NRI Samachar

News of Sunday, 9th June, 2013

મારી સામે દક્ષિણ વિરોધી લોબીનું કાવત્રુ છે : શ્રી નિવાસનનું નિવેદન

મારી સામે દક્ષિણ વિરોધી લોબીનું કાવત્રુ છે : શ્રી નિવાસનનું નિવેદન

      ચેન્નાઇ : પોતાના જમાઇનું નામ સટ્ટાબાજીમાં ઉછળ્‍યા બાદ નાછુટકે બીસીસીઆઇના સક્રિય પ્રમુખ પદેથી કામચલાઉ રીતે હટી જનાર એન. શ્રીનિવાસને જણાવ્‍યું કે  ારાન અને મારા પરીવાર સામે જે આરોપ મુકવામાં આવ્‍યા છછ તે ક્રિકેટમાં સક્રિય નોર્થ લોબી દદ્વરા સાઉથ લોબી ખાસ કરીને તમીલો સામે ઘડાયેલા કાવત્રાનો એક ભાગ છ. જનતા પાર્ટીના અધ્‍યક્ષ સુબ્રમણ્‍યમ સ્‍વામીએ ટવીફટ દ્વારા આરોપ લગાગ્‍યો હતો કે બીસીસીઆઇમાં નોર્થ ઇન્‍ડિયન લોબી સાઉથ ઇન્‍ડિયનોને ટાર્ગેટ કરી રહી છે. આ અંગે પુછવામાં આવતા શ્રી નિવાસને જણાવ્‍યું કે તે સ્‍વાભાવિક છે. તે એક ખુલ્‍યુ઼ રહસ્‍ય છે કે દક્ષિણ ભારતીયો સામે કાવત્ર ઘડાયું છે એક તમિલ ટીવી ચેનલને મુલાકાત દરમિયાન શ્રી નિવાસને જણાવ્‍યું કે મારી સામે કોઇ આરોપ ન હતા પરંતુ બીસીસીઆઇની લોબી, જેને સંગઠનની આગેવાની લેવી હતી તેમાં તે નિષ્‍ફળ જતા મને ટાર્ગેટ કર્યો. હું ગમે તેટલા પણ સવાલોના જવાબ આપીશ. બીસીસીઆઇમાં પણ મને સમર્થન છે. સત્‍ય ટુંક સમયમાં બહાર આવશે.

       

 (03:36 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]