NRI Samachar

News of Friday, 7th June, 2013

અમેરિકાના ન્‍યુજર્સીમાં આવેલા શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે રવિવાર, ૯ જુન ૨૦૧૩ ના રોજ ‘‘ફ્રી આયુર્વેદિક કેમ્‍પ'' :આયુર્વેદ ક્ષેત્રે વિવિધ એવોર્ડ વિજેતા સુપ્રસિધ્‍ધ ડો. દિનેશ પંડયા હાજર રહેશેઃ ‘‘નાડી પરિક્ષા''દ્વારા દર્દોનું નિદાનઃ સાંધાનો દુઃખાવો, સંધિવા સહિતના હઠીલા દર્દોમાં ધરગથ્‍થુ ઉપચારો દ્વારા રાહત મેળવવાની તક

            (દિપ્‍તીબેન જાની દ્વારા)  ન્‍યુજર્સીઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ ૨૦૫, સ્‍પ્રિંગ વેલે રોડ પારામસ ન્‍યુજર્સીના ઉપક્રમે ૯ જુલાઇ ૨૦૧૩ રવિવારના રોજ ‘‘ફ્રી આયુર્વેદિક કેમ્‍પ''નું આયોજન કરાયુ છે.

            ગુરૂકૂળમાં બપોરે ૨ વાગ્‍યાથી શરૂ થનારા કેમ્‍પમાં યુ.એસ.એ.ના ફેરફિલ્‍ડમાં આવેલા મહર્ષિ આયુર્વેદ પ્રિવેન્‍શન સેન્‍ટરના પૂર્વ ફીઝીશીયન, આયુર્વેદ પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ તથા ફાર્મસી ફાર્માકોલોજી વિષય સાથે પી.એચ.ડી.ની ડીગ્રી મેળવનાર સુપ્રસિધ્‍ધ ડોકટર દિનેશ પંડયા નાડી પરિક્ષણ દ્વારા વિનામૂલ્‍યે નિદાન કરી આપશે. જેમણે આયુર્વેદ ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવેલા છે.

            કેમ્‍પમાં નાડી પરિક્ષણ ઉપરાંત આરોગ્‍ય માટેના ઘરગથ્‍થુ  ઉપચારો તેમજ સાંધાનો દુઃખાવો અને સંધિવામાં રાહત મેળવવા વિષયક નિદાન કરી અપાશે.

            તમામને સપરિવાર મિત્ર મંડળ સહિત ફ્રી આયુર્વેદિક કેમ્‍પનો લાભ લેવા આયોજકોએ આમત્રણ પાઠવ્‍યુ છે.

            વિશેષ માહિતિ માટે શ્રી અંકુર ભુવા ફોન નં. ૩૪૭-૫૩૩- ૩૯૬૯ અથવા શ્રી ઘનશ્‍યામ સી. વધાસિયા ફોન નં.૨૦૧-૯૨૬-૬૬૯૯ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

 (11:38 pm IST)
[social_media]
 
[all_news_right_side]