NRI Samachar

News of Friday, 7th June, 2013

૧૯૮૪ની સાલમાં ખાલી હાથે અમેરિકા જઇ શૂન્‍યમાંથી સર્જન કરનાર ભારતીય મૂળના મહિલા સુશ્રી ચંદા ઝવેરીનો વતન પ્રેમઃ કોલકતા યુનિવર્સિટીમાં કેન્‍સર વિષયક સંશોધન સ્‍પોન્‍સર કર્યુઃ યુ.એસ.માં સ્‍કિન વિષયક સંશોધનો માટે માનદ ડોકટરની પદવી મેળવીઃ પોતાની માલિકીની સ્‍કીન કેર કંપની સ્‍થાપી

            યુ.એસ.: ૧૯૮૪ ની સાલમાં લગ્નબંધનમાંથી મુક્‍ત થઇ કોઇપણ જાતની મુડી કે વગ વિના ખાલી હાથે અમેરિકા જઇ શૂન્‍યમાંથી સર્જન કરનાર ભારતીય મૂળના ક્રાંતિકારી મહિલા સુશ્રી ચંદા ઝવેરીએ તાજેતરમાં પોતાના વતન કોલકતાની મુલકાતા લઇ કોલકતા  યુનિવર્સિટીને કેન્‍સર રિસર્ચ ફંડ સ્‍પોન્‍સર કર્યુ છે.

      અમેરિકામાં ઉચ્‍ચ શિક્ષણ મેળવી લ્‍યુકેમીયા કેન્‍સર સામે ૬ વર્ષ સુધી ઝઝુમી પોતાની સ્‍કિન કેર નામક કંપની સ્‍થાપનાર સુશ્રી ઝવેરીએ મોલેકયુલર બાયોલોજી તથા જીનેટીકસ સાથે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ કરેલ છુ. ઉપરાંત સ્‍કિન વિષયક સંશોધનો કરવા બદલ માનદ ડોકટરની ડીગ્રી પણ મેળવી છે.

 (11:40 pm IST)
[social_media]
 
[all_news_right_side]