NRI Samachar

News of Monday, 10th June, 2013

ભારતના સુપ્રસિધ્‍ધ કથાકાર પૂ.શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇજી)ના ‘‘ભાગવત ગીતા જ્ઞાન''વિષયક ત્રિદિવસિય પ્રવચનો US ના દલાસમાં આજરોજ ૧૦ જુન ૨૦૧૩ થી શરૂઃ DFW હિન્‍દુ ટેમ્‍પલ સોસાયટી એકતા મંદિર દલાસ દ્વારા કરાયેલ આયોજનઃ પૂજા, ભજન, મહાપ્રસાદ તથા પ્રવચનનો લાભ લેવા તમામ ભકતજનોને ટેમ્‍પલ કમિટીનું આમંત્રણ

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ભારતના સુપ્રસિધ્‍ધ કથાકાર પૂ.શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇજી)ના પ્રવચનનો લાભ યુ.એસ.ના દલાસ સ્‍થિત ભકતજનોને મળવાનો છે.

      ડી.એફ.ડબલ્‍યુ. હિન્‍દુ ટેમ્‍પલ સોસાયટી એકતા મંદિર દલાસના ઉપક્રમે ૧૦,૧૧, તથા ૧૨ જુન ૨૦૧૩ દરમિયાન ભાગવત ગીતા જ્ઞાન વિષયક પૂ.શ્રી રમેશભાઇ ઓઝાના પ્રવચનનું આયોજન કરાયુ છે.

      હિન્‍દી ભાષામાં રજુ  થનારા પ્રવચનનો સમય સાંજે ૭- થી  ૯ વાગ્‍યા સુધીનો રહેશે. ત્‍યાર પહેલા સાંજે ૫-૩૦ થી ૬-૩૦ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે. તથા સાંજે ૬-૩૦ થી ૭ વાગ્‍યા સુધી પૂજા અને ભજન થશે.

      તમામ ભક્‍તજનોને સપરિવાર મિત્રમંડળ સહિત પધારવા ટેમ્‍પલ કમિટીએ આમંત્રણ પાઠવ્‍યુ હોવાનુ શ્રી સુભાષભાઇ શાહની યાદીમાં જણાવાયુ છે.

 (12:25 am IST)
[social_media]
 
[all_news_right_side]