NRI Samachar

News of Friday, 7th June, 2013

અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા તથા ભારતમાં રહી આવક મેળવતા નાગરિકો યુ.એસ. સરકારને ઇન્‍કમટેક્ષ ભરવા જવાબદારઃ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૧૫ જુનઃ યુ.એસ.ની ‘‘ઇન્‍ટરનલ રેવન્‍યુ સર્વીસ''(IRS)ની ઘોષણા

અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા તથા ભારતમાં રહી આવક મેળવતા નાગરિકો યુ.એસ. સરકારને ઇન્‍કમટેક્ષ ભરવા જવાબદારઃ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૧૫ જુનઃ યુ.એસ.ની ‘‘ઇન્‍ટરનલ રેવન્‍યુ સર્વીસ''(IRS)ની ઘોષણા

            યુ.એસઃ યુ.એસ.ની ‘‘ઇન્‍ટરનલ રેવન્‍યુ સર્વીસ''એ ગયા સપ્‍તાહમાં યુ.એસ.ના નાગરિકો તથા ગ્રીન કાર્ડ ધરાવતા અને ૨૦૧૨ની સાલમાં અન્‍ય દેશમાં પણ આવક મેળવવા ગયેલા તમામ નાગરિકો માટે ટેકસ ભરવાની જવાબદારી યાદ કરાવી છે.

            યુ.એસ. સ્‍થિત નાગરિકો માટે રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ હતી. જયારે યુ.એસ. નાગરિક હોય પરંતુ વિદેશમાં રહેતા હોય તેઓને ર મહિનાની વધુ મુદત મળતા ૧૫ જુન સુધીમાં રીટર્ન ભરી શકશે.

            જો ૧૫ જુન સુધીમાં રીટર્ન ભરી ન શકાય તેમ હોય તો ૧૭ જુન સુધીમાં ફોર્મ નં. ૪૮૬૮ ભરી ૧૫ ઓકટો સુધી રિટર્ન ભરવાની મુદત લંબાવી શકાય છે. જો કે તેમ કરાવાથી વ્‍યાજ તથા પેનલ્‍ટી ભરવાના રહે છે.

 (11:39 pm IST)
[social_media]
 
[all_news_right_side]