NRI Samachar

News of Monday, 3rd June, 2013

US ના શિકાગોમાં ઉજવાઇ ગયેલો ૧૪મો વાર્ષિક‘‘એશીયન અમેરિકન હેરીટેજ મંથ (AAHM): એશીયન કોમ્‍યુનીટી માટે મહત્‍વનું યોગદાન આપનાર ૮ મહાનુભાવોને એવોર્ડ અર્પણઃ શ્રી સુરેશ બોડીવાલા (એશીયન મિડીયા USA) શ્રી મહમ્‍મદ અસલામ, સુશ્રી સંતોષકુમાર, સુશ્રી હેતલ પટેલ, શ્રી રિશીકાંતસિંઘ (એર ઇન્‍ડિયા) સહિતનાઓનો સમાવેશઃ એવોર્ડ સ્‍પોન્‍સર તરીકે શ્રી નરેન પટેલ તથા તેમના બન્‍ને પુત્રોઃ મુખ્‍ય મહેમાન તરીકે સર્કીટ કોર્ટ કુક કાઉન્‍ટીના શ્રી ડોરોક્ષ બ્રાઉન તથા AAESC: સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા લંચ સાથે દબદબાભેર ઉજવાયેલો હેરીટેજ મંથ

US ના શિકાગોમાં ઉજવાઇ ગયેલો ૧૪મો વાર્ષિક‘‘એશીયન અમેરિકન હેરીટેજ મંથ (AAHM): એશીયન કોમ્‍યુનીટી માટે મહત્‍વનું યોગદાન આપનાર ૮ મહાનુભાવોને એવોર્ડ અર્પણઃ શ્રી સુરેશ બોડીવાલા (એશીયન મિડીયા USA) શ્રી મહમ્‍મદ અસલામ, સુશ્રી સંતોષકુમાર, સુશ્રી હેતલ પટેલ, શ્રી રિશીકાંતસિંઘ (એર ઇન્‍ડિયા) સહિતનાઓનો સમાવેશઃ એવોર્ડ સ્‍પોન્‍સર તરીકે શ્રી નરેન પટેલ તથા તેમના બન્‍ને પુત્રોઃ મુખ્‍ય મહેમાન તરીકે સર્કીટ કોર્ટ કુક કાઉન્‍ટીના શ્રી ડોરોક્ષ બ્રાઉન તથા AAESC: સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા લંચ સાથે દબદબાભેર ઉજવાયેલો હેરીટેજ મંથ

      શિકાગોઃ યુ.એસઃ યુ.એસ.ના શિકાગોમાં આવેલા રિચાર્ડ જે ડેલી સેન્‍ટર ડાઉનટાઉન ખાતે તાજેતરમાં ૨૮ મે ૨૦૧૩ના રોજ ૧૪મો વાર્ષિક એશીયન અમેરિકન  હેરીટેજ મંથ (AAHM) ઉજવાઇ ગયો. જેમાં એવોર્ડ  વિતરણ સમારંભ સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેના મુખ્‍ય મહેમાન તરીકે ‘‘સર્કીટ કોર્ટ ઓફ કુક કાઉન્‍ટી''ના કલાર્કશ્રી ડોરોક્ષી બ્રાઉન તથા ૧૪ વર્ષીથી કાર્યરત ‘‘એશીયન અમેરિકન એમ્‍પલોઇઝ સોશીયલ કલબ (AAESC)હતા.

      કાર્યક્રમમાં ઉપસ્‍થિતોનું સ્‍વાગત એશીયન કમિટી ચેર તથા ફર્સ્‍ટ મ્‍યુનિસીપલ બ્‍યુરોના એશોશીએટ કલાર્ક સુશ્રી બીના પટેલએ કર્યુ હતું. તથા શ્રી પોર્ટીઆ યંગએ રાષ્ટ્રગીતનું ગાન કર્યુ હતું. શિકાગો CBS ના એમસી સુસાન્‍ના સોંગએ સર્કીટ કોર્ટ સંચાલકશ્રી બ્રાઉનનો પરિચય આપ્‍યો હતો. બાદમાં સૌએ AAESC મેમ્‍બર્સ તથા સ્‍પોન્‍સરોનો વ્‍યક્‍તિગત આભાર માન્‍યો હતો. જેમાં મુખ્‍ય એવોર્ડ સ્‍પોન્‍સર તરીકે શ્રી નરેન પટેલ તથા તેમના પુત્રો નેઇલ અને રાજ પટેલનો સમાવેશ થતો હતો.

      ૨૩ ઓકટો ૧૯૯૨થી કાર્યરત AAHM ના ઉપક્રમે એશીયન પેસીફીક કોમ્‍યુનીટીના મહત્‍વના તહેવારો ઉજવાય છે.

      કુલ ૮ એવોર્ડ અપાયા હતા. જેમાં શ્રી મહમ્‍મદ અસલામ,શ્રી સુરેશ બોડીવાલા, શ્રી લિન્‍ને કાવામોટા સુશ્રી સંતોષકુમાર, શ્રીજીન લી, સુશ્રી હેતલ પટેલ, શ્રી એસ્‍ટેફન જી.રોય, તથા રિશીકાંત સિંઘનો સમાવેશ થતો હતો.

      એવોર્ડ વિજેતાઓને જુદા જુદા ક્ષેત્રોમાં કોમ્‍યુનીટી સેવાઓ માટે એવોર્ડ અર્પણ કરાયા હતા. જે પૈકી શ્રી સુરેશ બોડીવાલાએ એવોર્ડ સ્‍વીકારતી વેળાએ કરેલા ઉદબોધનમાં એવોર્ડ પ્રાપ્‍તિનો શ્રેય તેમની એશીયા મિડીયા યુ.એસ.એ.ની સમગ્ર ટીમને ઉપરાંત પોતાની માતા તથા પત્‍નીને આપ્‍યો હતો. તેમજ કાર્યક્રમના અધ્‍યક્ષશ્રી કલાર્ક ડોરોથ બ્રાઉન, શ્રી નરેન પટેલ, સુશ્રી બીના પટેલ તથા એશીયન અમેરિકન સોશીયલ કલબની સમગ્ર ટીમ તેમજ ઉપસ્‍થિતો સહિત તમામ શુભેચ્‍છકોનો આભાર માન્‍યો હતો.

      અન્‍ય એવોર્ડ વિજેતાઓ તરીકે સન્‍માનિત થનારાશ્રી મહમ્‍મદ અસલામ નોનપ્રોફીટ સંસ્‍થાઓને વિનામુલ્‍યે ફુડ ડોનેટ કરે છે. શ્રી લિન્‍ને કાવામોટો  એશીયન અમેરિકન બાર એશોશીએશન ઓફ ગ્રેટર શિકાગો એરીયાના સ્‍થાપક મેમ્‍બર છે. સુશ્રી સંતોષકુમાર નોનપ્રોફીટ મેટ્રોપોલીટન એશીયન ફેમીલી સર્વીસ (MAFS)ના સ્‍થાપક તથા એકઝીકયુટીવ ડીરેકટર ઉપરાંત એટર્ની, કાઉન્‍સેલર, પ્રોફેસર, કોમ્‍યુનીટી લીડર, તથા બીઝનેસ વુમન છે.શ્રી જુન લી બીઝનેસ પ્‍લાનીંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ એન્‍ડ ગવર્મેન્‍ટ રીલેશન્‍શના ડીરેકટર છે.

      સુશ્રી હેતલ પટેલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોરિએશન (FIA) ના સૌપ્રથમ યુવા મહિલા પ્રેસિડન્‍ટ છે. તેઓ BAPS વોલન્‍ટીયર તરીકે સેવાઓ આપે છે. ઉપરાંત ગુજરાત કલ્‍ચરલ એશોશિએશનના યુથ કો-ઓર્ડીનેટર છે.ડો.એસ્‍ટફેન જીરોય(એમ.ડી.) ઇન્‍ટરનલ મેડીસન બોર્ડ પ્રમાણિત ફીઝીશીયન છે.

      શ્રી રિશિકાંત સિંઘ એર ઇન્‍ડિયાના રીજીયોનલ મેનેજર છે. જેમની આગેવાની હેઠળ એર ઇન્‍ડિયાની આવકમાં ૨૫ ટકા જેટલો જંગી વધારો થયો છે. જેના થકી ૨૦૧૨ ની સાલમાં ૭૫ મિલીયન ડોલરની આવકના આંકડાને આંબી શકાયુ છે.

      સ્‍પોન્‍સર શ્રી નરેન પટેલએ તમામ એવોર્ડ વિજેતાઓ ઉપરાંત એશીયન કોમ્‍યુનીટી ની સેવા માટે કાર્યરત શ્રી ડોરોક્ષ બ્રાઉન તથા AAESE ચેર સુશ્રી બીના પટેલને બિરદાવ્‍યા હતા.

      પાયલીયા ડાન્‍સ ગૃપ સ્‍ટુડિયોના ઉપક્રમે બોલીવુડ ડાન્‍સ સહિતના કાર્યક્રમો પ્રદર્શિત થયા હતા. શ્રી બ્રાઉનએ તમામનો આભાર માની સફળ કાર્યક્રમના નિર્માણ બદલ તમામને બિરદાવ્‍યા હતા.

      કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોમા એઓવ વેઇયીંગ (ચાઇના) એન.જી.ગાંગટે (એકટીંગ કોન્‍સ્‍યુએલ જનરલ ઓફ ઇન્‍ડિયા) આન્‍દ્રીઆના સુપાન્‍દી (ઇન્‍ડોનેશિયા મસહરૂ યોશીડા(જાપાન) ચુલ હુહ (કોરીઆ) ઝાહીર પરવેઝ ખાન તથા  સોંગફોલ સુકચાન (કોન્‍સ્‍યુલ જનરલ ઓફ પાકિસ્‍તાન તથા થાઇલેન્‍ડ) CBS-2   શિકાગો, ટી.વી. એશિયા યુ.એસ.એ.ના સુશ્રી વંદના ઝીંગન, એશીયન મિડીયા યુ.એસ.એ.ના શ્રી સુરેશ બોડીવાલા, એસન્‍સ શિકાગોના લિલી કીમનો સમાવેશ થતો હતો.

      કાર્યક્રમ પૂર્ણ થયે લંચનું આયોજન કરાયુ હતું. જેના સ્‍પોન્‍સર તરીકે શ્રી આસિફ મલીક હતા તથા મનોરંજન કાર્યક્રમના સ્‍પોન્‍સર તરીકે સુશ્રી બીના પટેલ હતા.

      (એશીઅન મિડીયા સર્વીસ યુ.એસ.એ.ના સૌજન્‍યથી)   

 (12:41 am IST)
[social_media]
 
 
[all_news_right_side]