NRI Samachar

News of Monday, 10th June, 2013

ભારતના આગામી ૬૭માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી માટે અમેરિકાના ન્‍યુજર્સીમાં શરૂ થઇ ગયેલો તૈયારીઓનો ધમધમાટઃ ૧૧ ઓગસ્‍ટ ૨૦૧૩ ના રોજ ‘‘ઇન્‍ડિયા ડે પરેડ''ની શાહી સવારી નીકળશેઃગ્રાન્‍ડ માર્શલ તરીકે બોલીવુડની લોકપ્રિય હસ્‍તિને આમંત્રિત કરાશેઃ કતારબંધ વાહનો સાથેના સુશોભિત ફલોટસ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, આગેવાનો તથા હજારોની સંખ્‍યામાં ઇન્‍ડિયન અમેરિકન જોડાશેઃ ભારતીય સંસ્‍કૃતિનું અદભૂત નિદર્શન માણવાની અણમોલ તકઃ IBA તથા ૯૫ જેટલા ઇન્‍ડિયન એશોશિએશનના સંયુક્‍ત ઉપક્રમે નીકળનારી ‘‘ઇન્‍ડિયા ડે પરેડ''નો સિલસિલો સતત ૯મા વર્ષે જળવાઇ રહેશે

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ભારતના આગામી ૬૭માં સ્‍વાતંત્ર દિનની ઉજવણી નિમિતે યુ.એસ.માં ઇઝેલીન, એડીસન તથા આજુબાજુના વિસ્‍તારોની સેવાઓ માટે કાર્યરત ન્‍યુજર્સી સ્‍થિત ‘‘ઇન્‍ડિયન બીઝનેસ એશોશિએશન''(IBA)ના ઉપક્રમે ૯મી વાર્ષિક ‘‘ઇન્‍ડિયા ડે પરેડ''ની દમામભેર સવારી માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

      ૧૧૪૧ ગ્રીન સ્‍ટ્રીટ, ઇઝેલીન, ન્‍યુજર્સી મુકામેથી કાર્યરત IBA દ્વારા ૯૫ જેટલા ઇન્‍ડિયન એશોશિએશનના સહકારથી યોજાનારી પરેડ ૧૧ ઓગસ્‍ટ ૨૦૧૩ રવિવારના રોજ બપોરે ૨ વાગ્‍યે ઓકટ્રી રોડ ઇઝેલીન, ન્‍યુજર્સીથી શાનભેર પ્રયાણ કરશે. જેમાં ગ્રાન્‍ડ માર્શલ તરીકે બોલીવુડની મહાન હસ્‍તિને શામેલ કરાશે. ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો તથા વિશાળ સંખ્‍યામાં ઇન્‍ડીયન અમેરિકનો જોડાશે.

      વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો સાથે યોજાતી પરેડ અનેક પ્રકારને આયોજનો, વોલન્‍ટીયરોની જહેમત, વ્‍યક્‍તિગત ગૃપ સ્‍પોન્‍સર્સ દ્વારા સફળ થતી હોય છે. જેની સફળતાનો સિલસિલો ૨૦૦૫ની સાલથી ચાલુ છે. જેને માણવા માટે ન્‍યુજર્સી ઉપરાંત આજુબાજુના સ્‍ટેટમાંથી પણ માનવ મહેરામણ ઉમટી પડે છે. જેનાથી સ્‍પોન્‍સરોને જાહેરાતો માટેની પણ વિશાળ તકો મળી રહેતી હોય છે. ગયા વર્ષે ૩૫૦૦૦ લોકો જોડાયા  હતા. આ વર્ષે તેનાથી પણ વધુ સંખ્‍યા થવાનો અંદાજ છે.

      અમેરિકામાં વસતા બિનનિવાસીઓને એક છત્ર હેઠળ એકમિત્ર કરી શકતી તથા તેઓની વિવિધ સ્‍તર સેવા માટે કાર્યકરી સંગઠિત કરી  વતનનું ગૌરવ વધારતી નોનપ્રોફીટ સંસ્‍થા IBA આયોજીત ઇન્‍ડિયા ડે પરેડમાં ભાગ લેવા, તથા તેને સ્‍પોન્‍સર તમામને આમંત્રિત કરાયા છે. તથા વિશેષ માહિતિ માટે ફોન નં. ૭૩૨-૨૮૩-૧૯૯૧ દ્વારા અથવા ઇમેલ ibanj@yahoo.com  દ્વારા વહેલી તકે સંપર્ક સાધવા જણાવાયુ છે.

      સાંસ્‍કૃતિક, સામાજીક તેમજ કોમ્‍યુનીટી સેવા માટે કાર્યરત નોન પ્રોફીટ સંસ્‍થા IBA દ્વારા દરેક પ્રકારની કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, વાવાઝોડુ વિગેરે સમયે સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત વ્‍યાવસાયિકો નોકરિયાતો સહિતના તમામ કોમ્‍યુનીટી વર્ગ માટે સેવાઓ સાથે ભારતીય સંસ્‍કૃતિનું જતન કરવાની જહેમત ઉઠાવવામાં આવે છે.

      આગામી ઇન્‍ડિયા ડે પરેડની ઉજવણીમાં સ્‍પોન્‍સરશીપ સહિતની તમામ બાબતો માટે તેમજ ભાગ લેવા ઇચ્‍છતા ગ્રુપો, માટેનું ફોર્મ તથા વિશેષ માહિતિ માટે પ્રેસિડન્‍ટ શ્રી કપિલ શાહ ૭૩૨-૭૯૪-૨૭૬૮, એકઝી. વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી ધીરેન અમીન ૯૦૮-૨૯૬-૫૮૪૪, સેક્રેટરી શ્રી વીરૂ પટેલ ૯૦૮-૭૦૫-૦૧૨૨, ચેરમેન શ્રી ચંદ્રકાંત પટેલ ૭૩૨- ૬૯૨-૦૩૩૪, વાઇસ ચેરમેન શ્રી મનહર શાહ ૭૩૨-૩૧૦-૨૨૪૧ અથવા શ્રી મહેશ શાહ ૭૩૨- ૨૫૯-૮૧૦૦ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે. 

 (12:14 am IST)
[social_media]
 
[all_news_right_side]