NRI Samachar

News of Monday, 3rd June, 2013

અમેરિકાનો સુપ્રતિષ્‍ઠિત‘‘એલિસ આઇલેન્‍ડ મેડલ ઓફ એવોર્ડ''મેળવનાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી રમેશ પટેલનું રોયલ આલ્‍બર્ટ પેલેસમાં દબદબાભર્યુ સન્‍માનઃ બેગ પાઇપર બેન્‍ડ એસ્‍કોર્ટથી શ્રી પટેલના આગમનને વધાવતા ૩૦૦ ઉપરાંત મહાનુભાવોઃ FIA શ્રી એચ.આર.શાહ તથા શ્રી આલ્‍બર્ટ જસાણી સ્‍પોન્‍સર્ડ કાર્યક્રમમાં શ્રી પટેલ તથા તેમના પત્‍ની શ્રીમતિ સુચેતા ગદગદિત

અમેરિકાનો સુપ્રતિષ્‍ઠિત‘‘એલિસ આઇલેન્‍ડ મેડલ ઓફ એવોર્ડ''મેળવનાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી રમેશ પટેલનું રોયલ આલ્‍બર્ટ પેલેસમાં દબદબાભર્યુ સન્‍માનઃ બેગ પાઇપર બેન્‍ડ એસ્‍કોર્ટથી શ્રી પટેલના આગમનને વધાવતા ૩૦૦ ઉપરાંત મહાનુભાવોઃ FIA શ્રી એચ.આર.શાહ તથા શ્રી આલ્‍બર્ટ જસાણી સ્‍પોન્‍સર્ડ કાર્યક્રમમાં શ્રી પટેલ તથા તેમના પત્‍ની શ્રીમતિ સુચેતા ગદગદિત

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકાના ત્રિસ્‍ટેટ ન્‍યુયોર્ક, ન્‍યુજર્સી,તથા કનેકટીકટની સૌથી મોટી ગણાત્રી નોનપ્રોફીટ સંસ્‍થા ‘‘ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશીએશન''(FIA)ના ઉપક્રમે તાજેતરમાં ૨૮ મે ૨૦૧૩ના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસમાં શ્રી.એચ.આર.શાહ શ્રી આલ્‍બર્ટ જસાણી તથા FIA ની સ્‍પોન્‍સરશીપ હેઠળ સુપ્રતિષ્‍ઠિત ૨૦૧૩ની સાલ માટેનો ‘‘એલિસ આઇલેન્‍ડ મેડલ ઓફ ઓનર''મેળવનાર શ્રી રમેશ પટેલનું બહુમાન કરાયુ હતું.

      સન્‍માન સમારોહમાં ૩૦૦ ઉપરાંત મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં શ્રી રમેશ પટેલના આગમનને બેગપાઇપર બેન્‍ડ એસ્‍કોર્ટ સાથે વધાવાયુ હતું.

      FIA પ્રેસિડન્‍ટ શ્રી સંજય અમીનએ શ્રી રમેશ પટેલને સિધ્‍ધી અપાવવા માટે પ્રોત્‍સાહિત કરનાર તેમના પત્‍ની શ્રીમતિ સુચેતા રમેશ પટેલના યોગદાનને પણ બિરદાવ્‍યુ હતું. કાર્યક્રમના કો.હોસ્‍ટશ્રી આલ્‍બર્ટ  જસાણીએ શ્રી પટેલને સલામી આપી બિરદાવવાનું ઉપસ્‍થિતોને આહવાહન આપ્‍યુ હતું.

      એલિસ આઇલેન્‍ડ મેડલ ઓફ ઓનરના પૂર્વ વિજેતા તથાકાર્યક્રમના સ્‍પોન્‍સર શ્રી એચ.આર.શાહએ શ્રી રમેશ પટેલને અભિનંદન પાઠવી તેમના યોગદાનને બિરદાવ્‍યુ હતું.

      FIA સેક્રેટરી શ્રી શ્રુજલ પરીખ, ટી.વી.એશિયાના શ્રી રિલેશ શાહ તથા શ્રી પંકજ બ્રહ્મભટ્ટ, પદમશ્રી ડો. સુધીર પરીખ, સહિતનાએ શ્રી રમેશ પટેલને ઉમળકાભેર વધાવ્‍યા હતા. શ્રી રામ ગઢવી, શ્રી ચંદ્રકાંત ત્રિવેદી, શ્રી યશ પાઉલ સોઇ, ડો.પ્રવિલ પાંધી, શ્રી દિપક પટેલ, શ્રીમતિ શોભના પટેલ, શ્રી જયેશ પટેલ, શ્રી જગદીશ પટેલ, શ્રી કનુભાઇ ચૌહાણ, શ્રી સુધીર વૈશ્નવ, શ્રી આનંદ પટેલ, સહિતના હોદેદારોએ ઉદબોધન કરી શ્રી રમેશ પટેલને અભિનંદન પાઠવ્‍યા હતા.

      કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોમાં શ્રી પિયુષ પટેલ, શ્રી પ્રકાશ શાહ, શ્રી રિવો નોરભુ, શ્રી એન્‍ડી ભાટીયા, શ્રી રાજીવ ભાંબરી,શ્રી પિટર કોઠારી, શ્રી સુનિલ નાયક, શ્રી મહેશ શાહ શ્રી શામ ખાન, શ્રી કપિલ શાહ, તથા શ્રી વિષ્‍નું પટેલ સહિતનાઓનો સમાવેશ થતો હતો.

      BAPS ના શ્રી ડો.હેમંત પટેલ પુષ્‍પગુચ્‍છથી, શ્રી અહમહ શકીરએ સર્ટિફીકેટથી સ્‍વાગત કર્યુ હતું. તથા ફોટો આલ્‍બમ FIA ના શ્રી ચંદ્રકાંત ત્રિવેદી તથા દિપક ઘડીયાલીએ આપી શ્રી રમેશ પટેલનું બહુમાન કર્યુ હતું.

      શ્રી રમેશ પટેલએ તમામનો આભાર માન્‍યો હતો. તેમના પત્‍ની સુશ્રી સુચેતાએ પણ પોતાના પતિએ મેળવેલી સિધ્‍ધને ઇશ્વર તથા કોમ્‍યુનીટીનો આભાર માન્‍યો હતો.

      શ્રી રમેશ પટેલ એલિસ આઇલેન્‍ડ એવોર્ડ મેળવનારા ૬ ઠ્ઠા ભારતીય બન્‍યા છે.

       

 (12:42 am IST)
[social_media]
 
 
[all_news_right_side]