NRI Samachar

News of Friday, 7th June, 2013

‘‘ઇલમ કી લકડી જાદુ કા ખેલ'': દુબઇમાં જાદુ ટોનાથી બોસને વશ કરી રાતોરાત અમીર બની જવાનો પ્રયત્‍ન કરનાર ભારતીય મૂળના ૩૩ વર્ષીય યુવકની ધરપકડઃ ભારતથી મંગાવેલુ મેલી વિદ્યાની સામગ્રીનું કવર પોલીસના હાથમાં આવી ગયુ

            દુબઇઃ દુબઇમાં બોસ ઉપર જાદુ ટોના, કરી અથવા તો મેલી વિદ્યા અજમાવી પોતાના વશમાં કરવાનો પ્રયત્‍ન કરનાર ભારતીય મૂળના ૩૩ વર્ષીય યુવાનની ધરપકડ થઇ છે.

            રાતોરાત અમીર બની જવાની લાલચથી બોસને વશમાં કરી લેવા તેણે જાદુ ટોના માટેની અમુક સામગ્રી ભારતથી મંગાળી હતી. પરંતુ તેનું કવર યુવાનના હાથમાં આવવાને બદલે પોલસના હાથમાં આવી જતા તેની ધરપકડ કરાઇ હતી.

            યુવાને કબુલ કર્યુ હતું કે તે પોતાના બોસને વશ કરી ધાર્યુ કામ પાર પાડવા માંગતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં ઇસ્‍લામી કાનૂન અનુસાર કોઇપણ જાતના જાદુ ટોના કે મેલી વિદ્યા ઉપર પ્રતિબંધ છે.

 (11:36 pm IST)
[social_media]
 
[all_news_right_side]