NRI Samachar

News of Friday, 7th June, 2013

‘‘ગર્વસે કહો, હમ બ્રિટન કે નાગરિક હૈ'': બ્રિટનમાં જન્‍મેલા કે ભારતથી આવેલા શીખોનો ઉદગારઃ ‘‘બ્રિટીશ શીખ રિપોર્ટ''(BSR) દ્વારા કરાયેલો સર્વે પાર્લામેન્‍ટમાં રજુઃ ધાર્મિક, રાજકિય તથા સાંસ્‍કૃતિક દૃષ્ટિથી તમામ રીતે બ્રિટન ઉતમ હોવાનો બ્રિટન સ્‍થિત ૭,૬૦,૦૦૦ જેટલા શીખોનો અનુભવ

            લંડનઃ યુ.કે. તાજેતરમાં યુ.કે.ની પાર્લામેન્‍ટમા જાહેર કરાયેલા સર્વે મુજબ બ્રિટનમાં જન્‍મેલા કે ભારતથી આવેલા શીખો પોતાને બ્રિટનના નાગરિક ગણાવા બદલ ગૌરવ અનુભવે છે.

            સર્વે મુજબ બ્રિટનમાં ૭,૬૦,૦૦૦ જેટલા શીખો વસે છે. જેઓ કયારેક વંશીય ભેદભાવ તથા હુમલાઓનો પણ ભોગ બને છે. તેમ છતા સૌપ્રથમવાર તૈયાર કરાયેલ ‘‘બ્રિટીશ શીખ રીપોર્ટ''(BSR      ) દ્વારા કરાયેલા સર્વે મુજબ ઉપરોક્‍ત વિગત પ્રકાશમાં આવી છે. જે અંતર્ગત ૬૫૦ જેટલા શીખો સાથે ઓનલાઇન પ્રશ્નોતરી કરી તેઓને ધાર્મિક, રાજકિય, તથા સાંસ્‍કૃતિક રીતે બ્રિટન કેવું લાગે છે. તેવો સવાલ પૂછતા તેમણે ભારતથી આવ્‍યા હોવા છતા અથવા તો બ્રિટનમાં જન્‍મ્‍યા હોય તો પણ બ્રિટનના નાગરિક હોવા બદલ ગૌરવ વ્‍યક્‍ત કર્યુ હતું.

 (11:42 pm IST)
[social_media]
 
[all_news_right_side]