍ય વિભાગમાં કળશ પૂજનનો લહાવો પ્રાપ્‍ત થશે. પૂ.શ્રી દ્વારા પૂજન કરેલ કળશ યજમાનને આશિર્વાદ સહ પધરાવવામાં આવશે. ઉપરાંત ૧૨ ઇંચનું શ્રી નાથજી પ્રભુ એવંશ્રી મહાપ્રભુજીનું લાવણ્‍યમય ફાઇબરનું સ્‍વરૂપ પૂ.શ્રી દ્વારા આશિર્વાદ સહ પધરાવવામાં આવશે.

      સહાયક યજમાન થવા માટે ૫૦૦૧ ડોલર ન્‍યોચ્‍છાવર રકમ રાખેલ છે. જે અંતર્ગત યજમાનને સપરિવાર (૬ સદસ્‍ય) ને પૂ.શ્રી સાથે મુખ્‍ય વિભાગમાં કળશ પૂજનનો લહાવો પ્રાપ્‍ત થશે મુખ્‍ય સહાયક યજમાનને પૂજન કરેલું ૧ મોટુ કળશ પધરાવવામાં આવશે. તથા પરિવારના સદસ્‍યો અર્થે ૩ નાના પૂજન કરેલા કળશ પૂ.શ્રી દ્વારા આશિર્વાદ સહ પધરાવવામાં આવશે. ઉપરાંત ૧૮ ઇંચનું શ્રીનાથજી તથા શ્રી મહાપ્રભુજીનું લાવણ્‍યમય ફાઇબરનું સ્‍વરૂપ તથા ૧૨ ઇંચનું શ્રીનાથજીનું લાવણ્‍યમળ ફાઇળરનું સ્‍વરૂપ પૂ.શ્રી દ્વારા આશિર્વાદ સહ પધરાવવામાં આવશે.

      મુખ્‍ય યજમાન માટે ૧૧૦૦૧ ડોલર  ન્‍યોચ્‍છાવર રકમ રાખેલ છે. જે અંતર્ગત સપરિવાર (૧૫ સદસ્‍ય) ને પૂ.શ્રી સાથે મુખ્‍ય વિભાગમાં કળશ પૂજનનો લહાવો પ્રાપ્‍ત થશે. મુખ્‍ય યજમાનને પૂજનનો લહાવો પ્રાપ્‍ત થશે. મુખ્‍ય યજમાનને પૂજન કરેલું મોટુ કળશ પધરાવવામાં આવશે તથા પરિવારના સદસ્‍યા અર્થે ૭ નાના પૂજન કરેલા કળશ પૂ.શ્રી દ્વારા આશિર્વાદસર પધરાવવામાં આવશે. ઉપરાંત ૧૮ ઇંચનું શ્રીનાથજી તથા શ્રી મહા પ્રભુજીનું લાવણ્‍યમય સ્‍વરૂપ ૧૨ ઇંચનું શ્રીનાથજીનું ફાઇબરનું સ્‍વરૂપ શ્રી રાધાકૃષ્‍ણનું મોટુ ફાઇબરનું સ્‍વરૂપ પૂ.શ્રી દ્વારા આશિર્વાદસહ પધરાવવામાં આવશે.

      કળશ મહોત્‍સવમાં યજમાન થઇને પૂ.શ્રી ના સાનિધ્‍યમાં કળશ પૂજનનો લાભ પ્રાપ્‍ત કરવા માટે નીચે દર્શાવેલ સંપર્ક સૂત્રોનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

      શ્રી બિરેન શેઠ ૯૭૩-૮૧૯-૮૧૮૯, સંશ્રી પારૂલ રોહિત મોદી ૭૩૨-૬૫૬-૧૬૭૪, શ્રી સુરેશ જાની ૨૦૧-૪૩૨-૨૧૬૩, શ્રી મહેશ શાહ ૯૭૩-૨૦૪-૫૨૫૧- સુશ્રી રિપલ મજમુદાર ૯૭૩-૭૨૩-૩૪૬૫, શ્રી દિપક શાહ ૭૩૨-૭૨૧-૦૫૬૯, ડો. જયેશ શાહ ૯૭૩-૪૬૧-૯૪૬૭ શ્રી તુષાર અમીન ૯૭૩-૨૨૭-૭૬૧૬ નો સંપર્ક સાધવા અથવા કો.ઓર્ડીનેટરશ્રી ડો.સરજુ શાહ ૭૩૪-૬૧૨-૯૮૭૬ નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

      તમામ વૈશ્નવ પરિવારોને દિવ્‍ય કથા રસપાન તેમજ કળશ ઉત્‍સવનો અલૌકિક આનંદ માણવા સંચાલકો દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયુ છે.  

       

 (12:39 am IST)
[social_media]
 
 
[all_news_right_side]