NRI Samachar

News of Monday, 10th June, 2013

શ્રી દ્વારકાધીશ મંદિર, પાર્લીન ન્‍યુજર્સીના ઉપક્રમે જુન તથા જુલાઇ માસ દરમિયાન યોજાયેલી ઉત્‍સવોની હારમાળાઃ ૧૨ જુન ૨૦૧૩ ના રોજ પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ઇંદિરા બેટીજી (જીજી) ના વચનામૃતઃ ૧૬ જુન ૨૦૧૩ ના રોજ મહાપ્રભજી આવિર્ભાવ ઉત્‍સવઃ ૧ જુલાઇ ૨૦૧૩ થી ચિલ્‍ડ્રન કલ્‍ચરલ કેમ્‍પઃ ૧૮ થી ૨૨ જુલાઇ ૨૦૧૩ દરમિયાન ગૌરીવ્રત-જયા પાર્વતી ઉત્‍સવઃ તમામ વૈશ્નવોને ઉત્‍સવોનો લાભ લેવા મંદિર દ્વારા પાઠવાયેલુ આમંત્રણ

શ્રી દ્વારકાધીશ મંદિર, પાર્લીન ન્‍યુજર્સીના ઉપક્રમે જુન તથા જુલાઇ માસ દરમિયાન યોજાયેલી ઉત્‍સવોની હારમાળાઃ ૧૨ જુન ૨૦૧૩ ના રોજ પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ઇંદિરા બેટીજી (જીજી) ના વચનામૃતઃ ૧૬ જુન ૨૦૧૩ ના રોજ મહાપ્રભજી આવિર્ભાવ ઉત્‍સવઃ ૧ જુલાઇ ૨૦૧૩ થી ચિલ્‍ડ્રન કલ્‍ચરલ કેમ્‍પઃ ૧૮ થી ૨૨ જુલાઇ ૨૦૧૩ દરમિયાન ગૌરીવ્રત-જયા પાર્વતી ઉત્‍સવઃ તમામ વૈશ્નવોને ઉત્‍સવોનો લાભ લેવા  મંદિર દ્વારા પાઠવાયેલુ આમંત્રણ

      (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ શ્રી દ્વારકાધીશ મંદિર, ૭૧૭, વોશીંગ્‍ટન રોડ, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે જુન તથા જુલાઇ ૨૦૧૩ દરમિયાન વિવિધ ઉત્‍સવોનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત ૧૨ જુન ૨૦૧૩ના રોજ પૂ.પા.ગો.૧૦૮ શ્રી ઇંદિરા બેટીજી (જીજી)ના વચનામૃતનો કાર્યક્રમ, ૧૬ જુન ૨૦૧૩ ના રોજ મહાપ્રભુજી આવિર્ભાવ ઉત્‍સવ, ૧ જુલાઇ ૨૦૧૩ થી ચિલ્‍ડ્રન કલ્‍ચરલ કેમ્‍પ, તથા ૧૮ જુલાઇથી ૨૨ જુલાઇ દરમિયાન ગૌરીવ્રત-જયા પાર્વતી વ્રત ઉજવણી ઉત્‍સવનું આયોજન કરાયુ છે.

      ૧૨ જુન ૨૦૧૩ બુધવારના રોજ યોજાયેલ પૂ.પા.ગો.૧૦૮ શ્રી ઇંદિરાબેટીજી (જીજી)ના કાર્યક્રમ અંતર્ગત સાંજના ૫ થી ૬ દરમિયાન ભજન સંધ્‍યા, ૬ થી ૭ દરમિયાન પૂ.જીજીના વચના મૃત, તથા સાંજના ૭ થી ૮ દરમિયાન દર્શન થશે.

      દર્શન બાદ તમામ વૈશ્નવો માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

      દરેક વૈશ્નવોને કાર્યક્રમનો  લાભ લેવા વિનંતી કરાઇ છે.

      ૧૬ જુન ૨૦૧૩ રવિવારના રોજ જગદગુરૂ શ્રીમદ વલ્લભા-ચાર્યજી મહાપ્રભુજીનો આવિર્ભાવ મહોત્‍સવ ન્‍યુ હેવન, કનેકટીકટ સ્‍ટેટમાં પ્રથમ પરબ્રહ્મ પરમાત્‍મા પુષ્ટિ પુરૂષોતમ શ્રીનાથજી પ્રભુના નૂતન નંદાલયમાં ભવ્‍યતાથી આવિર્ભાવાત્‍મક પ્રતિષ્ઠા વિધિ પૂ.પા.ગો.૧૦૮ શ્રી ઇંદિરા બેટીજી મહોધ્‍યાશ્રી (જીજી) ના વરદ કર કમલો દ્વારા રાખવામાં આવ્‍યો છે. જે અંતર્ગત જીજીના દિવ્‍ય વચનામૃતનો લાભ લેવા આમંત્રણ અપાયુ છે.

      ઉત્‍સવના મુખ્‍ય મનોરથી તરીકે ડો.સુશ્રી નલિનીબેન હરીશભાઇ પરીખ સુશ્રી મીનાબેન નલિનભાઇ શાહ, સુશ્રી ઉષાબેન ચંપકભાઇ પટેલ તથા સુશ્રી નયનાબેન મનસુખભાઇ સગર છે.

      ઉત્‍સવ અંતર્ગત શોભાયાત્રા સવારે ૧૧ વાગ્‍યે આવિર્ભાવાત્‍મક પ્રતિષ્‍ઠા વિધિ બપોરે ૧૨ કલાકે તથા પૂ.જીજીના દિવ્‍ય વચનામૃતનો સમય બપોરે ૧૨-૩૦ કલાકનો રાખવામાં આવ્‍યો છે.

      ભારતની સંસ્‍કૃતિ તથા ધર્મના ભવ્‍ય વારસાનું નિદર્શન ૩ થી ૧૪ વર્ષની વયના બાળકોને કરાવવા માટે પિકનીક, મુવી, તથા મનોરંજનનો કાર્યક્રમ વિષયક પ્રથમ કેમ્‍પ ૧ જુલાઇ ૨૦૧૩ સોમવારથી ૫ જુલાઇ ૨૦૧૩ શુક્રવાર દરમિયાન થશે. તથા બીજો કેમ્‍પ ૮ જુલાઇ ૨૦૧૩ સોમવારથી ૧૨ જુલાઇ ૨૦૧૩ શુક્રવાર દરમિયાન યોજાશે.

      કેમ્‍પમાં શામેલ થવા માટે બાળકદીઠ ૮૦ ડોલર ડોનેશન રકમ રાખવામાં આવી છે.  બંને કેમ્‍પમાં શામેલ થવા માટે ૧૩૦ ડોલર ડોનેશન રકમ રાખવામાં આવી છે.

      રજીસ્‍ટ્રેશન માટે શ્રી પિન્‍કી ખોખાણી (૭૩૨)૪૨૯-૩૨૪૮, શ્રી જીગીશા પરમાર (૭૩૨)૭૨૧-૧૬૮૧, શ્રી ભારતી શાહ (૭૩૨) ૪૩૨-૦૬૬૪, શ્રી કાજલ પટેલ (૭૩૨) ૩૭૯-૧૭૦૧, શ્રી હિતિક્ષા પટેલ (૭૩૨) ૪૨૮-૭૬૨૮,શ્રી વર્ષા મહેતા (૭૩૨) ૫૬૬-૦૩૩૨ શ્રી નેહા શાહ (૭૩૨) ૯૮૬-૧૭૯૪, તથા શ્રી દિપ્‍તી શાહ (૮૪૮) ૫૬૫- ૪૧૩૫ નો સંપર્ક સાધવા જણાવાયુ છે. ઉપરાંત  રજીસ્‍ટ્રેશન ફોર્મ મંદિરમાં પણ ભરી શકાશે. તેમ જણાવાયુ છે.

      ૧૮ જુલાઇ ૨૦૧૩ ગુરૂવારથી રર જુલાઇ ૨૦૧૩ સોમવાર સુધી ગૌરીવ્રત-જયા પાર્વતી વ્રત ઉજવાશે.

      ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાય હે ગોરમા.

      ગૌરીવ્રત માટે પૂજા અને ગોરો મંદિરમાંથી મેળવી શકાશે. બાહ્મણ રોજ બાળાઓને પૂજા કરાવશે. ખઉની વ્‍યવસ્‍થા મંદિર તરફથી કરવામાં આવીછે.

      ૨૩ જુલાઇ ૨૦૧૩ મંગળવારે  પૂર્ણાહૂતિ નિમિતે વાજતે ગાજતે વ્રતની પૂજાનો ગોરોનું વિસર્જન રાખવામાં આવ્‍યુ છે.

      કાર્યક્રમ અંતર્ગત બાળાઓને પૂજા કરાવવામા તથા ખઉ અને લહાણી (GIFT)ના મનોરથી થવા તથા વ્રત ગોરો ઉજવવા માટે સુશ્રી રેણકા શેઠ ૭૩૨-૫૩૩-૩૪૦૯, સુશ્રી પારૂલ મોદી ૭૩૨-૬૫૬-૧૬૭૪, સુશ્રી શીલા ગજજર ૯૦૮-૪૦૫-૧૧૧૪, તથા સુશ્રી ઉમા પટેલ ૭૩૨-૨૩૬-૪૪૪૭ નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

       ગૌરીવ્રત દરમિયાન દરરોજ  બાળાઓને પૂજા કરાવવા સમયસહ આવી જવા વિનંતી કરાઇ છે.

      વધુ માહિતિ માટે મંદિરના કાર્યાલય ૭૩૨-૨૫૪-૦૦૬૧ ઉપર સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે. 

 (12:12 am IST)
[social_media]
 
 
[all_news_right_side]